તારક મહેતા ની “બબીતાજી” દરિયા કિનારે મડ બાથ કરતી નજર આવી, સુંદરતા જોઈને ફેન્સ બન્યા દિવાના

Posted by

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બબીતાજી એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા તે એક્ટર માંથી એક છે જે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવતી રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની નવી-નવી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. આ વખતે પણ એવું જ કંઈક બન્યું છે.

મુનમુન દત્તાએ પોતાની ત્રણ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે મડ (કાદવ) બાથ લેતી નજર આવી રહી છે. તસ્વીરો શેર કરી ને મુનમુન દત્તાએ કેપ્શન માં લખ્યું, “ડેડ સી અને તેનો થેરેપીયુટિક મડ બાથ.” તેની સાથે જ કેપ્શનમાં તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ તસ્વીર ૨૦૧૭ની છે અને જોર્ડનમાં ક્લિક કરવામાં આવી હતી. મુનમુન દત્તાનાં ફોટોને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

જોર્ડન ની આ સૌથી ખાસ ચીજ છે

મડ (કાદવ) ખીલ જેવા ત્વચા રોગમાં મદદ કરે છે. આ માટી ખનીજોથી ખુબ જ સમૃદ્ધ છે. જોર્ડન માં આ સૌથી ખાસ ચીજ માનવામાં આવે છે. વાત કરવામાં આવે મુનમુન દત્તાની તો તે તારક મહેતા નજર આવે છે. તેને ગોકુલધામ સોસાયટી માં દરેક લોકો પસંદ કરે છે.

મુનમુન દત્તાનાં ફેન્સ ફોટો પર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે મુનમુન દત્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૪માં શો “હમ સબ બારાતી” થી કરી હતી. તે શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બબીતાજી નો રોલ વર્ષ ૨૦૦૮થી નિભાવી રહી છે. તેનાથી મુનમુન ની જિંદગી બદલી ગઈ હતી.

પાછલા આટલા વર્ષોથી મુનમુન કિરદારને ખુબ જ સારી રીતે નિભાવી રહી છે અને આજે તેની ઓળખ કોઈ મોટા સ્ટારથી બિલકુલ ઓછી નથી. મુનમુન દત્તા પોતાનું બિન્દાસ મંતવ્ય રાખવા માટે પણ ઓળખવામાં આવે છે.

પોતાની દિલકશ અદાઓથી આ અભિનેત્રી દરેક વ્યક્તિનું દિલ ચોરી લેતી હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક તે સોશિયલ મીડિયા પર અમુક વાતો એવી કરે છે, જેનાથી તેની ખુબ જ આલોચના થતી હોય છે. એક્ટ્રેસ મુનમુન દત્તા રિયલ લાઈફમાં પણ ખુબ જ ગ્લેમરસ છે.

બબિતા અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી પસંદ કરવામાં આવે છે

શોમાં બબિતા અને જેઠાલાલ (દિલીપ જોશી) ની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવે છે. આ વાતનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર બંનેનાં મીમ્સ વાયરલ થતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *