૯૦૦ પેસેન્જરની ક્ષમતા વાળું અને લક્ઝરિયસ સુવિધાઓ વાળું ક્રુઝ ભંગાણ માટે અલંગ આવ્યું, અંદરની તસ્વીરો જોઈને મન મોહી જશે

Posted by

કોરોનાને કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા પર અસર પડેલી છે. જેમાં સૌથી વધારે અસર ટુરિઝમ ઇંડસ્ટ્રી પર પડી છે. જેના કારણે ખુબ જ લક્ઝરિયસ તથા સુખ સગવડતા વાળા ઘણા ક્રુઝ ભંગારમાં તબદીલ થઇ રહ્યા છે. પાછલા ૮ મહિના માં ઘણા ક્રુઝ ગુજરાતનાં અલંગ શિપયાર્ડ પહોંચી ચુક્યાં છે. તેમાં હવે “અલટ્રોસ” ક્રુઝ નું નામ પણ જોડાઈ ગયું છે. ભંગારમાં તબદીલ થવા માટે આ ક્રુઝ ગુજરાતનાં અલંગ શિપયાર્ડ તરફ રવાના થઈ ગયું છે. જણાવી દઈએ કે ૧૦ માળ ઊંચા આ ક્રુઝ ને “તરતો મહેલ” પણ કહેવામાં આવે છે.

અલંગ શિપ બ્રેકિંગ બ્રેકિંગ યાર્ડમાં આવી રહેલા આ ક્રુઝ ને લઈને યાર્ડની કંપનીઓનાં માલિકો માં પણ ઉત્સુકતા છે. કારણકે અલંગ શિપ યાર્ડ માં આવ્યા બાદ તેની હરરાજી માટે બોલી લગાવવામાં આવશે.

મહત્વપુર્ણ છે કે આ પહેલાં જાન્યુઆરીમાં અહીંયા દુનિયાનું પહેલું “ક્રિપ્ટો” શીપ આવ્યું હતું, જે અત્યાર સુધીમાં અડધું તુટી ચુક્યું છે. તે સિવાય ફેબ્રુઆરીમાં દુનિયાનાં સૌથી લક્ઝરિયસ જહાજો માંથી એક માર્કોપોલો પણ અહીંયા તુટવા માટે આવી ચુક્યું છે.

અલ્ટ્રોઝ ની ક્રુઝ ખાસિયતો

અંદાજે ૧૭૭ મીટર લાંબા અલ્ટ્રોઝ નું નિર્માણ ફિનલેન્ડમાં ૧૯૭૩માં થયું હતું. ૯૦૦ પેસેન્જરોની ક્ષમતા વાળા આ ક્રુઝ માં અલગથી ૩૦૦ ક્રુ મેમ્બર ની ક્ષમતા હતી. તેમાં ૪૨૦ સ્ટેટ કેબીન છે. પહેલા તેનું નામ “આલ્બાટ્રોસ” હતું.

વર્ષ ૨૦૨૦માં કંપનીએ તેને ખરીદી અને ત્યારબાદ તેનું નામ “અલટ્રોસ” રાખી દેવામાં આવ્યું હતું. જોકે કોરોના ને કારણે ક્રુઝ એક વર્ષ પણ ચાલી શક્યું નહીં અને તેની જાળવણીનાં ભારેભરખમ ખર્ચને કારણે તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અલંગ પહોંચવાનો છે ૧૦ માળનું વિશાળ જહાજ

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પાછલાં ૯ મહિના માં ઘણા વિશાળ કાંઈ જહાજ તુટવા માટે પહોંચી ચુક્યાં છે. તેમાં કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો, કોલંબસ, મેગેલોન, સાલમી, મેટ્રોપોલીસ, લીઝર વર્લ્ડ જેવા લકઝરી ક્રુઝ સામેલ છે.

તે સિવાય ઘણા કાર્ગો પણ શિપયાર્ડ પહોંચી ચુક્યાં છે. અમુક પોતાના અંતિમ સફર પર છે, જે આવતા મહિના સુધી અલંગ શિપયાર્ડ પહોંચવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *