શું તમે આ તસ્વીરમાં છુપાયેલી ભુલ શોધી શકો છો? જવાબ સામે જ છે છતાં પણ કોઈ જોઈ શકતું નથી

Posted by

ક્યારેક ક્યારેક અમુક ચીજો આપણી આંખોને સામે હોય છે, પરંતુ આપણે તેને યોગ્ય રીતે જોઈ શકતા નથી. આવી જ મગજ થી ઉકેલવામાં આવતી વસ્તુઓને પઝલ કહે છે. જે લોકો સ્માર્ટ હોય છે તેને આ ભુલો સરળતાથી દેખાઈ જાય છે. પરંતુ અમુક લોકોને જવાબ શોધવા ઘણો સમય લાગે છે. ઓપ્ટિકલ ઇલ્યુશન ની તસ્વીરો હાલના સમયમાં દરરોજ વાયરલ થઇ રહી છે, પરંતુ ભુલ શોધવા વાળી તસ્વીરો ખુબ જ ઓછી જોવા મળે છે. ચાલો આજે અમે તમને એક આવી જ તસ્વીર બતાવીએ, જેમાંથી તમારે એક નાની ભુલો શોધવાની છે. પરંતુ લોકોને સરળતાથી તેમાં ભુલ નજર આવતી નથી.

Advertisement

તસ્વીરમાં છે એક નાની ભુલ શું તમે શોધી શક્યા?

સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં લખ્યું છે કે, “શું તમે ભુલ ને શોધી શકો છો?” તેની સાથે જ ૧ થી ૯ સુધી ના નંબર લખેલા છે, જે અલગ અલગ કલર માં છે. અમુક લોકોએ નંબર ને વારંવાર જોયા અને ત્યારબાદ અલગ અલગ કલર ને રિપીટ થવાની ભુલ શોધી. પરંતુ તેમને જવાબ મળી શક્યો નહીં. એક નહીં, બે નહીં, પરંતુ ઘણી વખત ધ્યાનથી જોવા છતાં પણ અમુક લોકો તેમાં રહેલી ભુલ શોધી શકતા નથી. કારણ એ છે કે લોકોનું મગજ ફક્ત અને ફક્ત આ નંબર ઉપર ટકેલું છે અને તેઓ ઇંગલિશ માં લખેલા શબ્દો પર ધ્યાન આપી રહ્યા નથી.

આખરે તમારે ક્યાં ધ્યાન આપવું જોઈએ

જો તમે નંબર ને બદલે ફક્ત ઇંગલિશ ના શબ્દો પર ધ્યાન આપશો તો જાણવા મળશે કે આખરે ભુલ ક્યાં કરવામાં આવેલ છે. જેમકે આપણે ઇંગ્લિશમાં જોઈ શકીએ છીએ કે “Can You Find The The Mistake” ત્યારબાદ ૧,૨,૩,૪,૫,૬,૭,૮,૯ નંબર લખેલા છે. ઇંગલિશ વાળા શબ્દો પર ધ્યાન કરશો તો The શબ્દ બે વખત લખેલો છે. હવે તમે ભુલ ને પકડી લીધી હશે. ઘણા બધા લોકો આ તસ્વીર પર ધ્યાન તો આપી રહ્યા છે, પરંતુ કોઈપણ વ્યક્તિ પહેલી જ વખત માં ભુલ પકડી શકતું નથી.

જો તમને મજા પડી ગઈ હોય તો હવે તમે પોતાના મિત્રોને પણ આ પોસ્ટ શેર કરીને ચેલેન્જ આપી શકો છો. તો હવે રાહ શેની જુઓ છો આપો તમારા મિત્રોને ચેલેન્જ અને જુઓ કે કેટલા લોકો તેમાં છુપાયેલી ભુલ શોધી શકે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.