ટાટા મોટર્સની પાંચ લાખ કરતાં પણ સસ્તી આ કારમાં Creta અને Brezza જેવી SUV વાળા ફીચર્સ મળશે, આવતા મહિને લોન્ચ થશે

Posted by

એસયુવી સેગમેન્ટમાં એકથી એક ચડિયાતી કાર લોન્ચ કરવા વાળી દેશી કંપની ટાટા મોટર્સ ખુબ જ જલ્દી Micro SUV Tata Punch લોન્ચ કરવાની છે. ટાટા પંચ ને લઈને લોકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે ભારતમાં પાંચ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ શકે છે. પરંતુ તેની એક ખાસ વાત એ છે કે તેમાં Hyundai Creta, Kia Seltos, Maruti Suzuki Vitara Brezza જેવા પાવરફુલ એસયુવી વાળા ફીચર્સ જોવા મળશે.

ઓછી કિંમતમાં પ્રીમિયમ ફિચર્સ

ટાટા પંચ ને આવતા મહિને એટલે કે ઓકટોબરના બીજા સપ્તાહમાં લોન્ચ કરવામાં આવી શકે છે. થોડા દિવસો પહેલા ટાટા મોટર્સે પોતાની અપકમિંગ માઇક્રો એસયુવી ની ઝલક બતાવી હતી અને ત્યારબાદ એક-એક કરીને તેના અમુક ફીચર પણ સામે આવી રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે ટાટા પંચ માં મલ્ટીપલ રાઇટીંગ મોડ જોવા મળી શકે છે, જે સસ્તી કાર માં જોવા મળતુ નથી. પરંતુ ટાટા મોટર્સ પંચ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે જોરદાર માઈક્રો એસયુવીમાં એવા એવા ફીચર લઈને આવી રહી છે, જે ક્રેટા, સેલ્ટોસ અને બ્રેજા ની સાથે સાથે ટાટાની જ નેકસોન અને અન્ય કારો માં જોવા મળે છે.

ત્રણ શાનદાર રાઇટીંગ મોડસ

ટાટા પંચ માં Tata Nexon ની જેમ સ્પોર્ટ, સીટી અને ઇકો જેવા ત્રણ રાઇટીંગ મોડ હશે, જે દરેક લોકો માટે રાઇડિંગ એક્સપિરિયન્સને શાનદાર બનાવશે. ભલે શહેરી વિસ્તાર હોય કે ઉબડ-ખાબડ રસ્તા, બધી જગ્યા પર ટાટા પંચ લોકોનો ખાસ ખ્યાલ રાખશે. સાથોસાથ દરેક મોડમાં લોકોને અલગ-અલગ માઇલેજ મળશે. અપકમિંગ માઈક્રો એસયુવી ટાટા પંચ b  એન્જિન ઓપ્શન સાથે રજુ કરવામાં આવી શકે છે. જે ૧.૨ લીટર ૩ સિલિન્ડર નેચરલી ઍસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને ૧.૨ લીટર ટર્બોચાર્જર પેટ્રોલ યુનિટ હશે. પંચને 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે સાથે તેમાં ફીચર્સની પણ ભરમાર જોવા મળવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *