જોક્સ-૧
ડોક્ટર : દારૂ પીવાનો વાંધો નહી પણ ચાલવાનું રાખો.
દર્દી : સાહેબ, દારૂ લેવા ચાલતો જ જાઉં છું અને પોલીસ પાછળ પડે તો દોડું પણ છું.
જોક્સ-૨
એકવાર ભગવાને એક માણસની બધી જ મેમરી ડીલિટ કરી નાખી પછી પુછ્યું,
ભગવાન : શું તને કાંઈ યાદ છે..?
માણસ : હા, પત્નીનો ચહેરો..
ભગવાન : આખી સિસ્ટમ ફોર્મેટ કરી નાખી તો ય વાયરસ તો રહી જ ગયો…!!!
જોક્સ-૩
અમુક લોકો અખંડ દીવા જેવા હોય છે,
જ્યારે જોવો ત્યારે તે Online જ હોય.
જોક્સ-૪
નવશેકા પાણીમાં મીઠું-હળદર નાંખી કોગળા કરવાથી…
છત પર કરોળિયાના કેટલા જાળાં છે તે ખબર પડે છે..
બાકી આજકાલના મોબાઈલના જમાનામાં ઉંચું કોણ જોવે છે..?
જોક્સ-૫
પ્યાર ઈશ્ક મહોબ્બત આ બધું શેરબજાર જેવું છે
ફાવી ગયા તો “હર્ષદ મહેતા” પરણી ગયા તો “તારક મહેતા” નહીં તો “નરસિંહ મહેતા”
જોક્સ-૬
આપણે એ જમાનાની નોટો છીએ…
જે શનિવારે આખો દિવસ
યુનિફોર્મ એવું વિચારીને પહેરી રાખતા કે કાલે રવિવાર છે તો કાલ કપડાં ધોવાના જ છે.
જોક્સ-૭
ભગવાને દરેક માણસને અલગ બનાવ્યા છે…
પણ જ્યારે “ચીન”નો વારો આવ્યો ત્યારે…
દે કોપી, દે કોપી, દે કોપી.
જોક્સ-૮
એક છોકરો છોકરી પાછળ હાથ ધોઈને પડ્યો હતો.
એક દિવસ છોકરીએ પોતાનું મોઢું ધોઈ નાખ્યું.
હવે આરામ થી બંને એકબીજાના રસ્તે જાય છે.
જોક્સ-૯
ટીચર : પોપકોર્ન ને ગરમ તવા પર રાખવાથી તે કેમ ઉછળે છે તેનું વિજ્ઞાન તમને ખબર છે?
ભુરો : તેની પાછળ નું વિજ્ઞાન જાણવું હોય તો ખુદ ગરમ તવા પર બેસો એટલે ખબર પડી જાય.
જોક્સ-૧૦
ટીચર : આજે હું તમને બધા ને “Noun” ભણાવીશ, પપ્પુ ચલ ઊભો થા.
પપ્પુ : જી ટીચર.
ટીચર : છોકરી બધા સાથે હસી હસી ને વાતો કરી રહી છે આમાં છોકરી શું છે?
પપ્પુ : છોકરી બગડેલી છે મેડમ, તે સેટિંગ કરવા માંગે છે!
જોક્સ-૧૧
શાયર : મચલતી હૈ પેટ મે કુછ લહરે એસી, લગતા હૈ ઇનહે કિસી કિનારે ક ઇંતજાર હૈ.
આપણાં જેવા : મરઘા તોડ એકી લાગી છે.
જોક્સ-૧૨
પપ્પૂ : યાર ગપ્પૂ તું હંમેશાં મારી સાથે રહ્યો છે. જ્યારે મારો અકસ્માત થયો ત્યારે પણ…
જ્યારે મારી નોકરી ગઈ ત્યારે પણ… જ્યારે મારા પિતાએ મને ઘરેથી લાત મારીને બહાર કાઢ્યો… ત્યારે પણ તું મારી સાથે હતો…
ગપ્પૂ : હું હંમેશાં તારા ખરાબ સમયમાં તારી સાથે રહીશ મારા મિત્ર.
પપ્પૂ : અરે દૂર હટ મારાથી… લાગે છે તુ જ પનોતી છે રે બાબા.