ટેકનોલોજીથી વિકાસ કે વિનાશ? મોબાઇલ ટાવર રેડિયેશન કેટલી હદે ખતરનાક? વાંચો રસપ્રદ અહેવાલ

Posted by

આજકાલ મોબાઇલનાં ટાવર અને મોબાઇલ રેડીએશનની ઘાતક અસરોથી કેન્સર તથાં બ્રેઇન ટ્યુમર, હાઇપર ટેન્શન સહિત ઘણી બિમારીઓનું પ્રમાણ વધતું જાય છે. છતાં આપણી ભાગદોડ જેવી જીવનશૈલી તથાં કૂટેવો આપણે છોડી શક્તા નથી. મોબાઈલ ફોન, કમ્પ્યુટર સહિતનાં ઉપકરણો જાણે આપણાં જીવન સાથે વણાઈ ગયાં છે. આ બધી વાતો એકબાજુ પર મૂકીને આ બધાં ઉપકરણો આરોગ્ય માટે કેટલાં ખતરનાક છે એ મુદ્દા પર લક્ષ આપીશું.

આ છે  ઓર્ગેનાઇઝેશનનાં રિપોર્ટનાં તારણો…

પ્રસિદ્ધ WHO ( વિશ્વ આરોગ્ય સંસ્થા) નાં એક રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનાં વધું પડતાં વપરાશથી ઉંઘ ઓછી આવવી કે નહીં આવવી,  મસ્તિષ્ક ઉપર દબાણ, પ્રજનનશક્તિ સંબંધિત ફરિયાદ, ચિડીયો સ્વભાવ, ચિંતા, યાદશક્તિ ક્ષીણ થઈ જવી, અભ્યાસ કરતાં યુવાનો અને નાનાં બાળકોનાં ભણતર ઉપર અસર થવી વગેરે અનેક સમસ્યાઓ પેદા થાય છે. આવાં ટાણે આપણે તરત ડોક્ટર પાસે દોડી જઈએ છીએ. પરંતુ આપણે આનાં કારણો જાણવાની દરકાર કરતાં નથી તેમ આ સમસ્યા રેડિયેશન થકી ઉદ્ભવી છે એમ કોઈ ડોક્ટર નહીં કહે. બસ, આપણે ડોક્ટરે લખી આપેલી દવાઓ લઇને પછી બધું ભૂલી જશું.

ઘણાં એમ માનતાં હોય છે કે, ઘરનાં બાળકો મોબાઇલનો ઉપયોગ કરે એમાં કશું ખોટું નથી. બાળકને નવું નવું જાણવા મળે, (જ્ઞાનમાં વધારો થાય) અલબત્ત એ વાત સાચી છે પરંતુ બાળકને મોબાઇલનું  વળગણ થઈ જાય તો આગળ જતાં એને addiction નાં લક્ષણો દેખાવાં લાગે છે અને આગળ વાત કરી તેમ આપણે બાળકને લઈને ડોક્ટર પાસે દોડી જઇએ છીએ.

મોબાઇલનો વપરાશ કરતી વખતે આટલું ધ્યાન રાખવું :
> ડિવાઇસને તમારાં શરીરથી દૂર રાખો.
> મોબાઇલનો ઉપયોગ કરતી વખતે વાયર્ડ હેડસેટનો ઉપયોગ કરો.
> કૉલ સીમાની અવધી બને એટલી ઓછી કરવી, બને એટલી ટૂંકાણમાં વાત પતાવવી.
> જો તમે ઘરે મિત્ર કે પરિવારનાં સભ્યો સાથે વાત કરતાં હોવ તો સ્પીકર ફોન ચાલું કરો   (તારક મહેતા… નાં નટુ-બાઘાની જેમ)  કે જેથી નેટનાં વપરાશ, પૈસા અને સમયની બચત થશે.
> પેન્ટ-શર્ટનાં સાંકડા ખિસ્સામાં મોબાઇલ રાખવાને બદલે મોટાં પર્સમાં રાખવો.


હું રાત્રે સૂતી વખતે હંમેશા મોબાઇલ સ્વિચ ઓફ કરી દઉં છું. જેથી રેડીએશનની કોઈ ચિંતા નહીં. તમે આજથી નક્કી કરો કે, હું કાયમ કાળજી રાખીને મોબાઇલનો ઉપયોગ કરીશ અને બીજાને પણ પ્રેરિત કરીશ તો  દવાખાનાની દોડાદોડીમાંથી મૂક્ત થઈને તમે આઝાદીનો અહેસાસ કરી શકશો.
છેલ્લે, મોબાઈલ ટાવરમાંથી નીકળતાં હાનિકારક રેડીએશનથી અનેક પ્રકારના જીવ-જંતુ, પશુ – પક્ષીઓની પ્રજાતીઓ લુપ્ત થઈ રહી છે. પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે. એની ચોંકાવનારી માહિતી હવે પછીનાં લેખમાં…

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *