તેંડુલકરની દીકરી સારા તેંડુલકરનું આ ક્રિકેટર પર આવ્યું દિલ, ઇન્સ્ટાગ્રામ પર “દિલની ઇમોજી” સાથે સ્ટોરી પોસ્ટ કરી

ભારતીય ટીમના યુવાન બેટ્સમેન અને હાલના સમયમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આઇપીએલ-૨૦૨૦ માં રમી રહેલ શુભમન ગિલ અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર પાછલા ઘણા સમયથી ફેન્સની નજરમાં છે. સોશિયલ મીડિયા પર તેમની ગતિવિધિઓ તમામ લોકોને વિશ્વાસ અપાવી રહી છે કે ભારતના યુવા ખેલાડી અને તેંડુલકર ની દીકરી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.

હાલના સમયમાં શુભમન ગિલ અને સારા તેંડુલકરને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. અમુક દિવસ પહેલા સચિનની દીકરી સારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર પર કેપ્શન લખ્યુ હતું, જે કેપ્શન શુભમન ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ તસવીર પણ લખ્યું હતું. બંનેની આ એક્ટને દરેક વ્યક્તિએ નોટિસ કરેલ. બંનેના અફેરને લઈને સમાચારો સામે આવી રહ્યા છે. અહેવ આઇપીએલ-૨૦૨૦૨ દરમિયાન સારાએ (MI vs KKR) ઇન્સ્ટાગ્રામ પર એક નાની ક્લિપ શેર કરી જેણે અફવામાં ઘી નાખવાનું કામ કર્યું હતું.

હકીકતમાં સારાએ જે નાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો, તેમાં શુભમન ગિલ મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવનાં શોટને ડ્રાઇવ મારીને રોકવાની કોશિશ કરી રહેલ છે. આ પોસ્ટ પર સારાએ “દિલની ઇમોજી” પણ સાથે શેર કરી હતી. જેનાથી ફેન્સ એક વખત ફરીથી બંનેને લઈને સોશિયલ મીડિયા પર વાતો કરવા લાગ્યા છે. જો કે સારાએ બાદમાં પોતાની આ સ્ટોરીને ડિલીટ કરી નાંખી હતી. પણ લોકો તો ખુબ જ હોશિયાર થઈ ગયા છે, તેમણે આ સ્ટોરીનો સ્ક્રીનશૉટ લઈ લીધો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં શુભમન ગિલ કોઈ ખાસ કમાલ બતાવી શકે નહીં અને ફક્ત ૭ રન બનાવીને આઉટ થયા અને બોલ્ટે પોતાની બાઉન્સરથી ચકમો આપીને આઉટ કર્યો હતો. આઉટ થયા બાદ શુભમન ગિલ પોતાનાથી નિરાશ નજર આવેલ હતા. કેકેઆર ની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં ૪૯ રનથી હારી ગઇ હતી.

મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ૮૦ રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો. કેકેઆર તરફથી સૌથી વધારે રન પેટ કમિન્સ દ્વારા બનાવવામાં આવેલ હતા. પેટ કમિન્સે ૧૨ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા. કમિન્સે મેચમાં બુમરાહ વિરુદ્ધ ધમાકેદાર બેટિંગ કરી હતી અને ૪ છક્કા લગાવ્યા હતા.