થઈ ગઈ ભવિષ્યવાણી! વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનવા જઈ રહ્યો છે RCB નો નવો કેપ્ટન

આઇપીએલ ૨૦૨૧ની ટ્રોફી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ચેન્નઇ સુપરકિંગ જીતી ચુકી છે. આઈપીએલની બાકી રહેલી મેચો શરૂ થતાની સાથે જ ફેન્સને મોટા સમાચાર સાંભળવા મળ્યા હતા. હકીકતમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેઓ આ સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડી દેશે. ત્યારબાદ સતત ભવિષ્યવાણી થઈ રહી છે કે વિરાટ કોહલી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન કોણ બનશે.

આ ખેલાડી બની શકે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો કૅપ્ટન

તેની વચ્ચે આરસીબી નાં નવા કેપ્ટન લઈને વધુ એક ભવિષ્યવાણી થઈ છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર બ્રેટ હોગ દ્વારા તે ખેલાડીનું નામ જણાવવામાં આવેલ છે, જે આવતી સિઝનમાં આ ટીમનો કેપ્ટન બની શકે છે. હોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરસીબી ડેવિડ વોર્નરને પોતાની ટીમનો નવો કેપ્ટન બનાવી શકે છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે મને આશ્ચર્ય નહીં થાય જો આરસીબી તેમને પસંદ કરે. કારણ કે બેંગ્લોરની વિકેટ તેમને સુટ કરશે અને તેમને નવા કેપ્ટનની પણ જરૂરિયાત છે. હોગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી આ ખેલાડીની કેપ્ટનશીપમાં આગળ રમનાર છે.

શ્રેષ્ઠ ફોર્મમાં છે વોર્નર

ડેવિડ વોર્નરે એકવાર ફરીથી પોતાનું ખતરનાક ફોર્મ પ્રાપ્ત કરી લીધું છે. વોર્નરે ટી-૨૦ વર્લ્ડકપની ૭ મેચમાં ૨૮૯ રન બનાવ્યા. તેમાંથી તેમણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેમના શાનદાર પ્રદર્શન માટે તેમને મેન ઓફ ધ ટુર્નામેન્ટ પણ આપવામાં આવેલ. હવે આવતી સિઝનમાં થતાં આઇપીએલ મેગા ઓક્શનમાં બધી ટીમોની નજર વોર્નરને પોતાની ટીમમાં સામેલ કરવા પર રહેશે. વળી વોર્નર કોઈ એક ટીમના કેપ્ટન પણ બનાવી શકાય છે.

કોહલીને મળી નહીં સફળતા

વિરાટ કોહલી પાછળ ૮ વર્ષોથી આરસીબી નાં કેપ્ટન છે, પરંતુ હજુ સુધી તેઓ પોતાની ફ્રેન્ચાઇઝીને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યા નથી. તેવામાં સતત એમની ઉપર જવાબદારી છોડવાનું દબાણ બની રહ્યું હતું અને એ જ થયું જેની સંભાવના દેખાઈ રહી હતી. જોકે કોહલીની કેપ્ટનશિપમાં આરસીબી ૨૦૧૬ની ફાઇનલમાં જરૂર પહોંચી હતી, પરંતુ ત્યાં પણ ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેને હાર મળી હતી.

વિરાટે છોડી કેપ્ટનશીપ

તેની સાથે જ વિરાટ કોહલીએ આઇપીએલ માં આરસીબી ની કેપ્ટનશિપ છોડી દીધી છે. આ વર્ષે આરસીબી ની કેપ્ટનશીપમાં વિરાટ ની છેલ્લી આઇપીએલ હતી. વિરાટ કોહલી ઇચ્છતા હતા કે તેઓ આઈપીએલ ટ્રોફી ની સાથે આઈપીએલમાં કેપ્ટનશીપ છોડે, પરંતુ શક્ય બન્યું નહીં અને તેમણે ફરીથી રાહ જોવી પડશે.