ઘરમાં આ ૯ જીવજંતુ આવવાથી મળે છે શુભ-અશુભ સંકેત, અચાનક ઘરની તિજોરી પૈસાથી છલકાઈ જાય છે

Posted by

પુરાણમાં પશુ પક્ષીઓને પુજનીએ માનવામાં આવે છે. આ બધા પશુ પક્ષીઓ દેવી-દેવતાઓના વાહનના રૂપમાં પુજવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આપ પશુ પક્ષીઓ આપણા ઘર પર આવવાથી એક વિશિષ્ટ પ્રકારનો સંકેત માનવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણ છે. શાસ્ત્રો અનુસાર અમુક વિશેષ પ્રકારના પશુ પક્ષી વાતાવરણમાં ઉપસ્થિત સકારાત્મકણોને મહેસુસ કરે છે અને તે સકારાત્મક ઊર્જાનો પીછો કરીને અલગ અલગ સ્થાન ઉપર જાય છે.

Advertisement

જેવી રીતે આપણું મન મંદિરમાં જવાથી પ્રસન્ન થાય છે એવી જ રીતે આ પશુ પક્ષીઓ સકારાત્મક ઉર્જા વાળા સ્થાન ઉપર જવાથી પ્રસન્નતા મહેસુસ કરે છે અને એજ કારણ છે કે તેઓ એવા ઘરમાં જાય છે, જેનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોય. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરને હંમેશા સારું અને પવિત્ર રાખવું જોઈએ.

ક્યારેક ક્યારેક આપણે ઘર ઉપર બેસેલા શુભ પશુ પક્ષીઓ ઉપરથી પણ જાણી શકીએ છીએ કે ઘરમાં રહેતા મનુષ્યનો સ્વભાવ કેવો કેવો છે અને તેના પરથી જાણી શકીએ છીએ કે ઘરમાં રહેતા લોકો સારા સ્વભાવના અને સત્વ ગુણ વાળા છે. જો કોઈ ઘર ઉપર હંમેશા અશુભ પક્ષી અને જીવજંતુ જોવા મળે તો સમજી લેવું જોઈએ કે તે ઘરના લોકો નકારાત્મક પ્રવૃત્તિઓ અને દુષ્ટ સ્વભાવના છે.

આજે મેં તમને જણાવીશું કે ઘરમાં આવતા જીવજંતુ અને પશુ પક્ષી આપણને શું સંકેત આપે છે. શાસ્ત્રો અનુસાર આ જીવજંતુઓ અને પશુ પક્ષીનો ઘરમાં આવવાનો શુ સંકેત હોય છે, તેના વિશે પણ જણાવીશું.

છછુંદર નું ઘરમાં રહેવું ખુબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં છછુંદર રહે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તે સિવાય જો છછુંદર કોઈ વ્યક્તિની ચારો તરફ પ્રદક્ષિણા કરે છે તો સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિને ખુબ જ મોટો ફાયદો થવાનો છે. જો દિવાળીની રાત્રે કોઈ વ્યક્તિને છછુંદર જોવા મળે તો તે વ્યક્તિનું નસીબ ખુલી જવાનું હોય છે. તેને અચાનક કોઈ માધ્યમથી પૈસા અને સફળતા મળી શકે છે. જો છછુંદર ઘરની ચારો તરફ ચક્કર લગાવેલ છે તો તે ઘર ઉપર આવી રહેલી તમામ મુસીબત ટળી જાય છે.

ઉંદર ભલે વિધ્નહર્તા ગણેશજીનું વાહન હોય પરંતુ તેને નકારાત્મક શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં વધારે પડતા ઉંદરની હાજરી ઘરમાં રહેતા લોકોની બુદ્ધિનો નાશ અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ દર્શાવે છે. એટલા માટે ઘરમાં વધારે પડતા ઉંદરનું હોવું અશુભ માનવામાં આવે છે. તેનાથી પરિવારના સદસ્યોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જે જગ્યાએ ગંદકી હોય છે, ત્યાં ઉંદર રહેતા હોય છે અને તેઓ સંક્રમણ પણ ફેલાવે છે. એટલા માટે પરિવારના સ્વાસ્થ્ય માટે પણ ઘરમાં ઉંદરનું હોવું શુભ માનવામાં આવતુ નથી. જે ઘરમાં ઉંદરની સંખ્યા વધી જાય છે, ત્યાં કોઈ મોટી બીમારી થવાની સંભાવના રહે છે.

એવું કહેવામાં આવે છે કે મધમાખી ખરાબ નસીબ અને ગરીબીને આમંત્રણ આપે છે, એટલા માટે પોતાના ઘરમાંથી મધપુડાને તુરંત હટાવી દેવો જોઈએ. મધપુડામાં અગણિત કાણા હોય છે, જે તમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. એટલા માટે જો કોઈ પણ જગ્યાએ ઘરમાં મધપુડો હોય તો તેને તુરંત દુર કરી દેવો જોઈએ.

વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી ઘરમાં કરોળિયાનું જાળું લગાવવું અશુભ માનવામાં આવે છે. તે દુર્ભાગ્યપુર્ણ ઘટનાઓનો સંકેત આપે છે. કરોળિયાના જાળાને નકારાત્મક શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. તે જે જગ્યાએ હોય છે ત્યાં માતા લક્ષ્મી નિવાસ કરતા નથી, એટલા માટે તેને તુરંત દુર કરી દેવું જોઈએ. કરોળિયાનું જાળું તમારા જીવનમાં સંકટ ઉત્પન્ન કરે છે અને તમારી પ્રગતિ અટકાવે છે.

પતંગિયા નું ઘરમાં આવવું સૌભાગ્યની વાત છે. તેને સારો સંકેત માનવામાં આવે છે. પતંગિયા નું ઘરમાં આવવું એવો સંકેત આપે છે કે તમારા ઘરમાં હવે કોઈ શુભ સમાચાર મળવાના છે. પતંગિયું જો વારંવાર જોવા મળે તો સંકેત મળે છે કે તમારી પ્રગતિ થવાની છે. પતંગિયું જો તમારા ઘરમાં વારંવાર આવે છે તો તેનો ખાસ મતલબ હોય છે. જાણી લો કે પતંગિયું એક એવું જીવ છે જે આપણને જીવનમાં પ્રગતિ અને સુંદરતા વિશે જણાવે છે. તો એટલા માટે જો તમારા ઘરમાં વારંવાર પતંગિયું આવે તો સમજી જવું જોઈએ કે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જવાનું છે. આ ખુશીઓ તમને અંગત રૂપથી અને સામાજિક રૂપથી પણ મળી શકે છે.

કાળો ભમરો ઘરમાં આવવો શુભ સંકેત માનવામાં આવે છે. ભમરા નો સંબંધ પ્રેમ પ્રસંગો સાથે જોડીને જોવામાં આવે છે. જો તમારા ઘરમાં વારંવાર ભમરો આવે છે તો લગ્ન સાથે જોડાયેલ કોઈ શુભ સમાચાર મળી શકે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ઘરમાં ભમરો આવે તો તેને મારીને ભગાવવો જોઈએ નહીં, કારણ કે તે કંઈક સારા સમાચાર લઈને આવે છે.

કહેવામાં આવે છે કે જો સપનામાં વીંછી જોવા મળે તો તમારી ઉપર કોઈ સંકટ આવવાનો છે. જે ઘરમાં વીંછી એક લાઈનમાં બહાર જતાં જોવા મળે તો સમજી લેવું જોઈએ કે ત્યાંથી માતા લક્ષ્મી ચાલ્યા જવાના છે. પીળો વીંછી માયા નું પ્રતીક માનવામાં આવે છે. આવો વીંછી ઘરમાં નીકળે તો માતા લક્ષ્મી નું આગમન થાય છે.

જો તમારા ઘરમાં કાળી કીડીઓ આવે છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કાળી કીડીઓને ઐશ્વર્ય વધારનાર માનવામાં આવે છે. કાળી કીડીઓને ભોજન ખવડાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જો ચોખાના વાસણમાંથી કીડીઓ નીકળી રહી હોય તો થોડા દિવસોમાં જ ઘરમાં ધન લાભ થવા લાગે છે. જો કાળી કીડીઓ ઘરમાં વર્તુળ આકારમાં ફરતી જોવા મળે તો તે ઘરમાં માતા લક્ષ્મીના આવવાનો સંકેત છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.