બોલિવુડનાં ખીલાડી એટલે કે અક્ષય કુમાર પોતાની એક્ટિંગ થી દર્શકોનું દિલ જીતી લેતા હોય છે. વળી સાથોસાથ પોતાની નાની નાની મજાક મસ્તી થી પણ લોકોને હસાવતા હોય છે. પોતાના વ્યસ્ત સમયમાં તે હંમેશા ખુશ અને બિન્દાસ રહે છે. અક્ષય કુમાર અવારનવાર પોતાના પરિવાર અને ફ્રેન્ડની સાથે મજાક કરતા રહે છે. કહી શકાય છે કે અક્ષય કુમારને મસ્તી-મજાક કરવી ખુબ જ પસંદ છે. તેનો એક નમુનો કોમેડી શો “ધ કપિલ શર્મા” ની જજ અર્ચના પુરન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તેમાં અક્ષય કુમાર એક્ટ્રેસ વાણી કપુર ને નીચે પછાડવાનો પ્લાન કરી રહ્યા હતા, પરંતુ તે બચી ગઈ. અક્ષય કુમાર ની મજાક ફેઇલ થઈ ગઈ હતી.
ધ કપિલ શર્મા ની ટીમ સાથે જોવા મળ્યા અક્ષય કુમાર
અર્ચના પુરન સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર “ધ કપિલ શર્મા” નાં પહેલા દિવસના શુટિંગ નો વિડીયો શેર કર્યો છે, જેમાં અક્ષય કુમાર “બેલબોટમ” ની કાસ્ટ સાથે જોવા મળી રહ્યા છે. સેટ ઉપર અક્ષયની સાથે કપિલ શર્મા, ભારતીય સિંહ અને અન્ય કલાકાર મંચ ઉપર થોડી ચર્ચા કરતા પણ જોવા મળી રહ્યા છે. વળી દર્શકોમની એક ઝલક પણ વીડિયોમાં જોઇ શકાય છે. આ એક બિહાઇન્ડ ધ સીન વિડિયો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાણી કપુરને પછાડવાનો હતો અક્ષય કુમાર નો પ્લાન
View this post on Instagram
આ વીડિયોમાં અર્ચના પુરન સિંહ મોબાઈલથી વીડિયો બનાવી રાખ્યો છે. બધા લોકો એક્ટ્રેસ વાણી ની સ્ટેજ પર આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. વાણી આવવાની હોય છે ત્યારે અક્ષય કુમાર ટેબલ પરથી એક કેળાની છાલ એન્ટ્રી ગેટ ની વચ્ચે રાખી દે છે, જેથી વાણી હાઇ હિલ પહેરીને લપસી પડે. જોકે અક્ષય કુમાર સાઈડમાં ઊભા રહીને પાણીને બચાવવાની રાહ પણ જોઈ રહ્યા હોય છે. વાણી આવે છે પરંતુ તે જમીન ઉપર પડેલા કેળાની છાલને જોઈ લે છે અને ત્યાં થી બચીને નીકળી જાય છે. તેની સાથે તે સમજી જાય છે કે આ કામ કોણ કરી શકે છે. તે હસવા લાગે છે અને અક્ષય તરફ ઇશારો કરે છે.