“ધ કેરાલા સ્ટોરી” ફિલ્મ રિલીઝ પહેલા સતત વિવાદોમાં રહેલ છે, પરંતુ તેની અસર ફિલ્મની રિલીઝ ઉપર પડેલ નથી. હકીકતમાં એવું કહેવું બિલકુલ પણ અયોગ્ય નથી કે તેનાથી ફિલ્મને ફાયદો થયેલો છે. આ ફિલ્મનો ઘણી રાજકીય પાર્ટી એ ખુબ જ વિરોધ કર્યો હતો અને ફિલ્મને બેન કરવાની માંગણી કરી હતી. પરંતુ જ્યારે ૫ મે, શુક્રવારનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઈ તો ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવી હતી.
સુદીપ્તો સેનનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ “ધ કેરાલા સ્ટોરી” નું બજેટ અંદાજે ૪૦ કરોડ રૂપિયા છે અને રિલીઝ ના પહેલા દિવસે દર્શકોને તે ખુબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે જબરજસ્ત કમાણી કરી નાખી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ “ધ કેરાલા સ્ટોરી” એ પહેલા દિવસે બોક્સ ઓફિસ ઉપર ૭.૫ કરોડ રૂપિયાનો કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે આ આંકડા અંદાજિત છે, હજુ સુધી તેની પુષ્ટિ થયેલી નથી. “ધ કેરાલા સ્ટોરી” ને લઈને એક્સપર્ટ નું માનવું છે કે આ ફિલ્મ પહેલા વિકેન્ડમાં મોટી કમાણી કરી શકે છે.
આ ચર્ચિત ફિલ્મની કહાની કેરળની ત્રણ મહિલાઓ ઉપર આધારિત છે, જેનું બ્રેન વોશ કરીને તેમનો ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. ત્યારબાદ તેમને કથિત રૂપથી આતંકી સંગઠન આઈએસઆઈએસ માં સામેલ કરવામાં આવે છે. વાત જો ફિલ્મની સ્ટારકાસ્ટની કરવામાં આવે તો ફિલ્મના ડાયરેકટર સુદીપ્તો સેન છે અને પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ છે.
તે સિવાય ફિલ્મમાં અદા શર્મા, યોગીતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઇડનાની મુખ્ય કિરદાર માં નજર આવી રહેલ છે. જોકે આ ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર અભિનેત્રી અદા શર્મા રહેલી છે અને બધા લોકો તેની એક્ટિંગની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.