ખુબ જ સુંદર છે સલમાન ખાનનાં ફાર્મ હાઉસનો નજારો, સલમાન ખાન ફાર્મ હાઉસમાં પોતે કરે છે ખેતી, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનાં દબંગ અને બિન્દાસ એક્ટર સલમાન ખાન હાલનાં દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ગીત “નૈયો લગદા” રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકો તરફથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે સલમાન ખાન એક એવા અભિનેતા છે, જે પોતાની લક્ઝરી લાઇફ માટે ઓળખવામાં આવે છે. સલમાન ખાનની પાસે કોઈ ચીજની કમી નથી. તેઓ વર્તમાન સમયમાં કરોડોની સંપત્તિના માલિક છે.

એટલું જ નહીં, પરંતુ સલમાન ખાનની પાસે આલિશાન ઘરથી લઈને લક્ઝરી કારો છે. તેની વચ્ચે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સલમાન ખાનના પોપ્યુલર ફાર્મ હાઉસ વિશે, જેની તસ્વીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એટલું જ નહીં, પરંતુ સલમાન ખાન જ્યારે પણ ફ્રી હોય છે તો તે પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં રોકાય છે. તો ચાલો તમને તેમના ફાર્મ હાઉસની સુંદર તસ્વીરો બતાવીએ.

જણાવી દઈએ કે સલમાન ખાનનું પનવેલમાં સ્થિત ફાર્મ હાઉસ અવારનવાર ચર્ચામાં રહે છે. અહીંયા પર અવારનવાર પાર્ટી અને ફંકશનનું આયોજન થાય છે. સલમાન ખાન આ ફાર્મ હાઉસ ઉપર પોતાનો જન્મદિવસ પણ ઉજવે છે. સલમાન ખાન નું આ ફાર્મ હાઉસ તેની નાની બહેન અર્પિતાનાં નામ ઉપર છે. તે મુંબઈથી થોડું દુર આવેલું છે, જ્યાં ફક્ત હરિયાળી છે.

આ ફાર્મ હાઉસ ખુબ જ આલિશાન છે, જેમાં તમને ઘણી લક્ઝરી સુવિધા જોવા મળી જશે. અહીંયા પર સલમાન ખાન અવારનવાર પોતાના પરિવાર સાથે આવે છે. રિપોર્ટ અનુસાર આ ફાર્મ હાઉસ અંદાજે ૧૫૦ એકરમાં ફેલાયેલું છે. દિલચસ્પ વાત એ છે કે અહીંયા પર સલમાન ખાન ખેતી કરતા પણ નજર આવે છે.

લોકડાઉન દરમિયાન તેમણે પોતાનો મોટાભાગનો સમય તેમના આ ફાર્મ હાઉસમાં પસાર કરેલો હતો, જેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ હતી. આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ થી લઈને જીમ જેવી ઘણી સુવિધાઓ રહેલી છે.

જણાવી દઈએ કે સલમાન ખાન પોતાના ફાર્મ હાઉસ નો ખુબ જ ખાસ ખ્યાલ રાખે છે. જ્યારે પણ તેઓ પોતાના ફાર્મ હાઉસમાં જાય છે, તો તેની દેખભાળ કરતાં નજર આવે છે. સલમાન ખાનને સાયકલ ચલાવવી, હોર્સ રાઇડિંગ અને બાઈક રાઇડિંગ ખુબ જ પસંદ છે. તેવામાં તેમણે પોતાના ફાર્મ હાઉસ પર ઘોડેસવારી માટે એક ટ્રેક પણ બનાવેલો છે.

વાત કરવામાં આવે સલમાન ખાનના કામ વિશે તો ફિલ્મ “કિસી કા ભાઈ કિસી કી જાન” ઈદ ૨૦૨૩નાં અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પોપ્યુલર એક્ટ્રેસ પુજા હેગડે મુખ્ય કિરદારમાં નજર આવશે. તે સિવાય શહનાજ ગીલ, પલક તિવારી જેવા ઘણા સિતારાઓ પણ જોવા મળશે.

આ ફિલ્મનાં માધ્યમથી શહનાજ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ સિવાય સલમાન ખાનની પાસે “ટાઈગર-3” પણ છે, જેમાં તે જાણીતી એક્ટ્રેસ કેટરીના કૈફ ની સાથે મુખ્ય કિરદાર માં જોવા મળશે. તે સિવાય આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય કિરદારમાં હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *