આ ૩ પ્રકારનાં લોકોની મદદ ક્યારેય કરવી જોઈએ નહીં, ઉલ્ટાનાં તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો

બીજાની મદદ કરવી માનવતાની નિશાની હોય છે. આપણા ધર્મશાસ્ત્રમાં પણ માનવ ધર્મ નિભાવવા અને એકબીજાના ખરાબ સમય પર મદદ કરવાની વાત કહેવામાં આવી છે. ચાણક્ય પણ તેના પક્ષમાં હતા, પરંતુ તેમનું માનવું હતું કે દરેક વ્યક્તિ મદદ મેળવવાને યોગ્ય હોતો નથી. અમુક લોકોની મદદ કરવી તમને ભારે પડી શકે છે. આચાર્ય ચાણક્યનું માનવું હતું કે વ્યક્તિએ કોઈપણ નિર્ણય સમય, કાળ, પરિસ્થિતિ, ધર્મ અને નીતિઓને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. ચાણક્ય નીતિ અનુસાર ત્રણ પ્રકારના લોકોની મદદ ક્યારે પણ કરવી જોઈએ નહીં. તેમની મદદ કરીને તમે ઊલટાના મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

મુર્ખ વ્યક્તિ

આચાર્યએ પોતાના શ્લોક દ્વારા પહેલા વ્યક્તિની શ્રેણીમાં મુર્ખ વ્યક્તિને રાખેલ છે. આચાર્યનું કહેવું છે કે મુર્ખ વ્યક્તિથી જેટલું અંતર જાળવી રાખશો તમારા માટે એટલું સારું છે. મુર્ખ ને જો તમે જ્ઞાન આપવાની ભુલ કરશો તો તે તમારી સાથે નકામો તર્ક કરશે. તમે જરૂરથી તેનું સારું વિચારી રહ્યા હશો, પરંતુ તે તમારી વાતને ધ્યાનમાં લેશે નહીં. તેવામાં તમે પોતાનો સમય અને એનર્જી બરબાદ કરશો. આવા લોકો માટે સમય કાઢવો જોઈએ નહીં. સમયની ઠોકર તેમને ઘણું બધું શીખવી શકે છે. ઘણી વખત તો તેઓ સમય પાસેથી પણ કંઈ શીખી શકતા નથી.

ખરાબ ચરિત્ર વાળા

જે વ્યક્તિની પાસે ચરિત્ર નથી, હોતું તેની પાસે કંઈ નથી હોતું. આવા વ્યક્તિ ક્યારેય ભરોસાને લાયક હોતા નથી. આવા લોકોથી દુર રહેવામાં જ સમજદારી છે. જો તમે ચરિત્રહીન વ્યક્તિની સાથે દેખાવ છો તો તમારી છબી પણ ધુળમાં મળી જાય છે. પાપી અને અધર્મી લોકો હંમેશા બીજાને પણ આ કાદવમાં ધકેલવાની કોશિશ કરે છે. એટલા માટે આવા લોકોથી દુર રહેવામાં જ આપણી ભલાઈ છે.

કારણ વગર દુઃખી રહેતા

ચાણક્યનું કહેવું છે કે જે વ્યક્તિ હંમેશા અસંતુષ્ટ રહે છે. કોઈને કોઈ વાતને લઈને દુઃખી રહેતો હોય છે, તેની મદદ ભગવાન પોતે પણ કરી શકતા નથી. કારણ વગર દુઃખી રહેતા લોકો હકીકતમાં બીજાની પ્રગતિથી ઈર્ષા કરતા હોય છે. આવા લોકો ઈર્ષા ભાવ રાખે છે અને આગળ વધવા વાળા લોકોને પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. આવા લોકોની મદદ કરવાની કોશિશ પણ કરવામાં આવે તો તેઓ ફક્ત તમારો ફાયદો ઉઠાવશે અને ત્યારબાદ તમને છોડી દેશે. તેનાથી તમારું જ નુકસાન થશે, એટલા માટે આવા લોકોને ક્યારેય પણ મદદ કરવી જોઈએ નહીં.