સવારે પુજાપાઠ કર્યા બાદ ભુલથી પણ આ ૪ કામ કરવા જોઈએ નહીં, પુજાપાઠનું કોઈ ફળ મળતું નથી

Posted by

ભગવાનની પુજા કરવી દરેક મનુષ્યનું કર્તવ્ય હોય છે અને દરેક મનુષ્ય ભગવાનની પુજા કરે છે, જેથી તેના જીવનમાં તેને સારા પરિણામ જોવા મળે અને ભગવાનની ભક્તિ જોવા મળે તથા ભગવાનના ચમત્કાર તેને પોતાના જીવનમાં જોવા મળે. જો તમે પણ ભગવાનના પુજા પાઠ માં વિશ્વાસ રાખો છો તો તમારે ભગવાનના પુજા પાઠ કર્યા બાદ અમુક કાર્ય ભુલથી પણ કરવા જોઈએ નહીં. જો તમે આ કાર્ય કરો છો તો તમને પોતાના પુજા પાઠનું ઉલટુ ફળ મળે છે અને તમને તેનો સફળ પરિણામ જોવા મળતું નથી, પરંતુ તમે પોતાના જીવનમાં જેટલા પણ કાર્ય કરો છો તેમાં તમારી સફળતા અટકી જાય છે. એટલા માટે તમારે પુજા પાઠ કર્યા બાદ અમુક કાર્ય કરવાથી બચવું જોઈએ. તો ચાલો આજે અમે તમને તે કાર્યો વિશે જણાવીશું જેને તમારે પુજા પાઠ કર્યા બાદ બિલકુલ પણ કરવા જોઈએ નહીં.

Advertisement

જો તમે હનુમાનજીની અથવા અન્ય કોઈ ભગવાનની પુજા કર્યા બાદ અથવા તો ભગવાન શિવજીના શિવલિંગ ઉપર જળ ચડાવ્યા બાદ તમારે ખોટું બોલવું જોઈએ નહીં. જો તમે ભગવાનની પુજા કર્યા બાદ ખોટું બોલવાનું કામ કરો છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી પુજા નિષ્ફળ થઈ જાય છે.

વળી બીજું કે પુજા કર્યા બાદ તમારે કોઈ પણ પ્રકારના માંસ મદીરાનું સેવન કરવાથી બચવું જોઈએ. કારણ કે પોતાના મનની તથા ઘરની સાત્વિકતા જાળવી રાખવા માટે તથા ઘરમાં સારી ચીજો લાવવા માટે પુજા કરેલી હોય છે અને ત્યારબાદ જો તમે માંસ અને મદીના નું સેવન કરો છો તો અથવા તો કોઈને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરો છો તો તમને પુજા નું ફળ બિલકુલ પણ મળતું નથી. તમને પોતાની પુજા નું સુખદ પરિણામ તમારી કુંડળી અને તમારા ઘરની અંદર જોવા મળશે નહીં.

ઘણા લોકોની આદત હોય છે કે પુરુષ પોતાને સર્વસ્વ માને છે. પુજા પાઠ કર્યા બાદ પણ ઘરની મહિલા પછી તે ભલે માતા હોય પત્ની હોય કે તેની બહેન હોય તેની ઉપર અત્યાચાર કરે છે. પુજાપાઠ કર્યા બાદ આ પ્રકારના અશુભ કાર્ય બિલકુલ પણ કરવા જોઈએ નહીં. પુજા પાઠ કર્યા બાદ જો તમે ઘરની મહિલાઓ સાથે લડાઈ ઝઘડો કરો છો તો તમારા જીવનની અંદર પ્રગતિ અટકી જાય છે. જીવનમાં બરબાદી જોવા મળે છે અને જોતજોતામાં તમે ગરીબી તરફ ધકેલાઈ જાઓ છો. પુજાપાઠ કર્યા બાદ ક્યારેય પણ મહિલાઓની સાથે અત્યાચાર કરવા જોઈએ નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આવી જ રીતે પુજા પાઠ કર્યા બાદ તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બની શકે એટલો તમે સંયમિત આહારનું સેવન કરો અને પુજા પાઠ કર્યા બાદ તમે ધાર્મિક કાર્ય તરફ લીન રહો. જો તમે પુજા પાઠ કર્યા બાદ ચુગલી કરવાનું કામ કરો છો અથવા તો કોઈના પ્રત્યે ઈર્ષા ભાવ રાખો છો તો તો આવું કરીને પણ તમે પોતાની પુજાને બરબાદી તરફ લઈ જાઓ છો. તમારી આવી પુજાનો સ્વીકાર પણ ભગવાન દ્વારા કરવામાં આવતો નથી. આ પ્રકારની પુજા તમને સર્વાધિક બરબાદી તરફ લઈ જાય છે.

આવી જ રીતે જો તમે મહાદેવની પુજા કરો છો તો પુજા કર્યા બાદ તમારે ભુલથી પણ પોતાના શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે એવી ચીજોનું સેવન કરવું જોઈએ નહીં. મસાલેદાર ભોજન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, એટલા માટે પુજાપાઠ કર્યા બાદ આવી ચીજોનું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. આવી ચીજોનું સેવન કરવાથી આવી ચીજોની ઉષ્ણતા તમારા પુજા પાઠને નષ્ટ કરી નાખે છે.

આવી જ રીતે પુજા પાઠ કર્યા બાદ તમે ઉભા થાવ છો અને તમારા દરવાજા ઉપર ગાય માતા આવે છે, કોઈ વ્યક્તિ ઉધાર માંગવા માટે આવે છે અથવા તો કોઈ વ્યક્તિ દાન માંગવા માટે આવે છે તથા કોઈ ભિખારી પોતાની ભુખ દુર કરવા માટે રોટલી માંગવા માટે આવે છે તો તેને ક્યારેય પણ નારાજ કરવા જોઈએ નહીં, પરંતુ પોતાના હિસાબથી દાન અવશ્ય આપવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે જો તમે આવી રીતે દાન કરો છો તો તમારા પુજા પાઠનો સ્વીકાર ભગવાન સ્વયં કરી લેતા હોય છે અને તમને પોતાના જીવનમાં સારા પરિણામ જોવા મળે છે. આવી રીતે કરવામાં આવેલી પુજાનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે અને આવી પુજા અનેક ગણી સફળ માનવામાં આવે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.