આ છે દુનિયાની સૌથી ખુબસુરત મહિલા ક્રિકેટરો, તેની સુંદરતા જોઈને લોકો ક્રેઝી બની જાય છે

Posted by

મહિલા ક્રિકેટે પાછલા અમુક વર્ષોમાં ઝડપથી દુનિયામાં પોતાની જગ્યા બનાવેલી છે. મહિલા ક્રિકેટરોનાં શાનદાર રમતની સાથો સાથ તેમની સુંદરતા એ પણ ફેન્સ ઉપર પોતાની છાપ છોડેલી છે. દુનિયાભરની ટીમો અને મહિલા ક્રિકેટર્સ હાલના દિવસોમાં ન્યુઝીલેન્ડમાં આયોજિત મહિલા વિશ્વ કપમાં ભાગ લઈ રહેલ છે. રમતનાં આ મહાકુંભમાં કુલ ૮ ટીમ ભાગ લઈ રહી છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં મહિલા ક્રિકેટરોએ પોતાના પ્રદર્શનથી બધા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરેલું હતું અને તેમની જીતમાં મહત્વનું યોગદાન આપેલ છે. તેમાં ઘણી ક્રિકેટર એવી છે, જે રમતની સાથો સાથ પોતાની સુંદરતાને લીધે પણ ફેન્સના દિલ ઉપર રાજ કરે છે. તો ચાલો જાણીએ દુનિયાની આવી ૧૦ મહિલા ક્રિકેટરો વિશે જે પોતાની સુંદરતા માટે મશહુર છે.

એલિસી પેરી

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસી પેરી મહાન ઓર રાઉન્ડર માં સામેલ છે. મહિલા ક્રિકેટરોમાં તેણે બેટિંગની સાથોસાથ બોલિંગ થી પણ ઘણી શાનદાર રમત બતાવેલી છે. ૩૧ વર્ષીય પેરી એ અત્યાર સુધીમાં ૫૨૨૫ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. સાથો સાથ ૩૦૮ વિકેટ પણ લીધેલી છે. તે દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટરમાં સામેલ છે.

સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની સૌથી લોકપ્રિય અને સ્ટાર ખેલાડીઓ માંથી એક છે. તેને ‘લેડીઝ સહેવાગ’ પણ કહેવામાં આવે છે. ડાબોડી ઓપનર બેટ્સમેન મંધાના વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરવા સિવાય પોતાની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. જુનિયર ક્રિકેટમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા વાળી સ્મૃતિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કરી ચુકેલ છે. ૨૫ વર્ષીય સ્મૃતિ અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટના મળીને ૪૭૦૦ થી પણ વધારે રન બનાવી ચુકી છે. તે ભારતીય ટીમ સિવાય બિગ બૈશ લીગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચુકી છે.

કાયનાત ઈમ્તિયાઝ

પાકિસ્તાનની ઓલ્ડ રાઉન્ડન કાયનાત ઈમ્તિયાઝ ૨૦૧૧માં આયર્લેન્ડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરેલું હતું. ૨૯ વર્ષીય કાયનાત ની ક્રિકેટ કારકિર્દી વધારે પ્રભાવી રહેલ નથી, પરંતુ સુંદરતાની બાબતમાં તેનો કોઈ જવાબ નથી.

સારા ટેલર

ઇંગ્લેન્ડની પુર્વ ક્રિકેટર અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સારા ટેલરે ત્રણ વર્ષ પહેલા ૨૯ વર્ષની ઉંમરમાં સન્યાસ લઈ લીધો હતો, પરંતુ સારા ઇંગ્લેન્ડના મહાન ક્રિકેટરો માંથી એક રહી ચુકેલ છે. તેને ૬૫૦૦ થી વધારે આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. સાથોસાથ વિકેટની પાછળ ૨૩૨ શિકાર પણ લીધેલા હતા. સારા ભરે હાલના દિવસોમાં ક્રિકેટથી દુર છે, પરંતુ આજે પણ તે દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટરો માંથી એક છે.

હોલી ફર્લિંગ

દુનિયાની સુંદર મહિલા ક્રિકેટરોમાં ઓસ્ટ્રેલિયાની હોલી ફર્લિંગનું નામ પણ સામેલ છે. ઝડપી બોલર ફર્લિંગ એ ક્વિંસલેન્ડ માં ૧૪ વર્ષની ઉંમરમાં ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું, જ્યાં તેણે સતત ૩ બોલમાં ૩ વિકેટ લઈને હેટ્રીક લીધી હતી. ફર્લિંગ ને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ની હોટ અને ગ્લેમરસ ક્રિકેટરના રૂપમાં ઓળખવામાં આવે છે. પોતાની શાનદાર બોલિંગ અને સુંદરતાને લીધે તેને નાની ઉંમરમાં જ પોતાના લાખો પ્રશંસકો બનાવી લીધા છે. હોલી એ ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું હતું અને તે વર્ષે મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ૧૦.૫૫ ની સરેરાશથી ૯ વિકેટ લીધેલી હતી.

ઈસાબેલ જોઈ

ઈસાબેલ જોઈસ આયર્લેન્ડ ક્રિકેટની સ્ટાર મહિલા ખેલાડી છે. તે જમણા હાથની બેટ્સમેન હોવાની સાથો સાથ ડાબા હાથથી બોલિંગ પણ કરે છે. તેણે ૧૯૯૯માં ભારત વિરુદ્ધ ડેબ્યુ કરેલું હતું. ૩૮ વર્ષીય ઈસાબેલ હવે રિટાયર્ડ થઈ ચુકેલ છે પરંતુ તેણે પોતાની ઓલ રાઉન્ડર રમતથી બધા લોકોને પ્રભાવિત કરેલ છે. તેણે ૧૯૩૯ આંતરરાષ્ટ્રીય રન બનાવવાની સાથો સાથ ૯૯ વિકેટ પણ લીધેલી છે. તેણે ૬૨ મેચમાં આયર્લેન્ડની કેપ્ટનશીપ કરેલી હતી. તે સુંદર મહિલા ક્રિકેટરોમાં સામેલ કરવામાં આવે છે.

તાનિયા ભાટીયા

ભારતીય ટીમની વિકેટકીપર બેટ્સમેન તાનિયા ભાટિયા એ પણ ખુબ જ ઓછા સમયમાં રાષ્ટ્રીય સ્તર ઉપર પોતાની ઓળખ બનાવી લીધેલી છે. તેણે અત્યાર સુધીમાં ભારત માટે ૧૫ વન-ડે મેચ અને ૪૯ ટી-૨૦ મેચ રમેલી છે. ઘરેલુ ક્રિકેટમાં તાનિયા પંજાબ માટે રમતી હતી. યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે તેની ટ્રેનિંગ કરેલી છે. તાનિયા પોતાની શાનદાર વિકેટકીપિંગ માટે ઓળખવામાં આવે છે.

મિતાલી રાજ

ભારતીય મહિલા ક્રિકેટનો સ્તંભ માનવામાં આવતી મિતાલી રાજ દુનિયાની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ છે. તેણે ઘણા વર્ષો સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કરેલ છે અને બેટિંગની સાથો સાથ ઘણા રેકોર્ડ પણ બનાવેલા છે. તેણે વન-ડેમાં ૬૦૦૦ કરતાં પણ વધારે રન બનાવેલા છે અને તેનો આ રેકોર્ડ હજુ સુધી કોઈ પણ ખેલાડી તોડી શકેલ નથી. તેને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર પણ મળી ચુકેલ છે.

સના મીર

સના મીર પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન રહી ચુકેલી છે. તે પાકિસ્તાન ક્રિકેટ ની સ્ટાર ખેલાડીઓ માંથી એક રહેલી છે. તેણે પોતાની કારકિર્દીમાં ૨૪૦૦ થી વધારે રન અને ૨૩૦ થી વધારે વિકેટ લીધેલી છે. તેને ૨૦૦૮નાં ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલીફાયરમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. સના મીર ની સુંદરતા પાછળ લોકો દીવાના છે. તેની અદાઓ ઉપર લાખો લોકો ફિદા થાય છે. તે પાકિસ્તાનની પહેલી મહિલા ક્રિકેટર છે, જેને ૨૦૧૩માં પીસીબી વુમન ક્રિકેટર ઓફ ધ યર નો ખિતાબ આપવામાં આવેલો હતો.

સુને લુસ

દક્ષિણ આફ્રિકાની કેપ્ટન ૨૬ વર્ષીય સુને લુસ હાલનાં સમયમાં મહિલા વિશ્વ કપ ૨૦૨૩માં તેમની કમાન સંભાળી રહેલ છે. તેણે ૯૨ વન-ડેમાં ૨૨.૮૩ ની સરેરાશ થી ૧૪૧૬ રન બનાવ્યા છે. તેનો સર્વાધિક સ્કોર ૮૩ રન છે. વન-ડે ક્રિકેટમાં તે ૬ અર્ધશતક લગાવી ચુકેલ છે. વળી તે બોલિંગ થી ૧૦૮ વિકેટ પણ લઈ ચુકેલી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૩૬ રન આપીને ૬ વિકેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *