શું પાકિસ્તાનમાં બૈન છે “શેરશાહ”? બોલીવુડની આ ફિલ્મો ઉપર પણ પાડોશી દેશે લગાવેલો છે પ્રતિબંધ

Posted by

હાલમાં જ રીલીઝ થયેલી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ “શેરશાહ”  ને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિકને આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાંથી એક કહેવામાં આવી રહી છે. તેની વચ્ચે ખબર આવી છે કે ફિલ્મ પાકિસ્તાનમાં બૈન થઈ ગઈ છે. તેની જાણકારી પાકિસ્તાની યુટયુબર  Ahmr Khokhar એ પોતાના યુટ્યુબ ચેનલ Mr. Ahmr દ્વારા આપી છે. તેમણે કહ્યું કે ભલે ફિલ્મ પાકિસ્તાનમાં બૈન હોય પરંતુ તે તેને જોવા ઈચ્છે છે. જોકે તેને લઈને કોઈ ઓફિશિયલ અપડેટ નથી કે ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થઈ છે કે નહીં. હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં કઈ મુવી હકીકતમાં બૈન થઈ ચુકી છે.

ફેન્ટમ

પોતાના કોન્ટ્રોવર્સલ કન્ટેન્ટને કારણે સૈફ અલી ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફેન્ટમ પાકિસ્તાનમાં બૈન થઈ ચુકી છે. આ હુસૈન ઝૈદી નાં નોવેલ  “મુંબઈ એવેન્જર્સ” પર બેસ્ડ હતી. જમાત ઉદ દાવા ચીફ હાફિઝ સઈદ એ પાકિસ્તાન સરકારને રિક્વેસ્ટ કરી હતી કે તેને બૈન કરવામાં આવે કારણ કે તે એન્ટી પાકિસ્તાન ફિલ્મ છે.

બેંગિસ્તાન

આ ફિલ્મ થી કરણ અંશુમાને ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું. રિતેશ દેશમુખ અને પુલકિત સમ્રાટ સ્ટારર બેંગિસ્તાન પણ પાકિસ્તાનમાં બૈન થઈ હતી. ટ્રેલર જોયા પછી જ દેશે તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રિતેશ દેશમુખે પાકિસ્તાન હાઈ કમિશનની અપ્રોચ કર્યું હતું અને જણાવ્યું હતું કે ફિલ્મમાં કરવામાં આવેલું વ્યંગ્ય પાકિસ્તાનની વિરુદ્ધ નથી. જોકે તેની કોઈ અસર થઈ નહીં.

એક થા ટાઇગર

સલમાન ખાનની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઇંગ છે. જો કે તેમની આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થઈ શકી નહીં. તેનું કારણ ફિલ્મની સ્ટોરી લાઈન હતી જે ભારતની રો અને પાકિસ્તાનની આઇએસઆઇ ઇન્ટેલિજન્સ એજન્સીની આસપાસ હતી.

રાંણા

ધનુષ, સોનમ કપુર અને અભય દેઓલની ફિલ્મ રાંઝણા પાડોશી દેશમાં રિલીઝ થઈ હતી નહીં. ફિલ્મની કહાની એક મુસ્લિમ છોકરી અને એક હિન્દુ છોકરા અને એક શીખ છોકરાની આસપાસ હતી. આ લવ ટ્રાએંગલ થી પાકિસ્તાન સેંસર બોર્ડને ઘણી મુશ્કેલી થઈ.

ભાગ મિલ્ખા ભાગ

“ભારતના ફ્લાઈંગ સિખ” મિલ્ખા સિંહ ની બાયોપિકને જોઈને તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને ભારતીય દર્શકોને ફિલ્મે ખુબ જ ઇન્સ્પાયર કર્યા. ફિલ્મનું બેક ડ્રોપ ઇન્ડિયા પાકિસ્તાનનાં પાર્ટીશન પર હતું. જો કે ફરહાન અખ્તર સ્ટારર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહી કારણ કે પાકિસ્તાનને લાગ્યું કે તેમાં તેમના દેશને સારી રીતે રજુ કરવામાં આવ્યો નથી.

ધ ડર્ટી પિક્ચર

ઉથની સિલ્ક સ્મિતા પર બેસ્ડ આ ફિલ્મ બોલિવુડ માટે ખુબ જ ગ્લેમરસ બોલ્ડ હતી. સિલ્કનો કિરદાર વિદ્યા બાલને નિભાવ્યો હતો અને ફિલ્મમાં નસીરુદ્દીન શાહ ઈમરાન હાશ્મી અને તુષાર કપુર જેવા અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા. ફિલ્મમાં અમુક ગ્લેમરસ સીન હતા અને તે ભારતમાં એ સર્ટિફિકેટની સાથે રિલીઝ થયા હતા. જોકે ફિલ્મનાં ગ્લેમરસ કન્ટેન્ટ થી પાકિસ્તાની સેન્સર બોર્ડને મુશ્કેલી થઈ અને રિપોર્ટ પ્રમાણે ત્યાંથી તેને વધારે ગ્લેમરસ જણાવીને બૈન કરવામાં આવી.

એજન્ટ વિનોદ

સૈફ અલી ખાન અને કરિના કપુર ખાનની આ ફિલ્મમાં પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએએસ ને ભારત વિરુદ્ધ બતાવવામાં આવી. રિલીઝના થોડા દિવસો પહેલા આ ફિલ્મ પાકિસ્તાનમાં બૈન થઈ. કારણ કે તેમાં પાકિસ્તાનનાં હાઇ કમાન્ડ્સ અને જાસુસને તાલિબાનને સપોર્ટ કરતા અને દિલ્હીમાં બોમ્બ પ્લાન્ટ કરતા બતાવવામાં આવ્યા.

તેરે બિન લાદેન

આ સટાયર ફિલ્મમાં પાકિસ્તાનના નેશનલ ડ્રીમને બતાવવામાં આવ્યું. જેણે અમેરિકા પહોંચવું છે. આ દરમિયાન ઘણી મજેદાર વસ્તુ થાય છે અને કહાની ઓસામા બિન લાદેન જેવા દેખાવા વાળા વ્યક્તિની આસપાસ છે. ભલે આ ભારતીય ફિલ્મ હતી પરંતુ તેમાં પાકિસ્તાની એક્ટર અલી ઝફર હીરો હતા. તેમ છતાં પણ ફિલ્મ બૈન થઈ ગઈ. કારણ કે એવું માનવામાં આવ્યું કે આ પાકિસ્તાન અને તેની એજન્સીનું અપમાન બતાવે છે.

લાહોર

૨૦૧૦માં રીલિઝ થયેલી આ બોલીવુડ સ્પોર્ટ્સ ફિલ્મ ઘણા ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ સુધી પહોંચી. તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા. ફિલ્મની કહાની એક ભારતીય અને એક પાકિસ્તાની કિક બોક્સર ની આસપાસ છે. જે એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે લડે છે. લાહોરનું બેગ્રાઉન્ડ બંને દેશોની પોલિટિકલ દુશ્મની પર આધારિત છે. પરંતુ ફિલ્મ બોક્સિંગ નાં સહારે દેશ વચ્ચે શાંતિને બતાવવાની કોશિશ કરે છે. જો કે પાકિસ્તાની સેન્સર બોર્ડે તેને રિલીઝ થવા દીધી નહીં. કારણ કે તેમને થોડા ડાયલોગ આપત્તિજનક લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *