ઈમરાન હાશ્મી પોતાના કેરિયરને પહેલી વેબ સીરીઝ લઇને આવી રહેલ છે. જે રીતે નેટફ્લિક્સ શાહરુખ ખાન સાથે મળીને આ શોનું પ્રમોશન કરી રહેલ છે એ વાતની જાણ તો તમને જરૂર હશે. છતાં પણ તમને જણાવી દઈએ કે આ સિરીઝ નું નામ “બાર્ડ ઓફ બ્લડ” છે. ગયા વર્ષથી તેની ચર્ચાઓ ચાલી રહી છે કારણકે તેના પ્રોડ્યુસર શાહરૂખ ખાનની પહેલી વેબ સિરીઝ છે. “બાર્ડ ઓફ બ્લડ” વિશે આજે એટલા માટે વાત કરવામાં આવી રહી છે કારણ કે તેનું ટ્રેલર આવી ગયેલ છે.
સિરીઝની પટકથા
ચાર ભારતીય ઈન્ટેલિજન્સ ઓફિસર છે, જેમને બલુચિસ્તાનમા આતંકવાદીઓએ પકડી લીધા છે. તેમનું માથું ધડથી કોઈપણ સમયે અલગ કરવામાં આવી શકે છે. તેવામાં ભારતમાં બેસેલ તે જાસૂસો નો હેન્ડલર તેમને સહી સલામત પરત લાવવા માંગે છે. આ મિશન માટે તેને ખૂબ જ હોશિયાર ટીમ જોઈએ છે જે આ સિક્રેટ મિશનને પાર પાડી શકે. આ એવું મિશન છે જે કાગળ પર હયાતી રાખતું નથી, મતલબ કે ટીમનો જો કોઈ સભ્ય પકડાઈ અથવા મરી જાય છે તો ઇન્ડિયા તેને પોતાનો જાસૂસ માનવાથી ઇનકાર કરી દેશે.
આ પરિસ્થિતિમાં ત્રણ લોકોની ટીમ તૈયાર થાય છે. આ ટીમનું સંચાલન કરશે પ્રોફેસર કબીર આનંદ ઉર્ફે અડોનીસ, જે એક કોલેજમાં સેક્સ પિયર વિશે ભણાવે છે. તેનું બલુચિસ્તાન અને ત્યાં ચાલી રહેલ બાબતો સાથે જુનુ કનેક્શન છે. તે પહેલા જાસૂસ હતો પરંતુ એક મિશન માં થયેલ ગરબડના કારણે તેને એજન્સી માંથી કાઢી નાખવામાં આવેલ હતો. કબીર માટે આ મિશન બે બાબતોથી મહત્વપૂર્ણ હતું, એક પર્સનલ અને બીજું પ્રોફેશનલ. તેણે પોતાના ઓફિસર્સ નો જીવ પણ બચાવવાનો છે અને પોતાનો અધુરો પ્રેમ પણ પરત લાવવાનો છે. આ લાલચમાં તે બે અન્ય જાસૂસો સાથે આ સફર પર નીકળી જાય છે, જેમાં તેના પરત આવવાની કોઈ ગેરંટી નથી હોતી.
આ સિરીઝમાં ઈમરાન હાશ્મીના સાથી જાસૂસો ના રોલમાં વિનીત કુમાર અને શોભિતા ધુલીપાલા કામ કરી રહ્યા છે. બલુચિસ્તાનમાં ફસાયેલા ઇન્ટેલિજન્સ ઓફિસર ના ઘરના કિરદારમાં “બ્યોમકેશ બક્ષી” ફેમ રજીત કપૂર છે. જે આતંકવાદી ના કારણે ઈમરાન નાં કેરેક્ટર કબીરની નોકરી ગઈ હતી, તેના રોલમાં જયદીપ અહલાવત છે. આ થઈ ગયા સિરીઝ ના મુખ્ય કલાકારો. આ કલાકારો સિવાય સિરીઝ માં સોહમ સાહ અને સાકીબ સલીમ જેવા કલાકારો મહેમાન કલાકાર તરીકે નજર આવશે.
કોણે બનાવેલ છે?
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બિલાલ સિદ્દીકી નું, જેમણે 2015માં “બાર્ડ ઓફ બ્લડ” નામથી લખવામાં આવેલ પુસ્તક પર આધારિત આ સિરીઝ છે. પછીનું નામ છે શાહરુખ ખાન, જેમણે આ સિરીઝમાં પૈસા લગાવેલ છે મતલબ કે તેઓ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ તેમના પ્રોડક્શનમાં એનાઉન્સ થનાર પહેલો ડિજિટલ પ્રોડક્ટ હતો. આવનારા દિવસોમાં તેમની “ક્લાસ ઓફ ૮૩” અને “બેતાલ” જેવી બે અન્ય નેટફ્લિક્સ સિરીઝ આવનાર છે.