ઠુકરાવેલી ફિલ્મોને અપનાવીને ખુબ જ નામ કમાયા હતા આ સિતારાઓ, મોટા સ્ટાર્સે કરી હતી મનાઈ

Posted by

ઘણીવાર એવું થાય છે કે ફિલ્મી સ્ટાર શૂટિંગની તારીખમાં ઉપલબ્ધ નથી રહી શકતા. તો ઘણીવાર એવું પણ થાય છે કે તેમને કોઈ સ્ક્રીપ્ટ પસંદ નથી હોતી. તેવામાં તેઓ ફિલ્મ કરવાની ના પાડે છે. વળી ઘણી વખત આ ફિલ્મી સિતારાઓને અમુક ફિલ્મોને ના કહેવું તેમને ખુબ જ ભારે પડી ગયું હતું. કાજોલે પણ કંઇક એવું જ કર્યું હતું. “ગદર” જે ખૂબ જ સુપરહિટ રહી હતી, તેમણે તેમણે તે ફિલ્મ કરવા માટેની ના કહી દીધી હતી. તેવી જ રીતે રાજા “હિન્દુસ્તાની” અને “દિલ તો પાગલ હે” મા ૯૦ના દશકની સૌથી હિટ રહેલી ફિલ્મો માં જુહી ચાવલાએ ના કહ્યું હતું. આજે તમને એવા ફિલ્મી સ્ટાર્સ વિશે જણાવીશું, જેમણે ના પાડેલી ફિલ્મોના કારણે કોઈ સ્ટાર બની ગયા.

સેફ અલી ખાન

“દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” ની લોકપ્રિયતા આજે પણ જોવા મળે છે. આ ફિલ્મને કર્યા પછી શાહરુખ ખાન એવરગ્રીન લવરબોય બની ગયા છે. તમને આ જાણીને હેરાની થશે કે શાહરુખ ખાન પહેલા આ ફિલ્મ સૈફ અલી ખાનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ સૈફ અલી ખાને આ ફિલ્મને એવું કહીને ઠુકરાવી હતી કે તે લવર બોય્સ તો લાગતા જ નથી.

ઋત્વિક રોશન

ફિલ્મ દિલ ચાહતા હૈ એક યાદગાર ફિલ્મ બની ગઈ છે. આમિર ખાને જે પાત્ર આ ફિલ્મમાં કરેલ છે, વાસ્તવમાં તે પાત્ર કરવા માટે સૌથી પહેલા રિતિક રોશનને ઓફર મળી હતી. પરંતુ ઋત્વિક રોશને તે કહી ને દિલ ચાહતા હૈ માટે ના પાડી હતી કે મલ્ટિસ્ટાર ફિલ્મોમાં તેમને કામ કરવું પસંદ નથી. એમ તો મલ્ટિસ્ટાર ફિલ્મ આમિર ખાન પણ નથી કરતા પરંતુ તેમણે આ ફિલ્મ કરવા માટે સહમતી આપી હતી.

કાજલ

ફિલ્મ ગદર એ અમિષા પટેલને આ સ્ટાર બનાવી દીધી. વળી અમીશા પટેલ પહેલા આ ફિલ્મ કાજલને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અમુક કારણોને લીધે કાજોલે આ ફિલ્મ કરવા માટે ના પાડી હતી. ત્યારબાદ અમિષા પટેલે તે ફિલ્મ કરવા માટે હા પાડી ત્યારબાદ જે થયું તે ઇતિહાસ બની ગયો.

કરીના કપૂર

હમ દિલ દે ચુકે સનમ સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ કરીના કપૂરની હતી. પરંતુ તેમણે મનાઈ કર્યા બાદ એશ્વર્યા રાયને આ ફિલ્મ મળી ગઈ. વળી પોતાની મહત્વકાંક્ષી ફિલ્મ રામલીલા માં લેવા ભણસાલી કરીનાને જ લેવા માગતા હતા, પરંતુ કરીના એ પાડી દીધું. ત્યારબાદ આ ફિલ્મમાં રણવીર અને દિપિકાની જોડી જામી ગઈ અને ફિલ્મ સુપરહિટ બની ગઈ.

જુહી ચાવલા

દિલ તો પાગલ હે અને રાજા હિન્દુસ્તાની લોકપ્રિયતા ક્યારે કોઇનાથી છૂપાયેલી રહી નથી. પહેલા તો આ બંને ફિલ્મો જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેમને રિજેક્ટ કરી. ત્યારબાદ કરિશ્મા કપૂરને આ બંને ફિલ્મો મળી ગઈ. કરિશ્માને તો નેશનલ એવોર્ડ પણ ફિલ્મ દિલ તો પાગલ હૈ માટે મળ્યો હતો. જુહી એ જણાવ્યું કે પોતાનો ઈગો ના લીધે તેણે આ ફિલ્મો પોતાના હાથથી જવા દીધી, જે ત્યારબાદ સુપરહિટ સાબિત થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *