ટાઈગર-૩ માં સલમાન ખાનને જોરદાર ટક્કર આપશે ઈમરાન હાશ્મી, બોડી જોઈને ચોંકી જશો, જુઓ તસ્વીરો

Posted by

હવે ફેન્સ ઈમરાન હાશ્મીનાં પોસ્ટર પર તેના વખાણ કરી રહ્યા છે અને તેના ૬ પેક એપ્સ જોઈને દિવાના થઈ રહ્યા છે. સલમાન ખાન સ્ટારર “ટાઈગર ૩” માં ઇમરાન વિલનનાં રોલમાં નજર આવશે. ઈમરાન હાશ્મી છેલ્લા થોડા મહિનાથી જીમ ઘણો પસીનો વહાવી રહ્યા છે. તે અપકમિંગ ફિલ્મ “ટાઈગર ૩” માટે જબરજસ્ત રીતે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા છે. તેની સાબિતી તેની લેટેસ્ટ ફોટો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ છે.

ઇમરાન કઈ રીતે મહેનત કરી રહ્યા છે એની ઝલક તેણે પોતાની શર્ટલેસ ફોટામાં જણાવી છે. જીમ ની આ પિક્ચર તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઇ ફેન્સ ઘણા ઈમ્પ્રેસ છે. ફોટા પર એક્ટરે કેપ્શન આપ્યું, ” આ તો માત્ર શરૂઆત છે!!!”

૬ પેક એપ્સ જોઈ લોકો દિવાના થયા

હવે ફેન્સ ઈમરાન હાશ્મીનાં પોસ્ટ પર તેના વખાણ કરી રહ્યા છે અને તેમના તેના ૬ પેક એપ્સ જોઈને દિવાના થઈ રહ્યા છે. જણાવી દઇએ કે સલમાન ખાન સ્ટારર ટાઈગર-૩ માં ઇમરાન વિલનનાં રોલમાં નજર આવશે.

૨૩ જુલાઇથી શુટિંગ શરૂ થશે

સલમાન અને કેટરીના કૈફ ૨૩ જુલાઇથી મુંબઈમાં ટાઈગર-૩ ની શુટિંગ માટે તૈયાર છે. આ શિડ્યુલમાં તેમને ઈમરાન હાશ્મી પણ જોઈન કરશે. રિપોર્ટ પ્રમાણે તો ઇમરાન ફિલ્મનાં ટકરાવ વાળા મહત્વનાં સીન શુટ કરશે.

મેકર્સ ને વિલન માટે ઇમરાન પરફેક્ટ લાગ્યા

ઈ-ટાઈમ્સ સાથે વાતચીતમાં એક સુત્રએ જણાવ્યું હતું કે મેકર્સને વિલન માટે ઇમરાન એકદમ પરફેક્ટ લાગ્યા. આ થ્રિલર ત્યાંથી આગળ વધશે, જ્યાં શાહરુખ ખાન સ્ટારર “પઠાણ” ની કહાની સમાપ્ત થશે. પઠાણમનાં ક્લાઇમેક્સ માટે સલમાને કેમિયો શુટ કર્યો છે.

“ચહેરે” માં પણ ઇમરાન નજર આવશે

ટાઈગર-૩ સિવાય ઈમરાન હાશ્મી “ચહેરે” પણ જોવા મળશે. ડાયરેક્ટર રૂમી જાફરીની આ મિસ્ટ્રી થ્રિલર ૩૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે એવું થઈ શક્યું નહીં. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુ કપુર, રઘુવીર યાદવ, રીયા ચક્રવર્તી જેવા એક્ટર પણ મુખ્ય રોલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *