ટાઇગર શ્રોફે મુંબઈનાં સૌથી મોંઘા વિસ્તારમાં લીધું પોતાનું ઘર, બાલ્કની માંથી દેખાય છે અરબ સાગરનો નજારો

Posted by

બોલીવુડમાં અઢળક પૈસા છે. ખાસ કરીને જો તમે એક સફળ એક જ છો તો તમારી પાસે પૈસાની કોઇ કમી રહેતી નથી. જ્યારે વધારે પૈસા આવે છે, તો સેલિબ્રિટી બેફામ તેનો ખર્ચ કરે છે. તેમની લાઇફ સ્ટાઇલ પણ ખુબ જ આલીશાન રહે છે. તે પોતાના માટે એક શાનદાર ઘરની ખરીદી કરે છે. જેકી શ્રોફના દિકરા ટાઇગર શ્રોફ પણ એક એવા કલાકાર છે, જે ફિલ્મોનાં માધ્યમથી અઢળક પૈસાની કમાણી કરે છે.

ટાઈગરે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૧૪માં “હીરોપંતી” ફિલ્મ થી કરી હતી. ત્યારબાદ તેઓ બાગી 1-2-3, ધ ફ્લાઈંગ જાટ, વોર, મુન્ના માઇકલ અને સ્ટુડન્ટ ઓફ ધ યર-2 જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે સિવાય તેઓ બ્રાન્ડ પ્રમોશન અને ઈવેન્ટ વગેરેમાંથી પણ ખુબ જ સારી કમાણી કરે છે. ટાઈગર અત્યાર સુધીમાં કાર્ટર રોડ ઉપર એક બિલ્ડિંગમાં ભાડાના મકાનમાં રહેતા હતા. પરંતુ હવે પૈસા આવતાની સાથે જ તેમણે પોતાના માટે એક શાનદાર ઘર ખરીદી લીધું છે. તેમનું આ નવું ઘર મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં છે.

હકીકતમાં ટાઇગર શ્રોફ પોતાનું નવું ઘર મુંબઈના ખાર વેસ્ટ માં રુસ્તમજી પેરામાઉન્ટ માં લીધું છે. આ વિસ્તાર મુંબઈનો સૌથી મોંઘો વિસ્તાર માનવામાં આવે છે. આ એક અલ્ટ્રા એક્સક્લુઝિવ અને સેફ ગેટેડ કોમ્યુનિટી છે. અહીંયા પણ તમને ઘણા એપાર્ટમેન્ટ જોવા મળી જશે.

ટાઈગર શ્રોફના એપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો તેમણે અહીંયા સૌથી મોંઘું અને સૌથી મોટું 8BHK વાળુ ઘર લીધું છે. આટલુ વાળુ આ મોટું ઘર લેવાનું કારણ તેમનો પરિવાર છે.

ટાઈગર પોતાના આ નવા ઘરમાં સમગ્ર પરિવારની સાથે રહે છે. આ નવા ઘરમાં ટાઈગર ની સાથે તેના માતા-પિતા અને બહેન કૃષ્ણા શ્રોફ પણ રહે છે. આ ઘર અંદરથી દેખાવમાં ખુબ જ સુંદર છે.

તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ટાઈગરે જોન અબ્રાહમના ભાઈ એલન પાસે ડિઝાઇન કરાવેલ છે. એલન આ પહેલાં પણ ઘણા સેલિબ્રિટીનાં ઘર ડિઝાઈન કરી ચુકેલ છે.

ટાઈગરનાં આ લક્ઝરી એપાર્ટમેન્ટમાં જીમ, ગેમ રૂમ, સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેના કોમ્પ્લેક્સ માંથી અરબ સાગરનો સુંદર નજારો સ્પષ્ટ જોવા મળી શકે છે. આ જગ્યા એટલી સારી છે કે અહીંયા રહેવાનું સપનું ઘણા સેલિબ્રિટી જુએ છે.

રાની મુખરજી, મેધા ઘઈ પુરી, દિશા પાટણી થી લઈને હાર્દિક પંડ્યા – કુણાલ પંડ્યા સુધીના ઘણા સિતારાઓ અહીંયા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ચુકેલ છે. ટાઈગરનાં ઘરમાં એન્ટર થતાની સાથે જ એક ખુબ જ સારી ફીલિંગ આવે છે. અહીંયાનું વાતાવરણ દિમાગને રિલેક્સ કરી દે છે.

કામની વાત કરવામાં આવે તો ટાઇગર શ્રોફ ને છેલ્લી વખત બાગી-3 માં જોવામાં આવેલ હતા. થોડા સમય પહેલા જ તેમનું ૧૫ ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર વંદે માતરમનું રીપ્રાઈઝ્ડ વર્ઝન રિલીઝ થયું હતું. આ સોંગમાં ટાઇગર શ્રોફે પોતાનો અવાજ આપ્યો હતો. તે ફેન્સને ખુબ જ પસંદ આવ્યું હતું. એટલું જ નહીં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટાઈગરનાં આ ગીતની પ્રશંસા કરી હતી.

વળી ટાઇગર શ્રોફ હાલમાં જ પોતાની આગામી ફિલ્મ “ગણપત” નું ટીઝર પણ શેર કર્યું છે. આ ટીઝરને શેર કરીને તેને જાણકારી આપી છે કે આ ફિલ્મ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨નાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *