ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કરાવ્યું ટોપ-લેસ ફોટોશુટ, બધી હદ પાર કરી નાંખી, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડ એક્ટર જેકી શ્રોફ ની દીકરી અને ટાઇગર શ્રોફ ની બહેન કૃષ્ણા શ્રોફ અવાર-નવાર ચર્ચામાં છવાયેલી રહે છે. કૃષ્ણા શ્રોફ ફિલ્મી પડદા થી દુર છે, પરંતુ તેની પોપ્યુલરીટી કોઈપણ બોલીવુડ સ્ટાર થી બિલકુલ ઓછી નથી. ક્યારેક પોતાની પર્સનલ લાઇફને કારણે તો ક્યારેક પોતાના ગ્લેમરસ ફોટોશુટ દ્વારા કૃષ્ણા શ્રોફ છવાયેલી રહે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે. કૃષ્ણા શ્રોફ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક એવી તસ્વીરો શેર કરવામાં આવી છે, જેમાં તે ટોપલેસ નજર આવી રહી છે.

કૃષ્ણા શ્રોફ દ્વારા આ ફોટોશુટ એક મેગેઝિન માટે કરવામાં આવ્યું છે. તસ્વીરમાં કૃષ્ણા શ્રોફ પોતાના હાથથી ઉપરના ભાગને ઢાંકતી રહેલી નજર આવી રહી છે અને તેણે નીચે બ્લેક પેન્ટ પહેરી રાખ્યું છે, જેના બટન ખુલ્લા છે. કૃષ્ણાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. અમુક ફેન્સ જ્યાં તેના આ ગ્લેમરસ અવતાર અને ફિટનેસને ખુબ જ પસંદ કરી રહ્યા છે, તો વળી બીજી તરફ અમુક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

જણાવી દઈએ કે પાછલા ત્રણ વર્ષથી કૃષ્ણા શ્રોફ ખુબ જ સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાના જલવા બતાવી રહી છે. કૃષ્ણા શ્રોફ એક ફિટનેસ ફિકર છે અને અવારનવાર તે પોતાના વર્કઆઉટ નાં વિડીયો તથા ફોટો શેર કરતી રહે છે. એટલું જ નહીં કૃષ્ણા એક બિઝનેસવુમન પણ છે. તે પોતાનું જીમ પણ ચલાવે છે. વર્ષ ૨૦૧૮માં કૃષ્ણાનાં ભાઈ ટાઈગર સાથે મળીને મુંબઈમાં જીમ ઓપન કર્યું હતું.

કૃષ્ણા શ્રોફ ની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો કૃષ્ણાની લવ લાઈફ ખુબ જ ઓપન રહેલી છે. પાછલા અમુક સમયથી કૃષ્ણા બાસ્કેટબોલ પ્લેયર ઈબન હ્યમસ ને ડેટ કરી રહી છે. ઈબન હ્યમસ અને કૃષ્ણા શ્રોફ એકબીજાના ખુબ જ સારા મિત્ર પણ હતા. બંનેની મુલાકાત જુહુનાં એક રેસ્ટોરન્ટમાં થઈ હતી. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. શ્રોફ ફેમિલી પણ હાલનાં દિવસોમાં આ સંબંધથી ખુશ છે, એટલું જ નહીં સમાચાર મળી રહ્યા છે કે બન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા છે. પરંતુ પાછલા વર્ષે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *