હનુમાન જયંતિનાં દિવસે બની રહ્યો છે ખાસ સંયોગ, તિજોરીમાં રાખી દો બસ આ નાની વસ્તુ, તિજોરી છલકાઈ જશે એટલા પૈસા આવશે

હનુમાનજી ભક્તો ઉપર તુરંત પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. તેમની પુજા-અર્ચના કરવાથી તેઓ તુરંત ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય છે. દર વર્ષે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. હનુમાનજીનાં ભક્ત આ દિવસે વ્રત રાખીને વિધિ-વિધાનથી પુજા આરાધના કરે છે. રામભક્ત હનુમાનજી ને સંકટમોચન નાં નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીની પુજા કરવાથી જીવનના બધા જ સંકટ અને કષ્ટ દુર થઈ જાય છે.

આ વખતે હનુમાન જયંતી ૧૬ એપ્રિલના રોજ આવી રહી છે. હનુમાન જયંતી શનિવારના દિવસે આવતી હોવાથી વિશેષ સંયોગ બની રહ્યો છે. હનુમાન જયંતિના શુભ મુહુર્તમાં તમે વિધિપુર્વક પુજા કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણીએ હનુમાન જયંતી પર ક્યારે શુભ મુહુર્ત છે અને કઈ વિધિથી પુજા કરવાથી આપણા જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ શકે છે.

આ વર્ષે હનુમાન જયંતી ૧૬ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યાને ૨૫ મિનિટ થી શરૂ થશે અને ૧૭ એપ્રિલ ૧૨ વાગ્યા ને ૨૪ મિનિટે ખતમ થશે. આ વખતે હનુમાન જયંતિની ખાસ વાત એ છે કે આ દિવસે રવિ અને હર્ષના યોગની સાથે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. હનુમાન જયંતીના દિવસે સવારે ૫:૫૫ વાગ્યા થી ૮:૪૦ મિનિટ સુધી રવિ યોગ બની રહ્યો છે. આ યોગમાં હનુમાનજીની પુજા કરવાથી અનેકગણું ફળ મળે છે સાથોસાથ આ યોગમાં જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તેમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.

પરેશાનીથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય

જો તમે કોઈ રોગથી પીડિત છો તો હનુમાન જયંતીના દિવસે હનુમાન મંદિરમાં ઘી માં સિંદુર ઉમેરીને હનુમાનજીને લેપ લગાવવો જોઈએ. આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે.

જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યા છો તો તમારે હનુમાન જયંતીના દિવસે સફેદ કાગળ ઉપર સ્વસ્તિકનું ચિન્હ બનાવીને તેને હનુમાનજીને અર્પિત કરવું. ત્યારબાદ તેને પોતાના ઘરની તિજોરીમાં રાખી દેવું. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ રૂપિયા પૈસાની કમી રહેશે નહીં અને તમારું ઘર ધન-ધાન્યથી હંમેશા ભરેલુ રહેશે.

જો કોઈ કન્યાના વિવાહ નથી થઇ રહ્યા તો હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના પગમાં સિંદુર ચઢાવવું. ત્યારબાદ તે સિંદુરનું તિલક પોતાના કપાળ ઉપર લગાવવું અને હનુમાનજીની સામે હાથ જોડીને જલ્દી વિવાહ ની મનોકામના કરો. આવું કરવાથી ખુબ જ જલ્દી વિવાહના યોગ બને છે.

જો તમે પારિવારિક કલેશ થી પરેશાન છો તો હનુમાન જયંતીના દિવસે શુભ મુહુર્તમાં સરસવનાં તેલમાં સિંદુર ઉમેરીને ઘરના દરેક રૂમમાં દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં હંમેશાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.