ચીની એપ્લિકેશન ટીકટોક હાલના દિવસોમાં ખૂબ જ વિવાદોમાં ફસાયેલી છે. તેના પર બનતા કન્ટેન્ટ પર ભારતમાં ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. હાલમાં જ એક ટીકટોક અને યૂટ્યૂબ વચ્ચે ઇન્ટરનેટ જંગ જોડાઈ હતી, જેના કારણે આ મામલો વધારે વાયરલ થયો હતો. ઘણા બધા લોકો પોતાના મોબાઇલમાંથી ચાઈનીઝ એપને ડીલીટ કરવા લાગ્યા છે. જોકે લોકો તેનું એક અલ્ટરનેટ પણ સર્ચ કરી રહ્યા છે. તેવામાં તે લોકો માટે Mitron એક એકદમ પરફેક્ટ રહેશે. Mitron એક ભારતીય એપ છે જેમાં તમે ટીકટોક ની જેમ જ શોર્ટ વિડીયો ક્રિએટ, એડિટ અને શેયર કરી શકો છો. આ એપ ટીકટોક ને ઇન્ડિયન માર્કેટમાં જોરદાર ટક્કર આપી રહી છે.
૫૦ લાખથી વધારે ડાઉનલોડ
Mitron એપને તમે ગુગલના પ્લે સ્ટોર માંથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ એપને અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધારે લોકો પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી ચૂક્યા છે. એપને લૉન્ચ થયા અને હજુ અંદાજે ૧ જ મહિનો થયો છે. તેવામાં આટલા બધા ડાઉનલોડ થવા, મોટી સફળતાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને લોકડાઉન અને કોરોના મહામારીની વચ્ચે આ એપના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકો પોતાના ઘરમાં ખાલી બેસેલા છે, તો આ એપનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.
આ લોકોએ બનાવી Mitron એપ
ટીકટોક ની ટક્કર આપવા વાળી Mitron એપ ને મોબાઇલ માર્કેટિંગ એન્ડ ડેટા એનાલિટિક્સ કંપનીની Growth Bug દ્વારા બનાવવામાં આવેલ છે. આ કંપનીમાં કામ કરનાર દિપક અબોટ જણાવે છે કે ઇન્ડિયન વિડિયો શેરિંગ એપ Mitron સામાન્ય રીતે દરરોજ પાંચ લાખ લોકો ડાઉનલોડ કરે છે. Mitron શબ્દ નો અર્થ દોસ્ત માટે હોય છે. વળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સંબોધિત કરતા સમયે “મિત્રો” શબ્દનો ઉપયોગ કરે છે. એ વાતનો પણ આ એપને ફ્રી પબ્લિસિટી ના રૂપમાં ફાયદો મળી રહ્યો છે.
ટીકટોક ને મળી રહી છે જોરદાર ટક્કર
આ એપના ડેવલપમેન્ટનું કામ આઈઆઈટી રૂડકી ના છાત્રાએ કરેલ છે. જોવામાં અને કામ કરવામાં તે અમુક હદ સુધી ચીની એપ ટીકટોક જેવી જ છે. આ એપની યુએસપી પણ શોર્ટ વિડિયો કન્ટેન્ટ જ છે. અહીંયા યુઝર્સ શોર્ટ વીડિયોઝને સરળતાથી ઉપર અથવા નીચે સ્વાઇપ કરીને જોઈ શકે છે. તે સિવાય તેમાં વિશેષ યુઝરને ફોલો કરવાનું ઓપ્શન પણ આપવામાં આવેલ છે. જો તમે આ એપ પર પોતાનો વિડીયો પોસ્ટ કરવા માગો છો તો પહેલા Sign Up કરવાનું રહેશે. ત્યારબાદ એપ માં રહેલ ફિચર્સની સહાયતાથી તમે પોતાના વીડિયો બનાવી શકો છો. તેમાં વિડીયોને દિલચસ્પ બનાવવા માટે ઘણા પ્રકારના ફિલટર્સ અને ઇફેક્ટ્સ પણ આપવામાં આવેલા છે. તેની સાથોસાથ વીડિયોને એડિટ પણ કરી શકાય છે.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલાં જ ટ્વિટર પર #BanTikTok ટ્રેડ થઈ રહ્યું હતું. લોકોની માંગણી હતી કે ચાઈનીઝ એપને ખૂબ જલ્દી ભારતમાં બંધ કરી દેવામાં આવે. ફક્ત એટલું જ નહીં પરંતુ આ એપને લઈને લોકોનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેમણે ગુગલ પ્લે સ્ટોર પર ટીકટોકની રેટિંગ ૪.૦ થી ઘટાડીને ૧.૬ સુધી લાવી દીધી હતી. એક રિસર્ચ અનુસાર ભારતીય લોકો દરરોજના શોર્ટ વિડીયો એપ પર ૫.૫ બિલીયન કલાક વીતાવે છે.