Tik-Tok પર કેવી રીતે કમાઈ શકાય છે પૈસા? તમે પણ કમાઈ શકો છો

Posted by

બેકગ્રાઉન્ડમાં કપિલ શર્મા ના અવાજમાં કોમેડી અને સામે એક સામાન્ય વ્યક્તિનો ચહેરો, જે કપિલ શર્મા ની જેમ જ બોલી રહ્યો છે અથવા તો બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની કોઈ ફિલ્મનો ડાયલોગ અને સામે સ્ક્રીન પર શાહરૂખ ખાનની એક્ટિંગ કરતો એક સામાન્ય વ્યક્તિ. સામાન્ય રીતે જોવામાં આવે તો આ આ રીતે શૂટિંગ કરવું અને પછી વીડિયોને એડિટ કરવું ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે, જે દરેક વ્યક્તિ નથી કરી શકતો. પરંતુ એન્ડ્રોઈડ એપ્લીકેશન એ આ કામ ખૂબ જ સરળ બનાવી તથા લોકોના હૃદયમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે અને તે એપ્લિકેશન છે Tik-Tok.

આ એપ્લિકેશનમાં એક સામાન્ય વ્યક્તિ પોતાના નાના-નાના વિડિયો ક્લિપ બનાવે છે અને લોકો સાથે શેયર કરે છે. આ વીડિયોમાં ફોટો તો સામાન્ય વ્યક્તિ હોય છે પરંતુ અવાજ કોઈ સેલિબ્રિટી નો હોય છે. જેમકે તેમનો કોઈ ડાયલોગ હોઈ શકે છે અથવા તો કોઈ ગીત હોઈ શકે છે અથવા કોઈ ફિલ્મનો સીન હોઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ ફ્રી એપ્લિકેશન ચાઇનાની “બાઈટ ડાન્સ” કંપની દ્વારા બનાવવામાં આવેલ છે અને તે દુનિયાભરમાં ફેમસ બની ગયેલ છે.

Tik-Tok ને ચીની કંપની “બાઈટ ડાન્સ” દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૬ માં લોન્ચ કરવામાં આવેલ હતું. ૨૦૧૮ માં તે લોકો વચ્ચે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયું અને ૨૦૧૮ માં તે અમેરિકામાં સૌથી વધારે ડાઉનલોડ થતી એપ્લિકેશન બની ગઈ. તેની લોકપ્રિયતાનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતમાં તેને ૧૦૦ મિલિયનથી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવેલ છે. ઈકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દર મહિને લગભગ ૨૦ મિલિયન ભારતીય આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ એક્ટિંગ કરે અથવા તો કંઈક એવું કરે જેના લીધે તેઓ લોકોમાં પોપ્યુલર થાય અને Tik-Tok તેમનું આ સપનું પૂરું કરે છે. તેઓ અલગ-અલગ સેલિબ્રિટીના વિડીયો બનાવે છે અને લોકો તે વીડિયોને જોવે છે, ફોલો કરે છે, લાઈક કરે છે અને તેની સાથોસાથ જેમના ફોલોવર્સ મિલિયન્સ માં થઈ જાય છે તેઓ થોડા પૈસા પણ કમાવવા લાગે છે.

જો તમે ટીકટોક નો ઉપયોગ કરો છો તો તમે જાણતા જ હશો, જો ઉપયોગ નથી કરતા તો અમે જણાવીએ છીએ. Tik-Tok પર વિડીયો શેયર કરવા સિવાય લોકો તેના પર Live પણ આવે છે. જો તમે ક્યારે Tik-Tok પર Live વીડિયો જોયો હશે એ તો તમને ખ્યાલ આવશે કે, જે યુઝર Live હોય છે Viewers તેને કોમેન્ટ ની સાથે અમુક emoji પણ શેર કરે છે. જો તમે ક્યારેય ન જોયું હોય તો હવે જોઈ લેજો. જ્યારે કોઈ યુઝર Live થનાર વ્યક્તિને emoji મોકલે છે તો યોજના એકાઉન્ટમાં Coin જમા થવા લાગે છે. (નોંધ : તમે emoji ત્યારે જ મોકલી શકો છો, જ્યારે તમે તેને પહેલેથી ખરીદેલ હોય અથવા તમને કોઈ વ્યક્તિએ મોકલેલ હોય).

જો તમારા Tik-Tok માં ફોલોવર્સ વધારે નથી તો સૌથી પહેલા પોતાના ફોલોવર્સ વધારે લો. પછી તમે Tik-Tok પર Live આવો, હવે જ્યારે તમને કોઈ emoji મોકલે છે તો એ તમારા એકાઉન્ટમાં Coin તરીકે જમા થવા લાગશે. દરેક emoji નો રેટ અલગ હોય છે, જો તમે એ વિશે ન જાણતા હોય તો અહીંયા તેનો સ્ક્રીનશોટ આપવામાં આવેલ છે.

જ્યારે તમે Live આવો છો ત્યારે અમુક લોકો કોમેન્ટ કરશે, તો અમુક લોકો તમને emoji પણ મોકલશે. જ્યારે તમારા એકાઉન્ટમાં સારી એવી માત્રામાં ઈમોજી થઈ જાય ત્યારે તેને પૈસા માં કન્વર્ટ કરી ને Withdraw કરી શકો છો. અહીંયા આપેલ સ્ક્રીનશોટ માં જોઈ શકો છો કે કેટલાક કોઈન બરાબર કેટલા રૂપિયા થાય છે. જ્યારે તમને લાગે કે તમારી પાસે Withdraw કરવા માટે જરૂરી બેલેન્સ થઈ ગયું છે ત્યારે તમે પોતાના એકાઉન્ટમાં તેને ટ્રાન્સફર કરી શકો છો.

આ સિવાય Tik-Tok પર અવારનવાર Contest ચાલતા રહે છે, તેમાં ભાગ લઈને પણ તમે ઇનામ જીતી શકો છો. Contest માં ભાગ લેવા માટે તમારે જે વિષયનો Contest હોય તેને લગતો વિડિયો બનાવવાનો રહેશે અને તેમના દ્વારા જણાવવામાં આવેલ #tag સાથે શેયર કરી દેવાનો રહેશે. જો તમે Contest જીતો છો તો તમને ઇનામ મળશે અને તે Reward ને Withdraw પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *