ટીકટોક પર પ્રતિબંધ લગતા ની સાથે જ આ સ્વદેશી એપ ને લાગી ગઈ લોટરી, ૭૨ કલાકમાં ૫ લાખ વખત ડાઉનલોડ થઈ

Posted by

ગલવાન ઘાટીમાં ૨૦ શહીદોનો બદલો લેતા ભારત સરકારે ચીનને ડિજિટલ રૂપમાં જોરદાર ઝટકો આપ્યો છે. જેનાથી પાડોશી દેશ ગભરાઈ ગયો છે. ભારત સરકારે ચાઇના પર ડિજિટલ એર સ્ટ્રાઇક કરતા ટીકટોક સહિત ૫૯ એપ ને બૈન કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી દેશમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. તેની વચ્ચે ટીકટોક બંધ થવાથી એક સ્વદેશી કંપનીની કિસ્મત ચમકી ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ એમ ચિંગારી ની, જેના ડાઉનલોડ અચાનકથી વધી ગયા છે.

ગલવાન માં જે ચીન તરફથી દગાબાજી કરવામાં આવી હતી, તેના માટે ભારત કૂટનીતિક રીતે તેને એક પછી એક જટકા આવી રહ્યું છે. જેમાં સૌથી મોટો ઝટકો ચાઈનીઝ એપ ને બંધ કરવાનો છે. હકીકતમાં ચાઈનીઝ એપ બંધ થવાથી ચીનને ઘણું આર્થિક નુકસાન થશે, જેનો ગુસ્સો સ્પષ્ટ રીતે તેના ચહેરા પર નજર આવી રહ્યો છે. જણાવી દઈએ કે ભારત સરકાર તરફથી ચાઈનીઝ એપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વળી તેના સમર્થનમાં દેશવાસીઓમાં ખુશીની લહેર દોડી ગઇ છે.

સ્વદેશી એપ ચિંગારી ની કિસ્મત ચમકી

ચીની એપ ટીકટોક બંધ થવાથી ભારતીય ચિંગારી ની લોકપ્રિયતા વધી ગઈ છે, જેને મોટા મોટા લોકો પણ યુઝ કરી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર પાછલા ૭૨ કલાકમાં આ એપને લગભગ ૫ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવેલ છે. ફક્ત એટલું જ નહીં મજાની વાત એ છે કે આનંદ મહિન્દ્રા અને કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઈઝર (PEA) સંજીવ સાન્યાલ જેવા દિગ્ગજે પણ તેને ડાઉનલોડ કરવા માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્યારે બોયકોટ ચાઇના અભિયાન જોર પકડી રહ્યું છે, તો વિદેશી એપ “Mitron” પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. કુલ મળીને હવે ચાઇના એપ બૈન થયા તો એક વાત તો સ્પષ્ટ છે કે સ્વદેશીને તેનો ફાયદો મળશે અને લોકો તેનો ઉપયોગ પણ કરશે. જણાવી દઈએ કે ચિંગારી એ પણ ટીકટોક જેવી જ છે, પરંતુ તેના કન્ટેન્ટ બિલકુલ અલગ છે જેને તમે યુઝ કરી શકો છો. સૌથી મોટી વાત એ છે કે તે એક સ્વદેશી એપ છે.

ભારતનું પોતાનું ટીકટોક છે ચિંગારી


આનંદ મહિન્દ્રા ટ્વિટ કરીને લખ્યું હતું કે, મેં ટીકટોક ક્યારેય ડાઉનલોડ નથી કર્યું, પરંતુ મેં હાલમાં ચિંગારી ડાઉનલોડ કરી છે. જેને તમે પણ ડાઉનલોડ કરી શકો છો અને તે ભારતનું આપણું પોતાનું ટીકટોક છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાં ટીકટોક ભારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે હવે લોકોને અન્ય બીજા પ્લેટફોર્મની જરૃરિયાત છે. તેવામાં તેમના માટે ચિંગારી થી વધારે કોઈ સારો ઓપ્શન નથી.

તે સિવાય પીઇએ સંજીવ સાન્યાલે પણ ચિંગારી ની પ્રશંસા માં ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું ક્યારેય ટીકટોક સાથે જોડાયો નથી, પરંતુ ચિંગારીને ડાઉનલોડ કરેલ છે અને તે આપણું મજેદાર પ્લેટફોર્મ છે. જણાવી દઈએ કે મોટાભાગના દિગ્ગજ હવે ચિંગારી ડાઉનલોડ કરવાની સલાહ આપી રહ્યા છે.

શું છે ચિંગારી એપમાં ખાસિયત?

મીડિયા રિપોર્ટ્સના માનવામાં આવે તો આ એપ ની શરૂઆત બેંગ્લોરમાં સુમિત ઘોસ અને બિશ્વાત્મા નાયક દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવી હતી, જેને લગભગ અત્યાર સુધીમાં ૨૫ લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. મજેદાર વાત એ છે કે આ હિન્દી-અંગ્રેજી સહિત કુલ ૯ ભાષાઓમાં સુવિધા પ્રદાન કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંને લોકો તેને હવે એક સુપર એપ “Bharat” માં બદલવાની તૈયારી કરી રહ્યા છે, જેની સ્ક્રિપ્ટ સંપૂર્ણ રીતે લખવામાં આવી ચૂકી છે. યાદ અપાવી દઇએ કે આ એપ ૨૦૧૮ થી જ પ્લે સ્ટોરમાં છે પરંતુ હવે તેને વધારે ઓળખ મળશે અને તેનાથી આત્મનિર્ભર ભારત મિશનને વધારે ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *