તિલક કર્યા બાદ માથા પર ચોખા શા માટે લગાવવામાં આવે છે? જાણો તેનું ધાર્મિક મહત્વ

Posted by

હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ માંગલિક કાર્ય થાય છે તો તેની શરૂઆત તિલક દ્વારા કરવામાં આવે છે. પૂજા તહેવારથી લઇને લગ્ન સુધીની દરેક કાર્યક્રમમાં તિલકનો ઉપયોગ અવશ્ય થાય છે અને એક રીતે શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ તિલક લગાવવામાં આવે છે, ત્યારબાદ થોડા ચોખા પણ લગાવવામાં આવે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે તિલક લગાવ્યા પછી ચોખા કેમ લગાવવામાં આવે છે? શું છે તેની પાછળનું કારણ? આ પ્રશ્ન તમારા મગજમાં પહેલા ના આવ્યો હોય, પરંતુ આજે તમને તેની પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને કારણો વિશે જણાવીશું.

વૈજ્ઞાનિક કારણ

વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવામાં આવે તો માથા પર તિલક લગાવવાથી મગજમાં શાંતી અને શીતળતા મળે છે. વળી ચોખા શ્રધ્ધાનું પ્રતિક છે. કાચા ચોખા થી પોઝિટિવિટી એનર્જી ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે પણ તમે કોઇપણ માંગલિક કાર્ય કરતા હોય તો ચોખા તમારા મનને સકારાત્મક કરવાનું કામ કરે છે. એ જ કારણને લીધે પૂજાવિધિમાં પણ ચોખાને અત્યાધિક પ્રયોગમાં પણ લેવામાં આવે છે.

ધાર્મિક મહત્વ

શાસ્ત્રો અનુસાર ચોખાનું મહત્વ જોઈએ તો તે એક શુદ્ધ અન્ન માનવામાં આવે છે. આપણે તેને કોઈ પણ સંકોચ વગર દેવી-દેવતાઓને ચઢાવી શકીએ છીએ. ચોખાને “અક્ષત” પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જેનો ક્યારેય “ક્ષય” એટલે કે નાશ ના થાય. બસ આ જ કારણને લીધે દરેક ખાસ અવસર પર ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. માં લક્ષ્મીને પણ ચોખા પ્રિય હોય છે. તેથી બધા ભોગ બનાવવામાં આવે છે ત્યારે તેમાં ચોખાની ખીર પણ બને છે.

ચોખા વગર અધૂરી છે પૂજા

જ્યારે પણ કોઈ પૂજા અને તિલકનો કાર્યક્રમ હોય છે ત્યારે ચોખાનું હોવું જરૂરી છે. શુદ્ધતાના પ્રતીક હોવાના કારણે પણ તે ચોખાનો ઉપયોગ પૂજામાં અને તિલક લગાવ્યા પછી માથા પર કરવામાં આવે છે.

નેગેટિવ એનર્જીને દૂર કરે છે

ચોખા પોતાની સકારાત્મક ઉર્જા માટે ઓળખવામાં આવે છે. તેવામાં તે આપણી આજુ બાજુની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાની તાકાત પણ રાખે છે. એ જ કારણ છે કે કુમકુમના તિલક સાથે ચોખા બંનેનો પ્રયોગ થાય છે .તેનાથી તેવી આશા કરવામાં આવે છે કે તિલકની ઉપર ચોખા લગાવવાથી તે આપણી આજુબાજુની દરેક નેગેટિવ ઊર્જા અને વિચારોનો નષ્ટ કરે છે. તેનાથી તમારા અને તિલક લગાવવા વાળા બન્ને વચ્ચે પ્રેમ વધે છે.

હવે તમે જાણી ગયા છો કે તિલક લગાવ્યા પછી ચોખા લગાવવાનું મહત્વ શું હોય છે. અમે આશા કરીએ છીએ કે તમે જ્યારે પણ તિલક લગાવો ત્યારે તેમાં ચોખાનો ઉપયોગ જરૂરથી કરવો. અમારી તમને આ જ સલાહ છે કે જ્યારે પણ ઘરમાં કોઈ માંગલિક કાર્યની શરૂઆત થાય તો તિલકની સાથે ચોખાનો પ્રયોગ અવશ્ય કરવો. જોઈએ તેનાથી તમારું કાર્ય કોઈપણ સંકટ વગર સંપન્ન થશે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તમારા સગા સંબંધીઓ સાથે જરૂર થી શેયર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *