ટાઇમ ટ્રાવેલરનો સૌથી મોટો દાવો, આ વર્ષે ધરતી પર થશે એલિયન્સની એન્ટ્રી, ટાઇમ ટ્રાવેલરે બતાવી “ભવિષ્યની તસ્વીર”

Posted by

હવે વધુ એક વ્યક્તિએ ટાઈમ ટ્રાવેલ કરવાનો દાવો કર્યો છે. એલેકઝાન્ડર સ્મીથ નામના વ્યક્તિનો દાવો છે કે વર્ષ ૧૯૮૧માં તે ટાઇમ ટ્રાવેલ કરીને ૨૧૧૮ માં ગયો હતો અને ત્યાંથી પરત ફર્યો હતો. ખાસ વાત એ છે કે સાબિતી નાં રૂપમાં ભવિષ્યની અમુક તસ્વીરો ખેંચીને તે પોતાની સાથે લઈ આવ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયેલ છે.

Advertisement

૨૧૧૮ સુધીમાં ધરતી પર આવી જશે એલિયન્સ

એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે અમેરિકામાં ખુફિયા એજન્સી સીઆઈએ નાં એક ટોપ સિક્રેટ મિશનને પુરું કરવા માટે વર્ષ ૧૯૮૧ માંથી ટાઈમ ટ્રાવેલ કરીને ૨૧૧૮ માં ગયો હતો. મારા વિચારથી આ ટાઇમ ટ્રાવેલ સાથે જોડાયેલ પહેલું મિશન હતું. ત્યાં જઈને મેં જોયું કે ૨૧૧૮ સુધીમાં ધરતી પર એલિયન્સ આવી ચુક્યા હતા. તે આપણાથી ખુબ જ વધારે સ્માર્ટ હતાં અને મનુષ્યને નુકસાન પણ પહોંચાડી રહ્યા હતા. તેઓ આ ધરતી પર રહેતા ન હતા, પરંતુ હંમેશા પોતાની દુનિયામાંથી ધરતી પર અવર-જવર કરતા હતા અને અલગ-અલગ દેશોનાં લિડર્સ સાથે સંપર્ક સાધતા હતા.

સ્મિથે ઇન્ટરવ્યુમાં બતાવી ભવિષ્ય ની તસ્વીર?

એટલું જ નહીં એલેક્ઝાન્ડર સ્મિથે એવું પણ જણાવ્યું હતું કે ૨૧૧૮ માં ત્રીજુ વિશ્વયુદ્ધ અમેરિકા અને નોર્થ કોરિયાની વચ્ચે થશે. પોતાના આ દાવાને સાચો સાબિત કરવા માટે એલેકઝાન્ડરે ઇન્ટરવ્યુમાં એક તસ્વીર પણ બતાવી હતી. જેમાં અમુક ઊંચી ઇમારતો નજર આવી રહી છે. એલેકઝાન્ડરનું કહેવું છે કે આ તસ્વીર ભવિષ્યમાંથી લેવામાં આવી છે. તસ્વીરમાં જોવા મળી રહેલી ચીજને ગ્રીન સ્કાયસ્ક્રેપર કહેવામાં આવે છે, જે ભવિષ્યમાં બનાવવામાં આવશે. તે સિવાય એલેકઝાન્ડર સ્મિથે એવું પણ કહ્યું હતું કે દુનિયાએ ભવિષ્યમાં જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું પડશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.