ટિપટૉપ મેકઅપ કરીને લગ્નમાં પહોંચી અમીર મહિલા, પછી ધીરેથી થેલીમાં ભરવા લાગી ભોજન, જુઓ વિડીયો

Posted by

જ્યારે પણ લગ્ન પાર્ટી અથવા કોઇ ફંકશનમાં જઈએ છીએ તો ભોજન ત્યાંની સૌથી મોટી હાઇલાઇટ હોય છે. ઘણા લોકો તો પાર્ટીમાં હળવા-મળવા, અન્ય લોકોને શુભેચ્છા આપવા નહીં, પરંતુ ફક્ત ભોજન ઝાપટવા માટે જતા હોય છે. વળી આજકાલ ની પાર્ટીઓમાં એકથી એક ચડિયાતા સ્વાદિષ્ટ વ્યંજન પણ રહે છે. આપણે એક જ જગ્યાએ અલગ-અલગ પકવાન ની મજા લઇ શકીએ છીએ. ઘણી વખત તો આ ભોજન એટલું સ્વાદિષ્ટ હોય છે કે ભરપેટ ભોજન કરવા છતાં પણ મન ધરાતું નથી. ત્યારે એવી ઇચ્છા થાય છે કે કાશ આપણે આ ભોજન ને પોતાની સાથે ટિફિનમાં પેક કરીને ઘરે લઈ જઈ શકીએ અને પછી જ્યારે ભુખ લાગે તો તેને ફરીથી ખાઈ શકીએ.

જો કે પાર્ટીમાં ભોજન પેક કરીને ઘરે લઈ જવું તે દરેક માટે શક્ય હોતું નથી. આવું કામ કરવામાં લોકોને શરમ આવે છે. તેઓ વિચારમાં પડી જાય છે કે જો આપણને આવું કરતા કોઈએ જોઈ લીધા તો લોકો શું કહેશે. સમાજમાં આપણું માન-સન્માન શું રહી જશે. જો કે અમુક લોકો આ બધી બાબતોનું ધ્યાન રાખતા નથી. જો તેમનું મન હોય તો તેઓ ભોજન પેક કરીને ઘરે લઈ જતા હોય છે. ભોજન પેક કરવા પાછળ પણ લોકોના અલગ-અલગ કારણો રહેતા હોય છે. જેમ કે ઘરના કોઈ સદસ્ય પાર્ટીમાં ન આવી શક્યા હોય તો તેના માટે તેઓ ભોજન પેક કરીને ઘરે લઈ જતા હોય છે. જેથી તેઓને ઘરે જઈને અલગથી ભોજન બનાવવું ન પડે.

વળી અમુક લોકો ભોજન બરબાદ કરવાનું પસંદ કરતા નથી. આજ-કાલની સિસ્ટમમાં ભોજનની ખુબ જ બરબાદ થાય છે. લોકો આટલા બધા પકવાન જોઈને પાગલ બની જતા હોય છે. તે પોતાની પ્લેટ માં ઘણું બધું ભોજન લઈ લેતા હોય છે અને બાદમાં ખતમ કરી શકતા નથી. એટલા માટે ભોજનની બરબાદીને રોકવા માટે અમુક લોકો પોતાની પ્લેટમાં બચેલું ભોજન સાથે પેક કરીને લઈ જાય છે. અમુક લોકો સારી નિયતથી ભોજન પેક કરે છે. તેઓ બહાર કોઇ ગરીબ, પોતાના કામવાળા અથવા ડ્રાઈવરને આપી દેતા હોય છે.

ભોજન કરવાને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં હાઈ કલાસ મહિલા પાર્ટીમાં રાખેલ ફળ પેક કરીને સાથે લઇ જઇ રહેલી જોવા મળી રહી છે. મહિલા દેખાવમાં ખુબ જ અમીર લાગે છે. તેના ડ્રેસ અને મેકઅપ પરથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેની પાસે પૈસાની કોઇ કમી નહીં હોય. પરંતુ તેમ છતાં પણ તે પાર્ટીનું ભોજન એક થેલીમાં પેક કરવા માટે ભીડ માં જાય છે. મહિલાની આ હરકત એક વ્યક્તિએ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

એક હાઈ કલાસ મહિલાની આ હરકત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમુક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે, તો અમુક લોકો તેને સોશ્યલ વર્ક સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. જેમકે બની શકે છે કે આ મહિલા કોઈ જરૂરિયાત મંદ લોકો માટે ભોજનની લઈ જઈ રહી હોય. હવે હકીકત શું છે એ તો એજ જાણે પરંતુ હાલમાં તમે આ વિડિયો જુઓ.

જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *