“ટાઈટેનિક” માં કામ કરીને સમગ્ર દુનિયાને બનાવી લીધી પોતાની દિવાની, ૨૪ વર્ષ બાદ કેટ વિંસલેટ ની સુંદરતામાં જરા પણ કમી આવી નથી

Posted by

બ્લોકબસ્ટર ફિલ્મ ટાઇટેનિક માં કામ કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ કેટ વિન્સલેટ ૪૫ વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ ૫ ઓક્ટોબર, ૧૯૭૫માં રીડિંગ, યુનાઇટેડ કિંગ્ડમમાં થયો હતો. લાઇફમાં ૩ લગ્ન કરવા વાળી કેટ ૩ બાળકોની માતા છે. તમને જણાવી દઈએ કે ૨૩ વર્ષ પહેલા આવેલી ટાઇટેનિક ફિલ્મે કેટ ને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. એટલું જ નહિ ડાયરેક્ટર જેમ્સ કેમેરોનની આ ફિલ્મને ૭૦માં એકેડમી એવોર્ડ્સ માં ૧૪ નોમીનેશન મળ્યા હતા. ફિલ્મનાં ખાતામાં બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડાયરેક્ટર સહિત ૧૧ એવોર્ડ આવ્યા હતા. જુઓ આ ૨૪ વર્ષોમાં કેટલા બદલાઇ ગયો છે કેટ નો અંદાઝ.

કેટ વિન્સલેટ એમી એવોર્ડ ૨૦૨૧ને લઈને ચર્ચામાં છે. હકીકતમાં કેટ એ આ વર્ષે આયોજિત ૭૩માં પ્રાઈમ ટાઈમ એમી એવોર્ડ્સમાં આઉટસ્ટેન્ડિંગ એક્ટ્રેસ નો ખિતાબ જીતી લીધો. કેટ ને આ એવોર્ડ તેમના હાલના વેબ સીરીઝ “Mare of Easttown” માં શાનદાર પરફોર્મન્સ માટે મળ્યો છે. મંચ પર એવોર્ડ લેવા પહોંચેલી કેટ નાં ચહેરા પર આ એવોર્ડને મેળવવાની ખુશી સ્પષ્ટ છલકી રહી હતી.

કેટ વિન્સલેટે તે સમયે દુનિયાભરના ફેન્સ વચ્ચે ઘણી ધુમ મચાવી દીધી હતી, જ્યારે તે ફિલ્મ ટાઇટેનિકમાં નજર આવી હતી. આ ફિલ્મમાં એક્ટર લિઓનાર્ડો-ડિ-ક્રેપીઓ સાથે તેમની જોડી દર્શકોને ઘણી પસંદ આવી. ફિલ્મમાં પોતાના ગ્લેમરસ કિરદારને લઈને કેટ ઘણી ચર્ચામાં છવાઈ. જોકે કેટ એ એક શો માં જણાવ્યું, ” હું ટાઇટેનિક નાં આવ્યા બાદથી સેલ્ફ પ્રોટેક્ટિવ મોડ માં ચાલી ગઈ હતી. હું પોતાને લઈને ઘણું બધું વિચારી રહી હતી કે પોતાના પર શંકા કરી રહી હતી. મારી ઘણી આલોચના થઈ અને બ્રિટિશ પ્રેસે મારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું. કેટ એ એવું પણ કહ્યું હતું કે હું ઈમાનદારીથી કહું તો મને એવું  લાગતું હતું જેમ કે મને ટ્રોલ કરવામાં આવી રહી છે. મને યાદ છે, હું વિચારતી હતી કે આ ઘણું  ભયાનક છે. કાશ આ જલ્દી સમાપ્ત થઈ જાય. તે બધું સારું થઇ ગયું, પરંતુ તેનાથી મને એ સમજ આવ્યું કે ફેમસ થવું શું હોય છે. હું ફેમસ થવા માટે તૈયાર ન હતી જરા પણ નહીં.”

૧૩૩૩ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ટાઇટેનિકની શુટિંગ કરવું સ્ટાર્સ માટે ઘણું મુશ્કેલીભર્યું કામ હતું. ફિલ્મની સ્ટારકાસ્ટ અને ક્રુ ને ઘણા મહિના સુધી પાણીમાં જ શુટિંગ કરવી પડી હતી. શુટિંગ દરમિયાન કાસ્ટ અને ક્રુ મેમ્બર કોઈ રહસ્યમય બીમારીના શિકાર થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મની શુટિંગ દરમિયાન ટાઇટેનિક માત્ર ૩ ફુટ પાણીમાં ડુબી હતી. વળી ઘણા જ ઓછા લોકો જાણે છે કે ફિલ્મમાં કેટ નો સમુદ્રમાં ડુબવા વાળો જે સીન છે, તે ખરેખરમાં એક બાથ ટબમાં શુટ કરવામાં આવ્યો હતો. રોમાન્ટિક ડ્રામા થી ભરેલી આ ફિલ્મ આરએમએસ ટાઇટેનિક નાં ડુબવાની સાચી ઘટના પર આધારિત હતી.

જણાવી દઈએ કે બ્રિટનનું યાત્રી જહાજ ટાઇટેનિક તે સમયનું દુનિયાનું સૌથી મોટું જહાજ હતું. જેને ક્યારેય પણ ન ડુબવા વાળું જહાજ કહેવામાં આવતું હતું. જોકે આ વાત ખોટી સાબિત થઇ અને ૧૦ એપ્રિલ, ૧૯૧૨ માં શરૂ થયેલા પોતાની પહેલા સફર દરમિયાન જ ટાઇટેનિક ઘટનાનો શિકાર થઈને ઉત્તરી એટલાન્ટિક સાગરમાં ડુબી ગયું હતું. આ ઘટનામાં ૧૫૧૩ લોકોનું નિધન થયું હતું. જહાજ નો પહેલો કાટમાળ ૭૫ વર્ષ પછી ૨૭ જુલાઈ, ૧૯૮૭માં કાઢવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *