તો શું કોરોના થી દેશમાં ઓછો થઈ ગયો છે મૃત્યુ દર?

Posted by

લોકડાઉનને કારણે ભારતમાં ફક્ત કોરોના વાયરસના મામલામાં જ ઘટાડો નથી થયો પરંતુ મૃત્યુ દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે વાહનોની અવરજવર બંધ છે. જેમાં સડક દુર્ઘટનામાં પણ લોકો મૃત્યુ પામી રહ્યા નથી. ભારત તે દેશોમાં સામેલ છે જ્યાં સૌથી વધારે સડક દુર્ઘટના થાય છે. તે સિવાય રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે લોકો પોતાના ઘર સુધી સીમિત થઈ ગયા છે. જેનાથી અપરાધિક ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. પ્રદૂષણની કમીને કારણે પણ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે.

Advertisement

અમૃતસરમાં મૃત્યુના મામલામાં ઘટાડો

અમૃતસરમાં શિવપુરી સ્મશાન ઘાટમાં કામ કરવાવાળા ધર્મેન્દ્ર જણાવ્યું હતું કે લોકડાઉન પહેલાં અહીંયા દરરોજ ૨૫ થી ૩૦ શબ લાવવામાં આવતા હતા. પરંતુ હવે તે સંખ્યા ૧૦ થી ૧૫ રહી ગઈ છે. આવી રીતે જ અમૃતસરની નાગર નિગમ આયુક્ત કોમલ મિતલે કહ્યું હતું કે લોકડાઉનને કારણે શહેરમાં સડક દુર્ઘટનાઓ અપરાધિક ઘટનાઓ પરસ્પર ઝઘડાઑ અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આવ્યો છે. સંભવ છે કે તેના કારણે મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે.

દેશભરમાં પણ ઘટયો મૃત્યુદર

હકીકતમાં ઈમરજન્સી રૂમનાં ડોક્ટરો અને અધિકારીઓને લાગે છે કે લોકડાઉનને કારણે સડક અને રેલ દુર્ઘટનાઓમાં કોઈ મૃત્યુ થઈ રહ્યા નથી. ઘણા શહેરોમાં મૃત્યુ દરમાં લોકડાઉનને કારણે ઘટાડો આવ્યો છે. મુંબઈમાં માર્ચ મહિનામાં મૃતકોની સંખ્યામાં પાછલા વર્ષની સમાન અવધિના મુકાબલે ૨૧% ઘટાડો થયો છે. વળી ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં માર્ચ મહિનામાં પાછલા વર્ષના મુકાબલે ૬૭% ઓછી મૃત્યુ થયેલ છે. દિલ્હીમાં પણ સડક દુર્ઘટનામાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *