આજનું રાશિફળ ૧ માર્ચ : આજે આ ૬ રાશિવાળા લોકોએ સાવધાન રહેવું, મોટું નુકસાન થવાની પુરી સંભાવના છે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમને અમુક સારી ઓફર મળી શકે છે. તમે પોતાના કોઈ ન્યાય સંબંધી મામલામાં સાવધાન રહો, નહીંતર તે મામલો લાંબા સમય સુધી લટકી શકે છે. તમે પોતાના ઘર પરિવારમાં જવાબદારીઓને ખુબ જ સારી રીતે નિભાવશો, જેનાથી પરિવારના બધા જ સદસ્ય તમારાથી પ્રસન્ન રહેશે. પોતાની આર્થિક સ્થિતિને ઉત્તમ બનાવવા માટે તમે કઠોર પરિશ્રમ કરવાના છો. ધ્યાન રાખો કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. સમુહમાં સામેલ થવું દિલચસ્પ રહેશે, પરંતુ મોંઘુ પણ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ

આજે તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે, જે તમારા જીવન માટે સહાયક બનશે નહીં. તે તમારાથી દુર થઈ જશે. તમારા પરિવારજનો સાથે તમે આનંદમાં દિવસ પસાર કરશો. તમારે કોઈ સંપત્તિની ખરીદી કરતા સમયે તેના નીતિ તથા નિયમોને યોગ્ય રીતે વાંચીને સહી કરવી જોઈએ, નહીંતર તમારાથી કોઈ ભુલ થઈ શકે છે. આત્મનિર્ભરતા તરફ પગલાં વધારશો. તમારા વર્તનને લીધે કોઈ સંબંધ ખરાબ થઈ જવાની સંભાવના છે.

મિથુન રાશિ

આજે તમે ખાસ રૂપથી પોતાના પરિવારજનો અને પોતાના પ્રેમીના વ્યવહારમાં સકારાત્મક પક્ષ ઉપર ધ્યાન આપો. આજનો દિવસ ઉત્તમ રૂપથી ફળદાયક રહેવાનો છે. તમારી આધ્યાત્મિક વિષયો પ્રત્યે રુચિ જાગૃત થશે. આજે મિત્રો અને પારિવારિક મિત્ર તમારો ઉત્સાહ વધારશે. પોતાના વ્યવસાયમાં તમે કોઈ નવો પ્રયોગ કરી શકો છો. નવું કામ કરતા સમયે સાવધાન રહો. ભાગીદારીમાં કોઈ કામ કરવાનો અવસર મળી શકે છે.

કર્ક રાશિ

સંતાન સંબંધી કોઈ મહત્વપુર્ણ કાર્ય આજે સંપન્ન થઈ શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણના માર્ગ મોકળા બનશે. તમારે એક લક્ષ્ય પ્રત્યે ચાલવાનું રહેશે, ત્યારે જ તે પુર્ણ થશે. ફાયદા સાથે જોડાયેલી વાતો અને નિર્ણય સમજી વિચારીને કરો. સામાજિક અને ભાવનાત્મક મામલામાં સફળતા મળશે. જે લોકો ઊર્જાના ક્ષેત્ર સાથે જોડાયને કામ કરે છે, તેમના વેપારમાં સારો ઉછાળો આવશે. નોકરી કરતા લોકો આજે પોતાના કામમાં વધારે વ્યસ્ત રહેવાના છે.

સિંહ રાશિ

આજે ખર્ચમાં વધારો થઈ શકે છે. કરજ લેવું પડી શકે છે. પોતાની વિચારસરણીને કોઈપણ કારણને લીધે સીમિત રાખવી બિલકુલ પણ યોગ્ય નથી. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ ઋતુજન્ય બીમારી પ્રત્યે સતર્ક રહો. ખોટું બોલવાથી બચો. કારણ કે તેનાથી તમારા પ્રેમ સંબંધો બગડી શકે છે. તમારા અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન રહેશે. કોઈ અજ્ઞાત ભય અથવા ઉદાસીની ભાવના રહેશે. વેપાર પ્રગતિના પથ ઉપર અગ્રેસર બનશે. બોલવાની રીતમાં બદલાવ કરો અને ગુસ્સા ઉપર કાબુ રાખો. આજે તમારો આત્મવિશ્વાસ થોડો ડગમગી શકે છે.

કન્યા રાશિ

આજે લાભની સંભાવનાઓ ખુબ જ મજબુત રહેલી છે. આવક ના કોઈ નવા સ્ત્રોત મળવાની સંભાવના છે. કોઈ અન્ય વ્યક્તિની સલાહ ઉપર ચાલવાથી બચવાનું રહેશે. પતિ પત્નીની વચ્ચે વધારે વાદવિવાદ થવાથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. નકામી ચિંતાઓને કારણે મનમાં તણાવ વધશે અને કામમાંથી ફોકસ હટી જશે. અર્થવ્યવસ્થા બગડી શકે છે. ખરાબ સંગતથી બચીને રહેવું. ઓફિસમાં અચાનક કામનું દબાણ વધી શકે છે. અમુક લોકો તમારી મદદ કરવાથી અચકાઈ શકે છે.

તુલા રાશિ

આજે પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. પિતાનો સહયોગ મળશે. કોઈ વાતની ચિંતા કરવાને બદલે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. વેપારમાં પિતાના સહયોગથી તમારો ફાયદો વધી શકે છે. મન અશાંત રહેશે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું. બૌદ્ધિક કાર્યોઓથી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. અંગત મામલામાં પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાની રીત શોધવામાં આજે તમને પરેશાની ઉભી થશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા માટે લાભદાયક દિવસ છે. આર્થિક લાભ થવાની સાથોસાથ ભાગ્યમાં પણ લાભ મળશે. કામકાજનાં દ્રષ્ટિકોણથી પણ દિવસ તમારા માટે ખુબ જ મહત્વપુર્ણ રહેવાનો છે. જો તમે નોકરી કરો છો તો તમને આગળ વધવાનો સારો અવસર પ્રાપ્ત થઈ શકે છે. પાર્ટનરશીપ સાથે જ જોડાયેલા મામલા પર વાતચીત થશે. દિવસ થોડો પરેશાની ભરેલો રહી શકે છે. તમારે કોઈ ખોટી યોજનામાં પૈસા લગાવવાથી નુકસાની થઈ શકે છે, જેનાથી તમારે સાવધાન રહેવું.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકો પોતાની શક્તિને કામ ઉપર જ લગાવીને રાખે બાળકોની પ્રગતિથી તમે ખુશ રહેશો. અભ્યાસમાં રુચિ રહેશે. શૈક્ષણિક કાર્ય માટે યાત્રા પર જવું પડી શકે છે. રાજકીય પક્ષનો સહયોગ મળશે. નોકરીમાં પ્રગતિ ની સંભાવના રહેલી છે. નકામી વાતોમાં ધ્યાન આપવું નહીં. પૈસાની લેવડદેવડની બાબતોમાં સાવધાની રાખો. બની શકે છે કે તમને થોડું નુકસાન થઈ શકે છે. તમને નાના અંતરની યાત્રા પર જવાનો અવસર મળશે, જે તમારા માટે લાભદાયક રહેશે.

મકર રાશિ

આજે નોકરીમાં ઉચ્ચ અધિકારી તમને નવી જવાબદારી આપી શકે છે. ભાઈ બહેનોની સાથે તમારા સંબંધ સારા રહેશે. જીવનસાથી ને પર્યાપ્ત સમય આપી શકશો અને તમને એકબીજાને સમજવાનો એકવાર ફરીથી અવસર મળશે. આજે તમારી બધી જ ગેરસમજણ દુર કરવાની કોશિશ કરી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. કામને વધારવાનું નવું પ્લાનિંગ કરી શકો છો. દિવસ તમારા માટે અમુક ખાસ પરિણામ આપનાર રહેશે.

કુંભ રાશિ

આજે તમારા અમુક નવા શત્રુ ઉત્પન્ન થઈ શકે છે. જો કોઈના માટે મનમાં કડવાશ હોય તો તેને ક્ષમા કરો. તેનાથી તમારા કર્મ સારા બનશે. ક્રોધ તથા આવેશ વધારે રહેશે. નોકરીમાં ઓફિસરો સાથે મતભેદ થઈ શકે છે. ઓફિસમાં પરિવર્તન શક્ય છે. દરેક લોકો તમારી વાતને ધ્યાનથી સાંભળશે. આજે તમારા કામની પણ પ્રશંસા થશે. તમે પોતાના માતા-પિતા ને પુછીને કોઈ કામ કરશો તો તેમાં તમને સારો લાભ મળવાની સંભાવના છે.

મીન રાશિ

આજે તમને અમુક નવા અનુભવ થઈ શકે છે. નાના ભાઈ-બહેનોએ જીવનમાં અડચણનો સામનો કરવો પડશે અથવા તેમના સ્વાસ્થ્યમાં ગડબડ થવાની સંભાવના છે. વેપાર સાથે જોડાયેલા જાતકો જો કોઈ અટવાયેલા કાર્યને પુર્ણ કરવા માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તો આજે તેમાં સફળતા મળવાની પુરી સંભાવના છે. પૈસાની બાબતમાં દિવસ ખર્ચાળ રહેવાની સંભાવના છે. સહકર્મીઓ પાસેથી અપેક્ષા અનુસાર સહયોગ મળશે નહીં, પરંતુ ધીરજ ગુમાવવી નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *