આજનું રાશિફળ ૨ માર્ચ : ખોડિયાર માતાજીની કૃપાથી આજે ૬ રાશિઓની આવકમાં વધારો થશે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે

Posted by

મેષ રાશિ

આજે તમે અચાનક કોઈની મદદ કરવા માટે ઝડપથી સક્રિય બની જશો. પરિવારજનોની સાથે આનંદપુર્વક સમય પસાર થશે. વેપારના વિકાસ માટે દિવસ લાભદાયિક સાબિત થશે. ધનલાભના યોગ છે. તમે પુર્ણવિશ્વાસની સાથે નિર્ણય લેવામાં સક્ષમ બનશો અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. વ્યાપારિક ભાગીદારી અને સહયોગીઓ પ્રત્યે સન્માન રાખો. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે.

વૃશ્ચિક રાશિ

વૃષભ રાશિ વાળા અંગત મામલામાં કોઈ જોખમ ન લે. તમારે બધી મર્યાદાઓનો પણ સન્માન કરવાનું રહેશે. વેપારમાં લાભ અને આવકમાં વૃદ્ધિ થશે. ઉત્તમ ભોજન પ્રાપ્ત થશે. મિત્રોની સાથે રમણીય સ્થાન પર જઈ શકો છો. સ્ત્રી મિત્ર આજે વિશેષ સહાયક બનશે. નવા પ્લાનિંગ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમને પોતાના કાર્યમાં સફળતા મળવાના યોગ બનેલા છે. અનિયમિત દિનચર્યા ને કારણે તમે થોડા આળસુ અને થાકેલા મહેસુસ કરશો.

મિથુન રાશિ

આજે તમારે પડકાર સામે લડવા માટે તૈયાર રહેવું પડશે. જો કોઈના માટે મનમાં કડવાશ હોય તો તેને માફ જરૂર કરો, તેનાથી તમારા કર્મ સારા બનશે. રાજકારણ સાથે જોડાયેલા કોઈ કામમાં સફળ બની શકો છો. પરિવારમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો અથવા વિવાદ થઈ શકે છે. વેપારમાં કોઈ અનુભવી વ્યક્તિની મદદ અને સલાહથી અટવાયેલું કાર્ય ફરીથી શરૂ થઈ જશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તણાવ ન લો અને ક્રોધ કરવાથી બચો. નકામી ચિંતા કરવી નહીં.

કર્ક રાશિ

આજે તમે લાંબા સમય માટે રોકાણ કરી શકો છો અથવા તેની યોજના બનાવી શકો છો. કામકાજની વાત કરવામાં આવે તો નોકરી કરતા જાતકોએ ઓફિસમાં પોતાના અધુરા કાર્યને જલ્દી પુરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વળી વેપારીઓએ આજે કોઈ પણ જોખમ ભરેલો નિર્ણય લેવાથી બચવું જોઈએ. આજે પોતાના સ્વાસ્થ્યના સંબંધમાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. ખેતી કાર્યમાં જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેવાનો છે.

સિંહ રાશિ

આજે મોટાભાઈની સાથે વિવાદ અથવા મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. આજે તમારે સામાજિક ગતિવિધિઓની સાથો સાથ પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. ખરાબ લોકો અને ખરાબ આદતોથી દુર રહો. પોતાના પાર્ટનર સાથે દિલની વાત શેર કરશો. આજે કોશિશ કરો કે તમારી અંદર અહંકાર ભરેલી ભાવના ઉત્પન્ન ન થાય. વાતચીતમાં પણ આજે તમારે સાવધાની રાખવી જોઈએ. પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડશે, પરંતુ નવું કામ કરવાની પ્રેરણા મળશે.

કન્યા રાશિ

આજે સમજદારીથી કામ લેવું અને વાતચીત કરીને મામલાને ઉકેલવો. કોઈની સલાહથી પોતાના વ્યવહારમાં નકારાત્મક બદલાવ લાવવો નહીં. કોઈ મોટા કામમાં અમુક અડચણ આવી શકે છે. ઘરમાં દુરના અમુક મહેમાન આવી શકે છે. પરિવારમાં પાછલા અમુક સમયથી ચાલી રહેલી ભાગદોડને દુર કરવા માટે આજે તમારે અમુક મહત્વપુર્ણ નિર્ણય લેવા પડી શકે છે. ભુલ ને માફ કરીને આગળ વધવાનો પ્રયાસ કરો. ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહેશે.

તુલા રાશિ

પોતાની કારકિર્દીને લઈને વધારે ગંભીર નજર આવશો અને કારકિર્દીમાં સફળતા મેળવવા માટે તમે તનતોડ મહેનત કરશો. માતા-પિતાના આશીર્વાદ તમને મળશે. પિતાના સહયોગથી આજે કોઈ મહત્વપુર્ણ કાર્ય પુર્ણ થઈ શકે છે. દિવસના બીજા હિસ્સામાં આજે તમને મિત્રો અથવા સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. વધારે મેળવવાની લાલચમાં કોઈ ખોટું પગલું ઉઠાવવું નહીં.

વૃશ્ચિક રાશિ

આજે મગજને અનિયંત્રિત થવા દેવું નહીં. પોતાના મનમાં કોઈ નકારાત્મક ભાવ આવવા દેવા નહીં. તમારી વધારે કામ કરવાની ક્ષમતા તે લોકોને આશ્ચર્યચકિત કરી દેશે, જેમનું પ્રદર્શન તમારાથી ઓછું છે. આજે લોકો તમારી તે પ્રશંસા કરશે, જેને તમે હંમેશા સાથે સાંભળવા માંગતા હતા. કામમાં સંપુર્ણ ફોકસ જાળવી રાખો. માતા-પિતાનું સાનિધ્ય તથા સહયોગ મળશે. ઘણી પરેશાનીઓ તથા વિરોધી પરિસ્થિતિ અને કારણે તમારું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

ધન રાશિ

રોજિંદા કામ ઉપર ધ્યાન આપો. તમારા વ્યવસાયમાં નુકસાની થઈ શકે છે. લાંબાગાળાનાં રોકાણથી બચવું અને પોતાના મિત્રોની સાથે બહાર જઈને અમુક ખુશીના પળ પસાર કરો. અમુક લોકો તમારી અશાંતિનું કારણ બની શકે છે, તેમને નજરઅંદાજ કરો. તમારી આકર્ષક છબી ઇચ્છિત પરિણામ આપશે. પોતાની આસપાસના અમુક લોકોથી સાવધાન રહેવાની આવશ્યકતા છે. તમારી સાથે કોઈ વિશ્વાસઘાત થઈ શકે છે. સંબંધીઓ તથા મિત્રોની સાથે વાદવિવાદ થશે.

મકર રાશિ

આજનો દિવસ તમારે થોડી સાવધાનીથી પસાર કરવાનો રહેશે. તમારે પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે, નહીંતર સંબંધો અને કાર્યમાં અડચણ ઉત્પન્ન થશે. સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે. જીવનસાથી ની સાથે આજનો દિવસ ખુબ જ ખાસ પસાર થવાનો છે. તમે પોતાના પ્રિય વ્યક્તિની સાથે કોઈ રોમેન્ટિક જગ્યા પર ફરવા માટે જઈ શકો છો. આજે તમારે ઘણા પડકારનો સામનો કરવો પડશે. રોજગાર મેળવવા માટે ઇન્ટરવ્યુ આપી શકો છો.

કુંભ રાશિ

આજે લાભદાયક યાત્રાનું આયોજન થઈ શકે છે. સંપત્તિમાં રોકાણ તમને અપેક્ષિત લાભ આપશે નહીં. કોઈ મુશ્કેલ વ્યવસાયક સ્થિતિમાં રસ્તો કાઢવામાં સફળ રહેશો. તમારી ભરપુર ઊર્જા અને જબરજસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામ લાવશે તથા ઘરેલુ તણાવ દુર કરવામાં મદદગાર રહેશે. આજનો દિવસ રોમાંચક રહેવાનો છે, કારણ કે તમને પ્રિય વ્યક્તિનો ફોન આવશે. વાણી ઉપર નિયંત્રણ રાખો. પોતાના મનનો અવાજ અવશ્ય સાંભળો. તમે ઘરમાં કોઈ કાર્યક્રમ અથવા ઉત્સવ ના આયોજનમાં સામેલ થશો.

મીન રાશિ

વેપારની બાબતમાં તમારા નજીકના મિત્ર તરફથી તમને સમયસર મદદ મળી જશે. પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. તમારી મહેનતનું સારું પરિણામ તમને મળી શકે છે. જો તમે વિદેશ જઈને નોકરી કરવા માંગો છો અને તમારા માર્ગમાં કોઈ અડચણ આવી રહી છે તો આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. અપેક્ષિત કાર્યમાં વિલંબ થશે. કામમાં મન લાગશે નહીં, સંપત્તિ સંબંધિત મામલામાં ચતુરાઈથી કામ કરવાની જરૂરિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *