આજનું રાશિફળ ૪ માર્ચ : આજનો દિવસ આ ૪ રાશિઓ માટે એકદમ ખાસ રહેવાનો છે, જાણી લો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે

Posted by

મેષ રાશિ

આજે તમને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. પરિવારજનોની સાથે સમય આનંદપુર્વક પસાર થશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. પ્રવાસ અથવા પર્યટનના યોગ છે. આર્થિક વ્યવહાર અને રોકાણની સાથે વધારે સતર્ક અને સાવધાન રહો. કારણ કે દિવસ વધારે અનુકુળ નથી. કમાણી ઘટી શકે છે. ઘરનું વાતાવરણ ખુશનમાં રહેશે. અવિવાહિત લોકો માટે દિવસ શુભ છે. વિવાહના શ્રેષ્ઠ સંબંધ આવી શકે છે. તમારા નવા વિચારો અને કાર્યશૈલીની પ્રશંસા કરવામાં આવશે.

વૃષભ રાશિ

ઓફિસમાં અનુકુળતાથી પ્રસન્નતાનો અનુભવ થશે. કાર્યસ્થળ ઉપર સુધારો થશે. સામાજિક કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થશે. નોકરી કરતા જાતકો માટે બદલાવનો સમય ચાલી રહ્યો છે. તમારી મહેનતનું સારું પરિણામ તમને મળવાની પ્રબળ સંભાવના છે. પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. પોતાની ઊર્જા વ્યર્થ ચિંતાઓમાં લગાવવાને બદલે તેને સકારાત્મક કાર્યમાં લગાવો તેનાથી તમને ફાયદો મળશે.

મિથુન રાશિ

આજે મન લગાવીને કાર્ય કરવાનું રહેશે. શુભ પ્રસંગોનું આયોજન થશે. અચાનક વિચારોમાં બદલાવને કારણે મુશ્કેલ વાતોને સરળતાથી ઉકેલી શકશો. પોતાના વ્યક્તિગત જીવન અને પારિવારિક જીવનને અલગ અલગ રાખવાની કોશિશ કરો. કોઈની સાથે કારણ વગરની તકરાર કરવી નહીં, નહિતર પરેશાનીમાં પડી શકો છો. પરિવારનો સહયોગ મળશે. કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહો. જમીન ખરીદવાના યોગ બનશે. આર્થિક પક્ષ સામાન્ય રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સુખ શાંતિપુર્વક પસાર થશે. શારીરિક કષ્ટ થી પરેશાની ઉભી થઈ શકે છે. રીયલ એસ્ટેટ સાથે સંબંધિત વેપાર કરવાવાળા લોકો ને મોટો સોદો મળવામાં સમય લાગી શકે છે. ગ્રાહકોની સાથે વાતચીત શરૂ રાખો. ઘર પરિવારની સાથે બેસીને સકારાત્મક વાર તો ઉપર ચર્ચા કરો. સાથોસાથ કોઈની સિક્રેટ વાતોને અન્ય કોઈ વ્યક્તિની સાથે શેર કરવી નહીં, નહિતર મતભેદ થઈ શકે છે. જો પોતાના કામથી કંટાળી ગયા છો તો જે કામમાં રુચિ હોય તેના માટે થોડો સમય અવશ્ય કાઢો.

સિંહ રાશિ

આજે મનમાં થોડી અશાંતિ રહી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો, નહિતર બીમાર થઈ શકો છો. વ્યક્તિગત જીવન સાથે સંબંધિત કોઈ પણ વાતને આગળ વધારવા ઉપર ભાર આપો. સમય અનુસાર વાતો આગળ વધવા લાગશે. હાલના સમયમાં સંયમ જાળવી રાખો. લાંબા સમયથી કોઈ વાતને લઈને પરેશાન છો તો આજે તે કાર્ય પુર્ણ થઈ શકે છે. બપોર બાદ તમે વૈચારિક સ્થિરતાની સાથે બધા કાર્યને સરળતાથી પુર્ણ કરી શકશો.

કન્યા રાશિ

તમારે ખરાબ લોકોથી દુર રહેવાની કોશિશ કરવી જોઈએ. પરિવારમાં સારા સંબંધો જળવાઈ રહેશે. સજાગ રહીને પોતાના કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. કલાક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ ટેકનોલોજીની મદદ લેવી જોઈએ. તેના માટે સમય યોગ્ય છે. તમારા માંથી અમુક લોકો પોતાને સાબિત કરવાની કોશિશમાં થાક મહેસુસ કરશે. પોતાના સ્વાસ્થ્યની દેખભાળ માટે સમય કાઢો. પ્રેમ જીવનમાં જુના તણાવને ખતમ કરવાનો અવસર મળી શકે છે. ઓફિસના વાતાવરણમાં સુધારો થશે.

તુલા રાશિ

આજે સંસાધનોની પર્યાપ્તતા જળવાઈ રહેશે. તમને અમુક આર્થિક રૂપથી નફો મળવાની સંભાવના છે. કોઈને આપવામાં આવેલ ઉધાર પૈસા પરત મળી શકે છે. કામમાં શોર્ટકટથી બચવું. પોતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું. ઊંઘની કમીને લીધે થાક વધી શકે છે. ઘણા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળશે. વર્તમાન સમય શાંતિપુર્વક પસાર થશે. ગુસ્સા ઉપર કાબુ રાખો. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તમારું પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું કૌશલ કામકાજની સરળતા અને તમારી મહેનતની ક્ષમતા ચરમ પર રહેશે. પરંતુ તમારે તેનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે કરવો. અટવાયેલા કાર્ય પુર્ણ થશે. તે લોકો સાથે વાતચીત કરો, જે લોકો સાથે ઘણા દિવસોથી વાત થઈ શકેલ નથી. વોઇસ કોલ અથવા વીડિયો કોલ દ્વારા નજીકના લોકો અને મિત્રોની સાથે વાત કરી શકો છો. જીવનમાં અચાનકથી સકારાત્મકતા મહેસુસ થવા લાગશે. તમારી ઈચ્છા શક્તિ પણ વધેલી નજર આવી રહી છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ધન રાશિ

આસપાસ અને સાથે રહેતા લોકોનો સહયોગ મળશે. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે. જો તમે બચત ઉપર ધ્યાન આપશો તો ખુબ જ જલ્દી તમને આર્થિક પરેશાનીઓ માંથી છુટકારો મળી શકે છે. જીવનસાથી ની સાથે મતભેદ ઊંડા બની શકે છે. ગુસ્સામાં તમે ખોટું વર્તન કરી શકો છો, જે તમારા માટે નુકસાનદાયક સાબિત થશે. આજે તમને એવા લોકો તરફથી સ્નેહ મળશે, જેને તમે ઓળખતા નથી. આર્થિક પક્ષ મજબુત બનશે. આજે તમારો વ્યવહાર સહયોગી રહેશે.

મકર રાશિ

આજે તમને કોઈ મોટું કાર્ય પુર્ણ કરવાની જવાબદારી મળી શકે છે. તમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની કોશિશ કરો. અનેક પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ તેના લીધે તમારી ઉત્સુકતા પણ જળવાઈ રહેશે. કોઈપણ વ્યક્તિની સલાહ માનતા પહેલા તે અવશ્ય જુઓ કે તે સલાહ તમારા માટે કેટલી કારગર છે. લોકોની ભુલોને જલ્દી ક્ષમા કરીને આગળ વધો. પરિવારજનો સાથે સંબંધોમાં મજબુતી આવશે. બહાર હરવા ફરવાનો પ્રોગ્રામ બની શકે છે.

કુંભ રાશિ

આજે તમારે કોઈપણ વ્યક્તિ વિશે દુર્ભાવનાપુર્ણ ટીપ્પણી ન કરવી. જો તમે નવી નોકરીની તલાશ શરૂ કરવા માંગો છો તો તેના માટે સમય યોગ્ય છે. તમે પ્રયાસ કરતા રહો. તમને સફળતા જરૂર મળશે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાની સંભાવના છે. ઓફિસમાં વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઈ શકે છે. ગાય માતાનાં આશીર્વાદ લો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમી ની સાથે સંબંધ લગ્નમાં પરિવર્તિત થઈ શકે છે.

મીન રાશિ

નવા લોકો સાથે મુલાકાત અથવા મિત્રતા કરવા માટે આજનો દિવસ સારો નથી. સરકારી નોકરી કરતા જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. એક સાથે તમારી ઉપર ઘણી બધી જવાબદારી આવી શકે છે. તેવામાં તમારે ઉતાવળ અને ગભરામણ થી બચવું જોઈએ. જો તમે કોઈ શારીરિક પરેશાની અથવા માનસિક અવરોધથી પરેશાન છો તો તેને ટાળવાને બદલે તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો. સામાજિક ગતિવિધિઓમાં સામેલ થશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *