આજનું રાશિફળ ૫ માર્ચ : આજે સિંહ અને ધન સહિત આ ૪ રાશિઓ પર રહેશે સુર્યદેવની કૃપા, જીવનમાં અચાનક આવશે સુખદ વળાંક

Posted by

મેષ રાશિ

આજે સાર્વજનિક રૂપથી અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું. પૈસાનો ખર્ચ પણ થઈ શકે છે. સામાજીક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના શત્રુઓથી સતર્ક રહેવું જોઈએ. કારણ કે તેઓ તમારી છબીને ખરાબ કરવાની પુરી કોશિશ કરી શકે છે. વડીલો અથવા સહકર્મીઓની સાથે કોઈ પણ પ્રકારના વાદવિવાદ અને સંઘર્ષથી દુર રાખો. આર્થિક રૂપથી તમારી સ્થિતિ સામાન્ય રહેશે. સંતાન પક્ષ તરફથી તમને મદદ મળી શકે છે અને તે તમારી પ્રસન્નતાનું કારણ બનશે.

વૃષભ રાશિ

આજે તમારા દુશ્મનો તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની અફવા અથવા ભ્રામક વાતોને ફોરવર્ડ કરવાથી તમે પરેશાનીમાં મુકાઈ શકો છો. જે તમારા જીવન માટે સહાયક નથી, તે તમારાથી દુર બની જશે. આત્મનિર્ભરતા તરફ પગલાં આગળ વધારશો. યોજનાઓ ફળીભુત સાબિત થશે. વેપાર કરી રહેલા લોકોએ વધારે મહેનત કરવી પડશે, ત્યારે જ તેઓ ઇચ્છા અનુસાર લાભ કમાઈ શકશે. વૈવાહિક સુખની અનુભુતિ થશે.

મિથુન રાશિ

આજે ઘણા સારા અવસર તમારી સામે આવી શકે છે. વ્યસ્તતા ને લીધે પોતાનું ધ્યાન રાખી શકશો નહીં. ગુરુના માર્ગદર્શન પર ચાલવાથી સફળતા મળશે. વિદેશી કંપનીમાં કાર્ય કરી રહેલા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. પોતાના કામની ચીજો ઉપર થોડું ધ્યાન આપવાની જરૂરિયાત છે. તમને પોતાનો ખોવાયેલો સાચો પ્રેમ પરત મળી શકે છે. તમારે પોતાના માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જોઈએ. કારણ કે તેમનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે.

કર્ક રાશિ

સામાજિક સ્તર ઉપર તમારું સન્માન વધશે. પ્રેમ અને સંબંધો માટે આવનારો સમય તમારા માટે ખુબ જ શુભ રહેશે. ટેક્સ સાથે સંબંધિત ચીજો પર સાવધાની રાખો, નહીંતર નુકસાન થઈ શકે છે. વધારે ક્રોધ કરવાથી બચવું જોઈએ. શત્રુઓ ગમે તેટલી કોશિશ કરે, પરંતુ તમારું કંઈ બગાડી શકશે નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે કોઈ સારી જગ્યાએ ફરવા ફરવા જવાની યોજના બનાવી શકો છો, જેમાં તમને પોતાના પરિવારના સદસ્યોનો પુરો સહયોગ મળશે.

સિંહ રાશિ

આજે તમને દરેક પ્રકારના દુઃખમાંથી છુટકારો મળશે. માતા-પિતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક વિવાદ ઉકેલી શકાશે, જેનાથી તમે પ્રસન્નતા નો અનુભવ કરશો.  ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. જો તમે જીવનમાં નિર્ણય લેવા માંગો છો તો તે નિર્ણય તમારે દિલથી નહીં, પરંતુ દિમાગથી લેવો જોઈએ. સુખ સગવડતા ની ચીજો પર ખર્ચ વધશે. તમારે પોતાની આડોશ પાડોશમાં કોઈપણ વાદવિવાદમાં પડવાથી બચવાનું રહેશે, નહીંતર તે કાયદાકીય બની શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકોએ આજે અનૈતિક કાર્યથી દુર રહેવું. યુવાનો મિત્રોની સાથે સુમેળ બનાવીને ચાલે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પગમાં દુખાવો પરેશાન કરી શકે છે. પરિવારમાં બધાની સહાયતાથી લાભ મળશે. મિત્રોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ભુતકાળમાં તમને દગો આપી ચુકેલ છે, તો આજે તે ગમે તેટલો વિશ્વાસનીય લાગે પરંતુ તેની ઉપર વિશ્વાસ કરવો નહીં. ઉતાવળ અને બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે. સ્વજનો તથા પરિવારજનોની સાથે વાદવિવાદ થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમારો દિવસ ખુબ જ લાભદાય કરે છે. આજનો દિવસ ફક્ત પારિવારિક દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ આર્થિક મામલામાં પણ ઉત્તમ રહેવાનો છે. જીવનસાથી ની સાથે તમારી ભાવનાત્મક લાગણી વધશે. એકબીજાની સાથે તમે પર્યાપ્ત સમય આપી શકશો અને ભવિષ્યની યોજનાઓ ઉપર તમારી ચર્ચા પણ થઈ શકે છે. જો તમને કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત વાતો જણાવે છે, તો તેની વાતોને સાર્વજનિક ક્યારેય કરવી નહીં. કોઈ મોટું કામ કરતા પહેલા વિચાર અવશ્ય કરવો.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના કાર્યને દરેક કિંમતે પુર્ણ કરશો. તમારા કાર્ય પુર્ણ થવાથી તમારા દુઃખનું નિવારણ થશે. ભાગીદારીમાં વેપાર કરવાવાળા લોકોએ પૈસાની બાબતમાં સંભાળીને રહેવું. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તમને માથામાં દુખાવો અથવા આંખોમાં બળતરા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. આજે તમારે ઈર્ષા કરવા વાળા લોકોની સક્રિયતાથી સાવધાન રહેવું જોઈએ. કાર્યમાં ઉપલબ્ધિઓ વધશે. સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા વધશે. પરિવારજનોની સાથે આનંદ તથા ઉલ્લાસમાં સમય પસાર થશે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે સફળતા અને પ્રસન્નતા આપવા વાળો રહેશે. ભાવનાત્મક રૂપથી એક નવી ઉર્જા મહેસુસ થશે. ઘરના કોઈ સદસ્યની સાથે વાદ વિવાદ થઈ શકે છે. ગુસ્સો અને અહંકાર કરવાથી બચો. પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પોતાના મિત્રો અને નાના ભાઈઓની મદદ થી આજે તમે પોતાનો કોઈ મહત્વપુર્ણ કાર્ય પુર્ણ કરી શકશો. નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. કંઈક નવું કરવાનો વિચાર આવશે. મિત્રોની સલાહથી તમારું બગડી ગયેલું કાર્ય પુર્ણ થશે.

મકર રાશિ

આજે તમને પોતાને કારકિર્દીના વિકાસ વિશે ચિંતા થઈ શકે છે. પોતાના રોકાણનું તમને સારું રિટર્ન મળશે નહીં. તમે જેટલી વધારે મહેનત કરશો તમારા માટે એટલું જ વધારે સારું રહેશે. સમાજમાં તમારી પ્રશંસા થશે. સમય પ્રગતિ તરફ ઈશારો કરી રહેલ છે. પૈસાની અડચણ દુર થશે. તંદુરસ્ત રહેવા માટે તમારે ખોટી ખાણી-પીણીની આદતોથી છુટકારો મેળવવો જોઈએ. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. જરૂરિયાતમંદ લોકોને દાન કરો, તેનાથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે.

કુંભ રાશિ

આજે કોઈ રચનાત્મક કાર્યને પુર્ણ કરવામાં તમારો દિવસ પસાર થઈ શકે છે. જીવનસાથીનું બગડતું સ્વાસ્થ્ય તમારી પરેશાની નું મુખ્ય કારણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં ગતિશીલતા જળવાઈ રહેશે. આર્થિક મોરચા પર સફળતા પ્રાપ્ત કરી લેશો. વેપારમાં કંઈક નવું કરવાની યોજના બનાવશો. આજે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વિશ્વાસપાત્ર લોકોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. કોઈ વિશેષ આયોજનમાં જવાનો અવસર મળી શકે છે.

મીન રાશિ

આજે તમને મિત્રો અને ભાઈઓ તરફથી ધન લાભ થશે. સહકર્મીઓનો સહયોગ જળવાઈ રહેશે. કામકાજ પુર્ણ થવાથી નિશ્ચિતતાનો અનુભવ થશે. મીડિયા સાથે જોડાયેલા લોકો ઉપર કાર્યભાર રહેવાનો છે, જેને લઇને તૈયાર રહેવું જોઈએ. કોઈની વાતોને દિલ ઉપર લેવી નહીં. તમારે પોતાની ઉપર ભરોસો જાળવી રાખવો. પોતાના આત્મવિશ્વાસમાં ઘટાડો થવા દેવો નહીં. ધાર્મિક કાર્ય તરફ રુચિ વધશે. આજનો દિવસ સામાન્ય રહેવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *