મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે ક્રિયાશીલ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તથા રોમાંચક અનુભવ થશે. તમારા ધનના ખજાના ભરાયેલા રહેશે. મિત્રો તરફથી તમને ભરપુર સહયોગ મળશે. ભાઈ બહેન પણ તમને દરેક કામમાં સપોર્ટ કરશે. લવમેટ માટે આજનો દિવસ સારો રહેશે. મહેનતની સરખામણીમાં બમણો લાભ મળશે. સામાજિક જીવનની અપેક્ષામાં આધ્યાત્મિક જીવન તરફ રુચી રહેશે. જે લોકો નવો વેપાર શરૂ કરવા માંગે છે, તેમના માટે આજનો દિવસ શુભ છે.
વૃષભ રાશિ
આજે તમને પરિવારમાં શાંતિ જોવા મળશે. મિત્રો અને સંબંધીઓની સાથે પરસ્પર સહયોગ જળવાઈ રહેશે. ઓફિસના કામમાં તમને પુર્ણ સફળતા મળશે. અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે. નાના નાના લક્ષ્ય બનાવીને કાર્ય પુર્ણ કરવાનો વિચારી શકો છો. મજબુત માનસિકતાથી તમને કાર્યમાં સફળતા મળી શકે છે. સ્નાયુઓને આરામ આપવા માટે શરીર પર તેલનું માલિશ કરો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે.
મિથુન રાશિ
આર્થિક પક્ષ ઉત્તમ રહેશે. તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. કામમાં રુચિ રહેશે. પાર્ટનરશીપ સાથે જોડાયેલા મામલા પર કોઈની સાથે વાતચીત થશે. મિત્રોની સાથે તમારા સંબંધો સારા રહેશે. આજે પરિવારજનોની જરૂરિયાતોને તમે સરળતાથી સમજી શકશો. મોટું કામ કરવાની ઈચ્છા થશે. પારિવારિક મોરચા ઉપર ઘરમાં શાંતિ જળવાઈ રહેશે અને તમારા બાળકો ખુબ જ અનુશાસિત રહેશે. કોઈ નવા મિત્રોની સહાયતાથી તમને પોતાની યોજનાઓમાં અચાનક મોટી સફળતા પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
આજે કોઈપણ પ્રકારના વિવાદ તમારા માટે મદદગાર રહેશે નહીં. અંગત મામલા નિયંત્રણમાં રહેશે. લોકોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ભાવનાઓનું ધ્યાન રાખો. સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકોએ કોઈ પણ પ્રકારનો જોખમ લેવું જોઈએ નહીં. આજે પરિવારમાં કોઈ નવા સમાચારને લીધે ચહલપહલ વધી શકે છે. બહારની ખાણીપીણીથી દુર રહેવું. કોઈ એક વાત ઉપર અટકાયેલા રહેવાથી અન્ય કામની પ્રગતિ અટકી શકે છે.
સિંહ રાશિ
સરકારી કાર્યાલયમાં વરિષ્ઠ અધિકારીઓની સાથે સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આજે તમારો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. શરીરમાં ચુસ્તી-સ્ફુર્તિ જળવાઈ રહેશે. નોકરી હોય કે વ્યવસાય આજે સારી સફળતા મળશે. અહંકારથી બચવું. અહંકાર અને જિદ્દી સ્વભાવને લીધે લોકો સાથે અંતર વધી શકે છે. ઘર પરિવારમાં કોઈની સાથે તકરાર થઈ શકે છે. તમે નવા કૌશલ અને પ્રભાવશાળી લોકોને સાથે સંબંધ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો.
કન્યા રાશિ
આજે તમારી સામે આવતી પરેશાનીઓ હવે ગાયબ થઈ જશે અને તમારા અટવાયેલા કાર્ય પણ ઝડપથી આગળ વધશે. આજે તમે થોડા સ્વસ્થ જળવાઈ રહેશો, પરંતુ જો તમે અનુબંધ આધારિત અથવા અસ્થાયી નોકરી કરો છો તો તે ધ્યાન રાખવું જોઈએ કે કામમાં આળસ અને બેદરકારી તેમના રોજગાર માટે સમસ્યા ઉભી કરી શકે છે. આજે તમારી પ્રતિભાથી તમારું ભાગ્ય જાગૃત થશે અને તમને બધા કાર્યમાં સફળતા મળશે. વાણીમાં મધુરતા રહેશે.
તુલા રાશિ
આજે તમારી ધગશ અને મહેનત ઉપર લોકો ધ્યાન આપશે. વાહન તથા મશીનરીનો ઉપયોગ સાવધાનીથી કરો. ભાગીદારીમાં વેપાર કરવાવાળા લોકોને ઈચ્છા અનુસાર પરિણામ મળી શકે છે. આજે તમે કોઈ મોટો સોદો કરી શકો છો. ઘરનું વાતાવરણ બગડી શકે છે. ભાઈ બહેનોની સાથે તમારે મતભેદ થઈ શકે છે. નોકરી કરતા જાતકોને ઓફિસમાં વધારે પડતો તણાવ અને દબાણ બેચેન બનાવી શકે છે. ઘરમાં મહેમાનોનાં આવવાના લીધે ઘરનો વાતાવરણ ખુશનમાં રહેશે.
વૃશ્ચિક રાશિ
સહયોગીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરીને તમે શુભ પ્રગતિ કરી શકશો. આજે વેપારમાં વૃદ્ધિના યોગ છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી મનોરંજનના સાધનો તરફ રૂચી રહેશે. આત્મવિશ્વાસની કમીને લીધે ખોટા નિર્ણય લઈ શકો છો. વેપારીઓ માટે દિવસ વ્યસ્તતા ભરેલો રહેશે. આવકમાં વધારો થશે. પોતાના સપનાઓને જીવિત રાખો. સંબંધોમાં સંવેદનશીલતા જોવા મળશે, એટલા માટે સમજી વિચારીને બોલો.
ધન રાશિ
આજે મનમાં વિચારો વધારે હોવાને લીધે મન અશાંત રહેશે. ઓફિસમાં બધાની સાથે સુમેળ બેસાડવામાં સફળ રહેશો. વેપારમાં તમને ઇચ્છિત નફો મળશે. પરિવારમાં બધાની સાથે તમારા સંબંધો સારા રહેશે. કારકિર્દીમાં તમને આજે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ મળશે. નાના ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે, જેને લઈને તમારું મન પણ ચિંતિત રહેશે. નવા મિત્ર તમારા ઉજ્જવળ ભવિષ્યમાં સહાયક બનશે. ભાગ્યનો ભરપુર સાથ મળવાનો છે.
મકર રાશિ
જે લોકો સોશિયલ સાઈટ્સ સાથે જોડાયેલા છે તેમની ઓળખ કોઈ એવા વ્યક્તિ સાથે થશે જે ખુબ જ લાભ પહોંચાડશે. કામકાજની વાત કરવામાં આવે તો ઓફિસમાં અચાનક વર્કલોડ વધી શકે છે. તેવામાં તમે ખુબ જ દબાણ મહેસુસ કરી શકો છો. વળી વેપાર સાથે જોડાયેલા જાતકો પોતાનું કામ આગળ વધારવા માંગે છે તો તમારે યોજનાઓ બનાવવાની શરૂઆત કરી દેવી જોઈએ. કોઈ જુની લેવડદેવડ જે તમે ભુલી ગયા હતા, તેનો પણ તમને લાભ મળશે. ધર્મ આસ્થામાં વૃદ્ધિ થશે.
કુંભ રાશિ
આજે તમે પોતાને એનર્જીથી ભરપુર મહેસુસ કરશો. અમુક લોકો તમારી આલોચના કરી શકે છે. ઘર હોય કે કાર્યસ્થળ તમારે ધીરજથી કામ લેવું જોઈએ. પોતાના ઘરની કીમતી વસ્તુઓ અને પૈસાને તમારે સંભાળીને રાખવાની જરૂરિયાત છે. તમે જે કામ કરશો તે સમય પહેલા પુર્ણ થઈ જશે. ગૃહસ્થ જીવનમાં સુમેળ રહેશે. તમારી કોઈ જુના મિત્ર અથવા સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે. તમારા ભાઈ તમારી કલ્પના કરતા તમને વધારે મદદગાર સાબિત થશે.
મીન રાશિ
આજે પારિવારિક વાતાવરણ સારું રહેશે. ભાગીદારી વાળા વ્યવસાય અને ચાલાકી ભરેલી આર્થિક યોજનાઓમાં રોકાણ કરવું નહીં. આજે તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થઈ શકે છે. કોઈપણ પ્રકારના પડકારનો તમે અડગ બનીને સામનો કરશો. ડરવાની અથવા ગભરાવાની જરૂરિયાત નથી. આજે તમે પોતાના રોજગારનું સ્થાન બદલી શકો છો. ઉપહાર, પુરસ્કાર અથવા અન્ય પ્રકારની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તમારે પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો જોઈએ.