મેષ રાશિ
આજે તમારી બુદ્ધિ માતા અને સહાનુભુતિને જોઈને તમને પુરસ્કૃત કરવામાં આવી શકે છે. આજે તમે રોમેન્ટિક યાત્રા પર જઈ શકો છો. વ્યવસાયીક ભાગીદાર સહયોગ કરશે અને સાથોસાથ લાંબા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણ થઈ શકે છે. આજે તમે પોતાના કાર્યને લઈને ઉત્સાહિત રહેશો. સંતાન તરફથી શુભ સમાચાર મળશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. યોજનાઓમાં અડચણ આવવાના લીધે મનમાં બેચેની રહી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે.
વૃષભ રાશિ
આજે તમારા મનમાં નવા નવા વિચાર આવશે. સાથોસાથ નવા કામની યોજના પણ બનશે. આજે તમે બીજાની જેટલી મદદ કરશો. ભવિષ્યમાં તમને તેનું બમણું ઈનામ મળશે. તમારું મન પ્રસન્ન રહેશે. લોકો સાથે મુલાકાત થશે, સાથો સાથ કોઈ જગ્યાએ યાત્રા પર જઈ શકો છો. કોઈપણ કામને સંપન્ન કરવા માટે ખુબ જ મહેનત કરવાની આવશ્યકતા છે. સ્વાસ્થ્યની બાબતમાં તમે તંદુરસ્ત રહેશો. તમને કોઈ મોટી ખુશખબરી મળશે. આજે લોકો સામે ચાલીને તમારી સાથે વાત કરવા માંગશે.
મિથુન રાશિ
આજે તમારી શારીરિક તંદુરસ્તી સારી રહેશે. નવા કામકાજમાં સંપુર્ણ શક્તિની સાથે કામ થઈ શકશે. વિવાદોમાં પડવાથી બચો. કામમાં એકાગ્રતાની કમીને લીધે તમે પરેશાન રહેશો. શત્રુ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. તમે પોતાની ઓફિસમાં પ્રશંસા અને લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. લોકો તરફથી ખુશી અને આનંદની પ્રાપ્તિ થશે. તમારે કોઈ પણ કાર્ય કરતાં પહેલા પોતાના વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. તેનાથી તમને લાભ મળશે.
કર્ક રાશિ
આજે તમારા પ્રતિસ્પર્ધી સક્રિય રહેશે. પ્રેમી અથવા જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. દાંપત્ય જીવનમાં સમરસતા જળવાઈ રહેશે. મોજ મસ્તી પર ધ્યાન આપવાથી આનંદ જળવાઈ રહેશે. કોઈપણ જવાબદારીને નજરઅંદાજ ન કરો. પરિવારના અમુક સદસ્ય તમારા દ્વારા આપવામાં આવેલા સુચન ઉપર ચાલવાની કોશિશ કરી રહેલ છે. તમે પોતાને થોડા વિચલિત અને ખોવાયેલા મહેસુસ કરી શકો છો. ઘણા બધા સમાધાન થઈ શકે છે.
સિંહ રાશિ
મિત્ર, પ્રેમી અથવા જીવનસાથી ની સાથે સંબંધોમાં સુધારતો થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને અનેક પ્રકારની ઉપલબ્ધિ પ્રાપ્ત થશે અને દરેક અવસર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે તમને કોઈ કામમાં અધિકારીઓ તરફથી સહયોગ મળશે. કામ પ્રત્યે પોતાની એકાગ્રતા જાળવી રાખો, તેનાથી તમારા કાર્ય સમયસર પુર્ણ થતા રહેશે. પોતાની ભુલનો સ્વીકાર કરવો તેને નકારવાને બદલે તેમાંથી શીખવું. શબ્દોનો ખોટો ઉપયોગ તમને પરેશાનીમાં મુકી શકે છે.
કન્યા રાશિ
આજે કુસંગતિથી નુકસાન થશે. જુની પરેશાની ફરીથી સામે આવી શકે છે. નવા કાર્યમાં હાથ નાખવો નહીં. તમે પોતાના બધા જ કાર્ય સારી રીતે પુર્ણ કરશો. કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેતા સમયે પરિવારજનોની સલાહ અવશ્ય લેવી. વેપારના ક્ષેત્રમાં લાભ મળશે. સ્વાસ્થ્ય ખુબ જ પરેશાન કરી શકે છે. મન અશાંત રહેશે. ધીરજમાં કમી આવશે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કારકિર્દી સાથે સંબંધિત ફાયદાને લીધે તમારી આર્થિક સ્થિતિ સુધરતી નજર આવી રહી છે.
તુલા રાશિ
આજે તમે પોતાના નજીકના મિત્રો સાથે વાતચીત કરી શકો છો. કામમાં તમારું મન લાગશે નહીં. બીજાની વાતોમાં આવવું નહીં. સ્થાયી સંપત્તિ ની ખરીદ વેચાણ થઈ શકે છે. અટવાયેલા કાર્ય શરૂ કરવા માટે કોઈની ભલામણ ને જરૂરિયાત રહેશે. પરિવારમાં તમારો પોઝિટિવ વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે. વેપાર સારો ચાલશે. કોઈની સલાહ ને એટલું વધારે મહત્વ ન આપવું કે પોતાના વિચારો અનુસાર કામ લઈ શકો નહીં. તમારા વિચારેલા બધા જ કાર્ય પુર્ણ થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા લોકો પોતાની અંતર આત્માનો અવાજ સાંભળે. તમારો ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સારો રહેશે. જીવન સુખમય રીતે પસાર થશે. સફળતા માટે દરેક જોખમ ઉઠાવવા તૈયાર રહેશો. સાથે કામ કરવાવાળા લોકો તરફથી ખુશી મળશે. તમારું વૈવાહિક જીવન ખુશીઓથી ભરપુર રહેશે. લોકો તરફથી સન્માન પ્રાપ્ત થશે. નોકરીમાં પોતાના વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. આખો દિવસ સહજતાથી અને ભાવનાત્મક રૂપથી શાંતિ પણ સ્થિતિમાં પસાર થશે.
ધન રાશિ
આજે તમારા અટવાયેલા પૈસા તમને પરત મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારા આવશે. માતા-પિતાને સાથે તમારો સંબંધ મજબુત બનશે. આજે જીવનસાથી તમારા માટે કંઈક ખાસ કરી શકે છે. યોગ્ય રહેશે કે તમે પણ પોતાના પ્રિય વ્યક્તિ માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરો. આજે તમારી સામે અમુક ચિંતા અને પરેશાનીની સ્થિતિ વારંવાર ઊભી થશે. કોઈપણ પરિસ્થિતિમાં હતાશાની ભાવના ને પોતાની ઉપર આવી થવા દેવી નહીં. આજે તમારી પાસે કોઈ ઉધાર માંગી શકે છે.
મકર રાશિ
આજે ખર્ચમાં વધારો થશે. પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરવાની સાથોસાથ દુર્ઘટનાઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. કંપનીઓમાં નોકરી કરવાવાળા જાતકો માટે સમય પડકારજનક રહેવાની સંભાવના છે. વળી બીજી તરફ ભાગીદારીમાં વેપાર કરતા જાતકોએ આજે પૈસાની બાબતમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તમારું દાંપત્યજીવન ખુશહાલ રહેશે. કોઈ કામ માટે તમને કોઈ નવો આઈડિયા મળશે.
કુંભ રાશિ
આજે નકારાત્મકતાથી બચો. ફક્ત સારી વાતો ઉપર ધ્યાન આપો. જો તમે પોતાની ચીજોનું ધ્યાન નહીં રાખો તો તેના ખોવાઈ જવાની અથવા તો ચોરી થવાની સંભાવના છે. વેપાર સાથે જોડાયેલા જાતકોને સારો નફો મળવાની સંભાવના છે. ખાસ કરીને જો તમે શેર બજાર સાથે જોડાયેલ કામ કરો છો તો તમને સારો લાભ મળવાની સંભાવના છે. જરૂરિયાતથી વધારે ખર્ચ કરવો તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અટવાયેલા કાર્ય પુર્ણ થશે.
મીન રાશિ
આજે ઓફિસના કોઈ કામથી ભાગદોડ વધારે કરવી પડશે, તેનાથી તમે થાક મહેસુસ કરશો. જો તમને કોઈ નીચા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તેનાથી પ્રભાવિત ન થવું. પોતાની ઉપર ભરોસો રાખો. તમારે પોતાના કામમાં સાવધાની રાખવી જોઈએ. ઓફિસમાં તમને કોઈ એવું કામ સોંપવામાં આવી શકે છે, જેને કરવાની તમે લાંબા સમયથી ઈચ્છા ધરાવતા હતા, તે તમારા માટે સુવર્ણ અવસર સાબિત થઈ શકે છે. જે લોકો પ્રેમ જીવનમાં રહેલા છે તેમને કોઈ સારા સમાચાર મળશે.