આજનું રાશિફળ ૧૯ જુલાઇ : મંગળવારનાં દિવસે હનુમાનજીનાં આશીર્વાદ થી આ રાશિવાળા લોકો જ્યાં હાથ નાંખશે ત્યાંથી લાભ મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

કાર્યક્ષેત્રમાં પરેશાની આવી શકે છે. કોર્ટ તથા કચેરીના કાર્ય ઈચ્છા અનુસાર પુરા થશે. આજે સોશિયલ મીડિયા પર નવા લોકો સાથે સંપર્ક કરી શકશો, જેનો ફાયદો તમને ભવિષ્યમાં મળશે. જીવનમાં ચાલી રહેલી સમસ્યામાંથી છુટકારો મળશે. પરિવારના સદસ્યોનો પુરો સહયોગ મળશે. ધનપ્રાપ્તિના વિશેષ યોગ બની રહ્યા છે. વાણી ઉપર સંયમ રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થવામાં મદદ મળશે. ઉચ્ચ અધિકારી તથા ઘરના વડીલનો સહયોગ મળશે.

વૃષભ રાશિ

આજે તમે આત્મવિશ્વાસથી તરબોળ રહેશો. શત્રુ પક્ષ તમારા ઉપર આવી થવાની કોશિશ કરશે, પરંતુ તમે પોતાની સુજબુજથી તેમને અસફળ કરી દેશો. નોકરી કરતા લોકોને પ્રગતિના નવા અવસર મળશે. સંતાનોના અભ્યાસ અને તેમના સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે. જમીન મકાન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે. કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. માનસિક આવકમાં વૃદ્ધિથી તમારો દિવસ પ્રસન્નતાપુર્વક પસાર થશે. આજે પરસ્પર સંબંધોમાં તણાવ વિવાદ અને પારસ્પરિક અવિશ્વાસને ઉત્પન્ન થવા દેવો નહીં.

મિથુન રાશિ

વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. આજે લોકો તમારી પ્રશંસા કરશે, જેને તમે હંમેશા સાથે સાંભળવા માંગતા હતા. જીવન સાથે સાથે વાદવિવાદ થવાની સંભાવના છે. આજે તમારું મન નવા કાર્યમાં લાગશે. આજે વેપારમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લવમેટ માટે આજનો દિવસ સારો રહેશે. વેપાર ગતિથી આગળ વધશે. ગુસ્સા અને ચીડીયાપણાના અહેસાસ ને આજે પોતાની ઉપર હાવી થવા દેવો નહીં.

કર્ક રાશિ

આજે તમે સફળતાપુર્વક કાર્ય કરશો અને મોજ મસ્તીમાં સમય પસાર થશે. જો તમે કોઈને પોતાના મનની વાત કહેવા માંગો છો તો આજે દિવસ ખુબ જ સારો છે. આજે તમને નસીબ નો સાથ પણ મળશે. આજે તમે બીજા લોકોની પરેશાનીઓને સમજવાની કોશિશ કરશો. રોમાન્સ નજરઅંદાજ થઈ શકે છે. કારણ કે અમુક નાના મોટા મતભેદ અચાનક સામે આવી શકે છે. પોતાના વડીલોને નજરઅંદાજ કરવા નહીં. પોતાની આસપાસનું ખુશનુમા વાતાવરણ તમારા મનને શાંતિ આપશે.

સિંહ રાશિ

આજે તમે કંઈ પણ ખાસ કર્યા વગર સરળતાથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો. નોકરી સાથે જોડાયેલા જાતકોએ ધગશ તથા બુદ્ધિથી પોતાના કાર્ય સુધી પહોંચવાનું રહેશે. કારણ કે બોસ તમારા કાર્યની પ્રશંસા કરી શકે છે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત આનંદદાય રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. પરિવારમાં ભાઈ બહેનો સાથે સમય પસાર થશે. જો અલગ રહો છો તો ફોન ઉપર વાતચીત અવશ્ય કરી લેવી.

કન્યા રાશિ

આજે કામકાજની સાથોસાથ મોજમસ્તી કરવાના પણ ઘણા અવસર મળશે. જો તમે કોઈ નોકરીની બાબતમાં ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છો તો પુરી તૈયારી રાખવી. કારણ કે તમને સફળતા મળી શકે છે. બેંક સાથે જોડાયેલ લેવડ-દેવડમાં ખુબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. કારણ કે તમારા જીવનસાથી તમને ખુશી આપવાનો દરેક પ્રયાસ કરશે. તમારામાંથી અમુક લોકો પાસે મોંઘા અધિક ગ્રહણ આવી શકે છે, જે તમારી સંતુષ્ટીને વધારશે અને તમારી સામાજિક સ્થિતિને પ્રબળ બનાવશે.

તુલા રાશિ

સંતાન અને શિક્ષા સાથે જોડાયેલા કાર્ય પુર્ણ થશે. સમાજમાં અમુક સામાજિક કાર્ય ને લીધે તમારી એક સારી છબી બનશે, જેના કારણે તમારા જન સમર્થનમાં વધારો થશે. ગાયત્રી મંત્રનો પાઠ કરો, તેનાથી પ્રગતિના રસ્તા ખુલી જશે. નોકરીમાં અમુક અસફળતા બાદ તમે જોરદાર કમબેક કરી શકો છો. સ્વાસ્થ્યને લઈને આજે માઈગ્રેનના દર્દીઓએ સતર્ક રહેવાની જરૂરિયાત છે. પરીવારથી દુર રહેતા લોકો ઘરે પરત ફરી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ સમસ્યાને ઉકેલ કરવાનો તુરંત રસ્તો મળી જશે. આજે વેપારમાં જો તમારા કોઈ વિરોધી છે તો તે તમને પરેશાન કરવાની પુરી કોશિશ કરી શકે છે. એટલા માટે આજે તમારે પોતાના દિલ તથા દિમાગ બંને ખોલીને કાર્ય કરવાનું રહેશે. આજના દિવસે પરિવારના કોઈ સદસ્ય જો તમને વધારે તણાવ આપે તો પરિસ્થિતિ બેકાબુ બને તે પહેલા જ તેની સીમા નક્કી કરી દો.

ધન રાશિ

આજે તમારો ગુસ્સો તમારા કાર્ય બગાડી શકે છે. જો તમારે કોઈ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે, જેને જોઈને તમે પ્રસન્ન થઈ જશો. ખાલી બેસવાને બદલે કંઈક એવું કરો જેનાથી તમારી આવકમાં વધારો થાય. મિત્રો અને પરિવારને સાથે મજેદાર સમય પસાર થશે. આજે રોકાણ માટે જે નવા અવસર તમારી તરફ આવી રહ્યા છે, તેના ઉપર વિચાર કરો.

મકર રાશિ

આજે તમારે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. પારિવારિક મોરચા ઉપર અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સામાજિક સ્તરમાં વૃદ્ધિ થશે અને પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર થશે. સાંજના સમયે રાજકીય ગુપ્ત મંત્રણામાં વ્યસ્ત રહેશો. રોમાન્સ આનંદદાયી અને ખુબ જ રોમાંચક રહેશે. કોઈ મહત્વપુર્ણ કાર્ય પુર્ણ થવાની સંભાવના બની રહી છે. અચાનક નવા સ્ત્રોતથી ધન લાભ મળશે, જેનાથી તમારો દિવસ ખુશનુમા બની જશે.

કુંભ રાશિ

આજે પરિવાર સાથે બહાર હરવા ફરવા જવાનો તથા શોપિંગ કરવાનો પ્લાન બનાવી શકો છો. તેવામાં અનાવશક ખર્ચ થશે. પારિવારિક ખર્ચમાં વધારો થવાથી માનસિક તણાવ થઈ શકે છે. દૈનિક વેપારીઓ માટે દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધશે. સ્ત્રીવર્ગ તરફથી સહયોગ મળી શકે છે. દાંપત્ય જીવનમાં તણાવ આવી શકે છે. પોતાના તંદુરસ્ત રાખવા માટે તળેલી ચીજો ખાવાથી દુર રહેવું.

મીન રાશિ

સરકારી કાર્યમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર લાભદાયક રહેશે. સંતાન પક્ષનો પુરો સહયોગ પ્રાપ્ત થશે. ભૌતિક સાધનો ઉપર ખર્ચ થવાના યોગ છે. જે લોકો સેલ્સ અને માર્કેટિંગ સાથે જોડાયેલા છે તેમને પ્રગતિના ઘણા સુવર્ણ અવસર મળવાની સંભાવના છે. તમારી અંતદ્રષ્ટિ ખુબ જ મજબુત છે અને તમે અમુક ચમત્કારિક કામ કરી શકો છો. કોઈ કાર્ય પુર્ણ થવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.