મેષ રાશિ
આજે તમને બાળકો તરફથી ખુશી મળશે. રોકાણ માટે દિવસ સારો છે. સમય પર કામ ન થવાને લીધે મન અશાંત રહેશે. નોકરીમાં પણ તમારો પરિશ્રમ રંગ લાવશે. ઘર પરિવાર અને સંતાનનાં મામલામાં આનંદ અને સંતોષની ભાવના નો અનુભવ થશે. આર્થિક લાભ માટે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. તમારા પારિવારિક જીવનમાં સુખ અને સંતોષ નો અનુભવ થશે. આજે તમારે શારીરિક અને માનસિક રૂપથી વધારે પરિશ્રમ કરવો પડશે.
વૃષભ રાશિ
દિવસની શરૂઆતમાં થોડો સમય આધ્યાત્મિક કામમાં આપો. કોઈ અસહાય ની મદદ જરૂર કરો. કોઈ ખાસ કામ માટે પરિવારના લોકો ને તમારી પાસેથી અપેક્ષા રહેશે. તમે સુખ સુવિધાઓનો લાભ લઈ શકશો. આજે કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત તમારી સંભાવના છે જે તમારા હૃદયને સ્પર્શ કરી જશે. કામમાં સફળતા મળશે. દરેક પ્રકારની અનુકુળ પરિણામ મળશે. નોકરીમાં અધિકારીઓ તરફથી આવશ્યક સહયોગ મળશે. કોઈ જરૂરિયાતનો સામાન કોઈ જગ્યા રાખીને ભુલી શકો છો, એટલા માટે પોતાની ચીજોનો ખ્યાલ રાખો.
મિથુન રાશિ
આજે તમારા નસીબના તાળા ખુલી જશે. નકામા ખર્ચ વધારે રહેશે. તમારું હાસ્ય તમારા પ્રિય વ્યક્તિની નારાજગી દુર કરવા માટે સૌથી ઉમદા દવા છે. આજે પોતાના પ્રેમીની સાથે સમય પસાર કરી શકશો અને તેમની સામે પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકશો. જે લોકોને રેસ્ટોરન્ટ છે તેમના વેચાણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જળવાઈ રહેશે. એટલા માટે પોતાનું સંપુર્ણ ધ્યાન રાખો.
કર્ક રાશિ
આજે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. એવા કામમાં સહભાગીતા કરવા માટે સમય સારો છે, જેમાં યુવાનો જોડાયેલા હોય. જો તમે કોઈ યોજના બનાવો છો તો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ફ્રી સમયમાં અમુક એવું કાર્ય કરશો જે તમને કરવાનું પસંદ હોય. તમારા સામાજિક કૌશલમાં ઘણો સુધારો થશે. જે તમને એક મજબુત સંબંધ બનાવવામાં સહાયતા કરશે. પોતાના પરિવારના સદસ્યોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી બચવા માટે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખો.
સિંહ રાશિ
આજે તમે ક્રોધ અને વાણી ઉપર સંયમ નહીં રાખો તો કોઈની સાથે તકરાર થઈ શકે છે. કાયદાકીય મામલામાં તમને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ થોડો સારો સાબિત થઈ શકે છે. જે કામ તમે આજે સવારથી પુર્ણ કરવા માંગો છો. બની શકે છે કે તેમાં તમને સફળતા ન મળે અને કંઈક ને કંઈક કસર બાકી રહી જાય. નોકરી કરતા લોકોની ઓફિસ પર પોતાના કાર્ય અને કર્તવ્ય નિષ્ઠા માટે યોગ્ય પ્રશંસા કરવામાં આવશે તથા સન્માન પ્રાપ્ત થઈ શકે છે.
કન્યા રાશિ
આજે તમે પોતાના પ્રત્યે ઈમાનદાર રહો. કારણકે તેનાથી તમે દરેક સ્થિતિમાં ખુશ રહી શકશો. નોકરી કરતા જાતકો ઓફિસ પર પોતાના કાર્ય અને કર્તવ્ય નિષ્ઠા માટે યોગ્ય સન્માન પ્રાપ્ત કરી શકે છે. તમારું સ્વાસ્થ્ય સ્તર અવિશ્વાસનીય રહેશે, પરંતુ તમારે પોતાના વ્યાયામ પ્રણાલીનો ખુબ જ અગત્યથી પાલન કરવાનું રહેશે. અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે. જો તમારી બુક્સ ની શોપ છે, તો આજે તમારી આવકમાં વધારો થશે.
તુલા રાશિ
આજે કોઈપણ કામ સમજી વિચારીને કરવું, નહીંતર બાદમાં પસ્તાવું પડી શકે છે. પારિવારિક જીવનમાં સ્થિતિ સુખદ રહેશે. માતા-પિતાના આશીર્વાદ મળશે. જીવનસાથી ની સાથે તમને બધા જ મતભેદ દુર કરવાનો અવસર મળશે. આજે પોતાની ઉર્જા નો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાથી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમી ને આજે તમારી કોઈ વાત નાપસંદ આવી શકે છે. તેઓ તમારાથી રિસાઈ જાય તે પહેલાં જ પોતાની ભુલનો સ્વીકાર કરીને તેમને મનાવી લો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા લોકો ધનની બાબતમાં પરેશાન રહેશે. મહેનતનું ફળ મળશે. માન સન્માનમાં વધારો થશે. ગુપ્ત શત્રુઓ દ્વારા બનાવવામાં આવેલી અમુક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અધિકારીઓની સાથે વ્યવહાર કરતા સમયે તમારે સાવધાન રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાથી બચવું જોઈએ. વેપારમાં લાભદાયક સમય રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કારકિર્દી સાથે સંબંધિત લેવામાં આવેલ નિર્ણય નિરાશા આપી શકે છે. તમારે સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ.
ધન રાશિ
આજે તમને કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે. પોતાના ઈમાનદાર પ્રયાસો તથા સમર્પણ થી કામ કરવાની લીધે ચીજો નિશ્ચિત રૂપથી તમારા પક્ષમાં આવી જશે. કારણ વગરનો ગુસ્સો કરવો તમારા માટે બિલકુલ પણ યોગ્ય નથી. તેનાથી તમારી આસપાસનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. સાથોસાથ તેની સંપુર્ણ અસર તમારી છબી ઉપર પણ પડશે. નોકરીમાં પોતાના પ્રયાસો દ્વારા તમે સફળતા અર્જિત કરી શકો છો. જે નિર્ણય તમે લેશો તેના પરિણામ વિશે વિચાર જરૂર કરો.
મકર રાશિ
આજે દિવસભરના કાર્યમાં અડચણ ઊભી થશે. વેપારમાં પિતા તરફથી મદદ મળશે. મિત્રોને મદદ મળશે. વેપારીઓએ યાત્રા પર જવાનું થઈ શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધી યોજનાઓ બનશે. જો તમે નોકરીની તલાશ કરી રહ્યા છો તો આ બાબતમાં તમને સફળતા મળવાની પુરી સંભાવના છે. અમુક નવા કામકાજ તમારી સામે આવશે. જેના માટે તમારે અમુક જરૂરી લોકો સાથે મુલાકાત પણ થશે. સામાજિક સ્તર ઉપર તમારી લોકપ્રિયતા વધશે.
કુંભ રાશિ
આજે સફળતા માટે વધારે સંઘર્ષ કરવો પડશે. જો તમે કોઈ જટિલ રોગોથી પીડિત છો અને હજુ સુધી આરામ મળ્યો નથી તો હવે તેમાં તમને આરામ મળી જશે. સંયમિત વ્યવહાર રાખો. પ્રેમમાં નિરાશા પ્રાપ્ત થઈ શકે છે. વડીલો તથા સાધુ સંતોના આશીર્વાદ મળશે. ઉધાર આપવામાં આવેલા પૈસા પરત લેવામાં મુશ્કેલી વધશે. પોતાની ભાવનાઓની જાણકારી નજીકના લોકોને આપો. પોતાની પરેશાનીઓ વિશે મિત્રોને જણાવશો તો વધારે સારું રહેશે.
મીન રાશિ
આજે તમને માતા તરફથી ધન પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈ પણ પ્રકારનું નવું કામ શરૂ કરવું નહીં. જીવનસાથી ની સાથે સંબંધોમાં મધુરતા વધશે. તમારા પ્રિય વ્યક્તિ ખુબ જ રોમેન્ટિક મુડમાં રહેશે. આજે ઉતાવળમાં કોઈ કાર્ય કરવું નહીં. તમને ઈજા થવાની સંભાવના છે. અંગત સંબંધોમાં સુધારો થતો રહેશે અને તમે પોતાના વેપારને આગળ લઈ જવામાં સક્રિય રહેશો. પરિવારમાં જો કોઈ સદસ્યનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમારે તેમની દેખરેખ કરવી જોઈએ.