મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલી શકે છે. સુખના સાધનોમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવનથી અસંતુષ્ટ રહી શકો છો. તમારે વધારે તણાવ લેવો નહીં. પ્રેમિકા ને કોઈ રોમેન્ટિક જગ્યા પર ફરવા માટે લઈ જઈ શકો છો. આત્મવિશ્વાસ અને સ્ફુર્તિથી પરિપુર્ણ તમે આજે સારો નફો કમાઈ શકશો. તમારા માંથી અમુક મહત્વપુર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધારે પ્રભાવશાળી બની જશે. સંતાન પક્ષ તરફથી કોઈ ખુશીના સમાચાર પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
પારિવારિક અથવા સંબંધોની સ્થિતિને લઈને થોડી અસુરક્ષાની ભાવના રહી શકે છે. આજે તમે જે પણ નિર્ણય લો તેની ઉપર યોગ્ય ધ્યાન આપો. લોભમાં આવીને કોઈ ગેરકાયદેસર કામ બિલકુલ કરવું નહીં. જો તમે રોકાણ કરવા માંગો છો તો કોઈ વિશેષજ્ઞ વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. જો તમે કોઈને પોતાના દિલની વાત કહેવા માંગો છો તો આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો રહેવાનો છે. તમારા પારિવારિક જીવનમાં અસ્થિરતા રહી શકે છે.
મિથુન રાશિ
જે લોકોના નવા-નવા લગ્ન થયેલા છે તેમના માટે દિવસ ઉત્તમ રહેવાનો છે. તમારા સહયોગી તમારા કામને બગાડવાની કોશિશ કરશે. વેપારના દ્રષ્ટિકોણથી આજનો દિવસ ખાસ જોવા મળી રહ્યો નથી. વેપારીઓને આજે કોઈ નવા સોદામાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. આજે તમે ખુબ જ ભાવુક રહેશો અને દરેક પ્રકારની સ્થિતિઓથી તમારે લડવાનું રહેશે. આજે વાદવિવાદને કારણે કોઈપણ પ્રકારના નુકસાન થી બચવું.
કર્ક રાશિ
આજે તમારા દુશ્મનો તમારું નામ ખરાબ કરવાની કોશિશ કરી શકે છે, પરંતુ તમારી સામાજીક છબી જળવાઈ રહેશે. વાતચીત કરતા સમયે સ્વભાવમાં નમ્રતા રાખવાની રહેશે અને પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે, ત્યારે જ તમે પોતાનું કામ કઢાવવામાં સફળ રહેશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તણાવથી દુર રહો. નાની નાની સમસ્યાઓથી ગભરાવવાને બદલે હિંમતથી કામ લેવું. યાત્રા થવાના યોગ બની રહ્યા છે. પારિવારિક કાર્યક્રમમાં વધારે વ્યસ્ત રહેશો.
સિંહ રાશિ
આજે તમારા પ્રેમ સંબંધોમાં ખુશહાલી આવી શકે છે અથવા કોઈ નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. પરિવારના કોઈ સદસ્યના વિવાહ ની વાત ચાલી રહી છે તો તે વાત નક્કી થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષા તથા ઇન્ટરવ્યુ વગેરેમાં સફળતા પ્રાપ્ત થશે. અભ્યાસમાં રુચિ રહેશે. ધર્મના કાર્યમાં ભાગ લઈ શકશો. તમને કોઈ પ્રોજેક્ટ માટે પોતાનું મંતવ્ય રાખવાનો અવસર મળશે. અધિકારીઓને પણ તમારી સલાહ પસંદ આવશે.
કન્યા રાશિ
આજનો દિવસ ઉત્તમ રહેવાનો છે. તમારા અટવાયેલા પૈસા પરત મેળવીને તમે ખુશ રહેશો. જે લોકો રોજગાર માટે ભટકી રહ્યા છે, તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પોતાના પ્રેમી અથવા જીવનસાથી ની સાથે તમારા સંબંધો સારા રહેશે, પરંતુ સાંજ સુધીમાં પરિવારજનો તરફથી થોડી નિરાશા પ્રાપ્ત થશે. તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. પારિવારિક જવાબદારીમાં વૃદ્ધિ થશે, જેનાથી તમને માનસિક તણાવ ઊભો થઈ શકે છે. આજે અચાનક કોઈ જગ્યાએ રોમેન્ટિક મુલાકાત થઈ શકે છે.
તુલા રાશિ
આજે અભ્યાસમાં તમારી રુચિ વધશે. તમારું પારિવારિક જીવન શાંતિપુર્ણ અને ખુશહાલ રહેશે. આજે તમારે ફક્ત અજાણ્યા લોકોથી નહીં, પરંતુ મિત્રોથી પણ સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો, એટલા માટે પોતાના પ્રિય વ્યક્તિ સાથે થોડો ક્વોલિટી ટાઈમ પસાર કરવાની યોજના બનાવશો. માનસિક તણાવ અને અભ્યાસમાં રુચિની કમીનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં તમને અધિકારી તરફથી પ્રોત્સાહન મળશે. આજે તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો.
વૃશ્ચિક રાશિ
આજે તમારી પાસે નવા અધીગ્રહણ હોઈ શકે છે. જે તમારા જીવનને વધારે આરામદાયક અને સંતોષજનક બનાવશે. તમે એક સાથે ઘણા બધા કામને હાથમાં લેશો, જેના કારણે તમારી વ્યગ્રતામાં વધારો થશે. પરંતુ જો તમે સમજી વિચારીને કોઈપણ કામ કરશો તો તમે પોતાના બધા જ કાર્યને સરળતાથી પુર્ણ કરી શકશો. આધ્યાત્મિક ક્ષેત્રમાં એક નવી વિચારસરણી નો જન્મ થઈ શકે છે. માનસિક તણાવ રહેશે. દુષ્ટજનો તમને નુકસાન પહોંચાડી શકે છે.
ધન રાશિ
આજે તમારે જવાબદારીઓનો બહુ જ ઉઠાવવો પડશે. શંકા કુશંકાને કારણે નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. જીવનમાં મહેસુસ થતી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રોનો સાથ તમારા માટે મહત્વપુર્ણ રહેશે. પુજા પાઠમાં રુચિ વધશે. રોમાન્સનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓની આવકમાં વધારો થશે. નોકરીની તલાશ કરી રહેલા યુવાનોને કોઈ સારી નોકરીની ઓફર મળશે.
મકર રાશિ
રચનાત્મક પ્રયાસ ફળીભુત થશે. સંબંધોમાં મધુરતા આવશે. અપમાન થવાની પણ સંભાવના છે. ઇચ્છિત કામ શરૂઆત થઈ શકે છે. પરિવારની સાથે મધુર વાતાવરણ હોવાને લીધે આનંદ મહેસુસ થશે. કામમાં સંપુર્ણ ફોકસ જાળવી રાખો. વ્યવસાય માટે દિવસ લાભદાય કરે છે. બહારની ખાણીપીણીથી તમારે આજે બચવું જોઈએ. આજે દિલથી કરવામાં આવેલ દરેક કામ સરળતાથી પુર્ણ થશે. માન પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્રો તરફથી લાભ મળશે.
કુંભ રાશિ
આજે મિત્રોની મદદથી આર્થિક પરેશાનીઓનો ઉકેલ મળી જશે. મોસાળ પક્ષ સાથેના તમારા સંબંધો બગડી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર પુરો ભરોસો કરવો નહીં. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. તમે મહેસુસ કરશો કે તમારા મિત્ર સ્વભાવથી ખુબ જ સહયોગી છે. પરિવારજનોમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.
મીન રાશિ
આજે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. સુખ સગવડતા નાં સાધનોમાં વધારો થશે. દરેક પ્રકારની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરવાની આવશ્યકતા રહેશે, ત્યારે જ તમને તમારા દ્વારા થતી ભુલ નજર આવશે. આજે વિદેશ જવા ઈચ્છતા લોકોના પ્રયા સફળ બની શકે છે. ધાર્મિક યાત્રા પર જવાનું રહેશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સફળતા અને ધન બંને મળી શકે છે, પરંતુ કોઈ પણ વાતનો પોતાના સ્વભાવ ઉપર અહંકાર આવવા દેવો નહીં.