આજનું રાશિફળ ૨૦ જાન્યુઆરી : ધનની દેવી લક્ષ્મીજી આજજે આ ૪ રાશિવાળા લોકો ઉપર પોતાની કૃપા વરસાવશે, સુખ સુવિધાઓમાં થશે વધારો

મેષ રાશિ

આજે તમે પોતાને ખુશનુમા મહેસુસ કરશો. પોતાના કાર્ય માટે ઓફિસ ઉપર તમે પ્રશંસાને પાત્ર બની શકો છો. વ્યવસાયક ગતિવિધિઓ સાથે સંબંધિત કોઈ પણ મહત્વપુર્ણ નિર્ણય આજે લેવો નહીં. આજના દિવસે ધીરજ અને સંયમ રાખવાની જરૂરિયાત છે. પોતાની આર્થિક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારે કોઈ આર્થિક સલાહકારની જરૂરિયાત પડશે. પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે અમુક કાયદા કાનુન બનાવશો, જે ઉત્તમ રહેશે. નકારાત્મક વિચારોથી મનમાં હતાશા ઉત્પન્ન થઈ શકે છે.

વૃષભ રાશિ

સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો. પોતાની મહેનત અને સંઘર્ષના પરિણામ ખુબ જ જલ્દી મળી શકે છે. દિવસની શરૂઆત અનુકુળ રહેશે. વ્યસ્તતા હોવા છતાં પણ તમે પોતાની રુચિ સંબંધિત કાર્ય માટે સમય કાઢી લેશો. કાર્ય કરવામાં ઊર્જાની કમી મહેસુસ કરશો તથા નિર્ણય લેવામાં અસમર્થ થતા મહેસુસ થશે. કામકાજમાં જવાબદારી વધશે. આજના દિવસે નિર્ધારિત યાત્રાઓ ટાળવી યોગ્ય રહેશે. કોઈપણ કામમાં મોડું થવાથી ગભરામણ થઈ શકે છે.

મિથુન રાશિ

આજે સરકારી લાભ થવાની સંભાવના છે. તમારા કાર્ય પુર્ણ તો થશે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે. સંપત્તિ ખરીદવાની યોજના બનાવતા પહેલા પૈસા સાથે સંબંધિત નિયમ સમજવા જરૂરી રહેશે. આજે કોઈ કામ કરતા સમયે તમારે પોતાના મનને શાંત રાખવું જોઈએ. પરિવારના સદસ્યોનો ભરપુર સહયોગ મળવાનો છે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. વ્યવસાય સબંધી રાજકીય મામલામાં કોઈ અનુભવી વ્યક્તિ તરફથી માર્ગદર્શન લેવું જરૂરી છે.

કર્ક રાશિ

આજે તમે પોતાની સમસ્યાઓને લઈને દરેક પ્રકારના લોકો પાસેથી સલાહ માંગવાની કોશિશ કરશો. અધુરા કાર્ય પુર્ણ કરવામાં મિત્રોનો સહયોગ મળશે. પ્રોપર્ટી માંથી આવતું નબળું રિટર્ન તમને નિરાશ કરી શકે છે. કાર્ય કરવાની સ્થિતિમાં સુધારો આવવાની સંભાવના છે. તમારા કામની પ્રશંસા થશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. કોઈ શુભ કાર્ય થવાનો સંકેત પણ ગ્રહો આપી રહ્યા છે. ઓફિસમાં અધિકારીઓ સાથે કોઈ તકરાર અથવા વિવાદમાં પડવું નહીં.

સિંહ રાશિ

આજના દિવસે તમને સારો લાભ મળશે. જો કે અમુક મામલામાં થોડી વધારે સાવધાની રાખવી જરૂરી છે. વેપારમાં આર્થિક પ્રગતિ માટે મહેનત કરવી પડશે. યુવાનોને નવા રોજગાર મળવાની સંભાવના છે. ઘરેલું ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. તમારી અંદર અમુક ઉતાવળાપણું અને ઉગ્રતા જન્મ લેશે. તમારે તેને નિયંત્રણમાં રાખવાની જરૂરિયાત છે. સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી ખટાશ હવે મીઠાશમાં પરિવર્તિત થતી નજર આવી રહી છે.

કન્યા રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખુબ જ શાનદાર રહેવાનો છે. ઉપહાર તથા માન સન્માન થી મન પ્રસન્ન રહેશે. ઘરેલુ કાર્યમાં વ્યસ્તતા વધશે. નોકરીમાં અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. પત્ની સાથે કોઈ વાત ઉપર તકરાર થઈ શકે છે. ભાઈઓમાં કોઈ વાતને લઈને મતભેદ ઉત્પન્ન થઈ શકે છે. તમારે સુમેળ બનાવવો જોઈએ, નહીંતર વિવાદ વધી શકે છે. ભાગ્ય પ્રબળ હોવાને લીધે તમારા બધા જ કાર્ય પુર્ણ થશે.

તુલા રાશિ

આજે તમને આગળ વધવાના અમુક નવા રસ્તા મળી શકે છે. અમુક જાતકોના જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. સંપતિ સંબંધિત વિવાદ કોઈની મધ્યસ્થતા થી ઉકેલી શકાશે. કોઈ નવા કામની પ્રેરણા તથા ઉર્જા પ્રાપ્ત થશે. પરિશ્રમ વધારે કરવો પડશે. તણાવ અને થાક થી સ્વાસ્થ્ય ને અસર પહોંચી શકે છે. યાત્રા લાભદાયક રહેશે. કંઈક એવી ઘટના બની શકે છે, જે તમારા હિતમાં ન હોય. કોઈ વાતને લઈને પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારા અટવાયેલા કાર્ય પુર્ણ કરવાનો પ્રયાસ કરી શકો છો. મહેમાનોનાં આવવાથી ખર્ચમાં વધારો થશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને તકરાર થઈ શકે છે. સ્વાસ્થ્યનો વિશેષ ખ્યાલ રાખો. જીવનસાથી સાથે તકરારમાં પડવું નહીં. સંતાનના કોઈ કાર્યથી સહયોગ મળશે. જો તમારા કામકાજમાં કોઈ સમસ્યા આવી રહી હોય તો તેનો ઉકેલ લાવવામાં ઉતાવળ કરવી નહીં. પારિવારિક વિવાદોને લીધે સુખમાં ઘટાડો થશે. વિવાદને સમાપ્ત કરવાના પ્રયાસો શરૂ રાખો.

ધન રાશિ

આજની દિવસ પરિવાર માટે અને તમારા પારિવારિક જીવન માટે ખુબ જ શાનદાર છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પોતાના મોટા સંપર્કોથી થોડો ફાયદો મળી શકે છે. જો તમે નાનો મોટો વેપાર કરો છો તો બપોર પછી તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય અને ઉત્સાહી રહેશો. ઓફિસિયલ કાર્યને પુર્ણ કરવામાં વધારે મહેનત થશે.

મકર રાશિ

આજે ગુસ્સામાં આવીને કોઈ કાર્ય ન કરવું. અંતરઆત્માનો અવાજ સાંભળો. સમજી વિચારીને કોઈપણ કાર્ય કરવાની જરૂરિયાત છે. થોડી બેદરકારીને લીધે તમારી મુશ્કેલી વધી શકે છે. પૈસાની બાબતમાં આજનો દિવસ સારો રહેશે નહીં. જો તમે નાનું મોટું કરજ લીધેલું છે, તો આજે લેણદાર તમારી ઉપર દબાણ કરી શકે છે. તમારે પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની ઉપેક્ષા નો પણ સામનો કરવો પડશે. મનમાંથી નકારાત્મક ભાવનાઓને દુર રાખવી સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી બહારની ખાણીપીણીથી દુર રહેવું.

કુંભ રાશિ

પરિવારજનો અને સંતાનો સાથે મતભેદ થવાની ઘટના બની શકે છે. ઈશ્વર ઉપર આસ્થા વધશે. કામકાજના મોરચા ઉપર આજે તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે સરકારી નોકરી કરો છો તો તમારા પ્રમોશનની ખુશખબરી પણ તમને મળી શકે છે. વળી જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો આજે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. પાચન સંબંધથી રોગ પરેશાન કરી શકે છે. સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ ટાળવાની કોશિશ કરો. વિપરીત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે.

મીન રાશિ

આજના દિવસે આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે. કાર્યમાં સફળતા અને યશ મળવાથી ઉત્સાહ વધશે. જો તમે નોકરી કરો છો અને તમારું કોઈ કામ ઘણા દિવસોથી પેન્ડિંગ છે, તો આજે તેને પુર્ણ કરવાની કોશિશ કરો. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેવાનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર વ્યક્તિની સલાહ અવશ્ય લેવી. પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આજીવિકાનાં ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે.