આજનું રાશિફળ ૨૧ જાન્યુઆરી : આજે આ ૫ રાશિઓએ વિશેષ ધ્યાન રખવાનું રહેશે, થઈ શકે છે મોટું નુકસાન

મેષ રાશિ

આજે કોઈ પણ પ્રકારનો મોટો નિર્ણય લેવો નહીં. યોગ્ય રીતે ચાલતા કામમાં અડચણ આવશે. કાયદાકીય મામલાને લઈને બચીને રહેવાનું રહેશે. યાત્રા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવું તમને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે. સંતાન સાથે સંબંધિત મામલામાં દુઃખ થઈ શકે છે. અનાવશક ખર્ચ થઈ શકે છે. કોઈ નાની યાત્રા તમારા માટે લાભદાયક રહેશે. આધ્યાત્મિક કાર્યમાં રુચિ વધી શકે છે. તમારે પોતાની વાણી માં નિયંત્રણ રાખવાની જરૂરિયાત રહેશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખુબ જ સારો રહેવાનો છે. આવકમાં અનિયમિતતા અને લીધે અમુક પરેશાની પણ થઈ શકે છે. કોઈ વકીલ પાસે જવું અને કાયદાકીય સલાહ લેવા માટે આજનો દિવસ સારો છે. જીવનસાથીની સાથે થોડો તણાવ પણ થઈ શકે છે, પરંતુ સાંજ સુધીમાં બધી ચીજોનો ઉકેલ મળી જશે. બીજા લોકોના વિવાદમાં ફસાવવાથી બચવું. સામાજિક ગતિ વિધિઓમાં તમારે મહત્વપુર્ણ ભુમિકા નિભાવવી પડશે. જીવનમાં ઝડપથી પ્રગતિ કરવા માટે તમારે પોતાના પરિવાર અને મિત્રોને મદદ લેવી પડશે.

મિથુન રાશિ

આજે નકામા કામમાં તમારી ઉર્જા ખર્ચ થઈ શકે છે. ભાઈઓ સાથે સંપત્તિને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. જોખમ ભરેલી સંપત્તિમાં રોકાણ કરવાથી બચવાનું રહેશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી આજે ગર્ભવતી મહિલાઓએ પોતાનો વિશેષ ધ્યાન રાખવું. ગુપ્ત શત્રુ દ્વારા તમને ધન સંબંધી નુકસાન પહોંચાડી શકાય છે. મનમાં ચાલી રહેલી અનિશ્ચિતતા ની ભાવના આજે સમાપ્ત થશે. તમે પોતાના પિતાની સાથે એક નવો વ્યવસાય શરૂ કરી શકો છો. જીવનસાથી સાથે ઘણા દિવસોથી ચાલી રહેલ મતભેદ આજે ખતમ થશે.

કર્ક રાશિ

આજે તમારે પોતાના લક્ષ્ય ઉપર ફોકસ જાળવી રાખવું જોઈએ. જે કામમાં પણ જોડાયેલા છો તેમાં ભરોસો રાખવાની જરૂરિયાત છે. વ્યવસાયિક ભાગીદાર ની સાથે વિવાદનો ઉકેલ મળે એવી સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ મિત્રની મદદ મળશે, જેનાથી મુશ્કેલ વિશે સમજવામાં સક્ષમ બનશો. પારિવારિક જીવનમાં જીવનસાથી તથા ભાઈ બહેનોની સાથે કોઈ તકરાર થઈ શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. મન અશાંત રહેશે, પરંતુ કોઈ પણ ખોટો નિર્ણય લેવો શક્ય નહીં હોય.

સિંહ રાશિ

પરિવારમાં તમારા ભાઈ બહેનનો ની ભુમિકા તમને સહયોગ આપનારી સાબિત થશે. આજે કરવામાં આવેલું પ્લાનિંગ સફળ રહેશે, જે ભવિષ્યમાં તમને લાભ અપાવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેના માટે થોડું સાવધાન રહેવું. પૈસા સાથે સંબંધિત કોઈ મહત્વપુર્ણ નિર્ણય આજે લેવો નહીં. કોઈ ગુપ્તશત્રુ તમારી છબીને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. ખર્ચ વધારે હોવાને લીધે પૈસાની તંગી મહેસુસ કરી શકો છો. પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનો રહેશે.

કન્યા રાશિ

આજે તમારો ઉદાર સ્વભાવ તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવશે. કાર્યક્ષેત્ર પર પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળશે. આવક વધારવાના અમુક સારા અવસર પણ તમને મળી શકે છે. વ્યવહારિક જીવન મધુરતા ભરેલું રહેશે. જરૂરી લેવડ-દેવડ સમયે સાવધાન રહેવું. આધ્યાત્મિકતાની ખોજ તમને પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત મેળવવામાં મદદ કરશે. રાજકારણ અને પ્રેમના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આગળ વધવા માટે તમારે પોતાના જીવનમાં અમુક બદલાવ કરવા પડશે. અભ્યાસમાં તમારું પ્રદર્શન સારું રહેશે. જો વીમા અથવા રોકાણ સંબંધી કોઈ પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે દિવસ શુભ રહેશે. વિવાહિત લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. પિતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. નસીબ તમારી સાથે છે અને તમને આર્થિક રૂપથી આગળ વધવા માટેના નવા અવસર મળી શકે છે. સાસરીયા પક્ષમાં કોઈનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

કાર્યનો વિસ્તાર કરવા માટે લોન લેવી પડી શકે છે. ધનની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રોપર્ટી ડીલર માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. વાણી ઉપર સંયમ રાખવાથી પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમે ભૌતિક ચીજ વસ્તુઓ ઉપર ખર્ચ કરી શકો છો. દૈનિક આવકની સરખામણીમાં ખર્ચ વધારે રહેશે. વેપારના નિર્ધારીત કાર્યમાં સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રગતિના અવસર મળશે.

ધન રાશિ

આજે મિત્રોનો સહયોગ મળશે. તમારે પોતાના સ્વભાવ ઉપર થોડું નિયંત્રણ રાખવું જોઈએ. પરસ્પર વિશ્વાસની મદદ થી પારિવારિક સંબંધોમાં મજબુતી આવશે. વેપારની બાબતમાં સારા પરિણામ મળશે. શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો છે. આજે તમે થોડું ચીડીયાપણું મહેસુસ કરી શકો છો. નજીકના સંબંધોમાં શંકાઓને હાવી થવા દેવી નહીં. વેપારમાં આર્થિક લાભનો અવસર મળશે. ભાગ્ય વૃદ્ધિના સંકેત છે. નાની મોટી યાત્રા કરવી પડી શકે છે.

મકર રાશિ

આજે નવી જવાબદારીનો ભાર તમારા ખભા ઉપર આવી શકે છે. આર્થિક દ્રષ્ટિકોણ થી આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થવાનો છે. જો તમે પોતાની આવક વધારવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છો, તો આજે તમને પોતાની મહેનતનું ફળ મળી શકે છે. પોતાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરતા સમયે પોતાના શબ્દો ઉપર ધ્યાન આપો. જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તેનું સ્વાસ્થ્ય અચાનક ચિંતાનો વિષય બની શકે છે.

કુંભ રાશિ

માતા-પિતા કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. તમને માથા સાથે સંબંધિત કોઈ રોગ ઉત્પન્ન થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા જાતકોને લાભ કમાવાના સારા અવસર પ્રાપ્ત થશે. ઘરના કોઈ સદસ્યોનો સ્વાસ્થ્ય બગડવાથી આજનો દિવસ તણાવમાં રહેશો. આજનો દિવસ તમારા માટે ખુબ જ ભાગદોડ ભરેલો રહેવાની સંભાવના છે. નિર્ણય લેવામાં પરેશાની ઉત્પન્ન થશે. આજે સહયોગીઓની મદદથી કોઈ મહત્વપુર્ણ કાર્ય પુર્ણ કરી શકશો.

મીન રાશિ

આર્થિક દ્રષ્ટિકોણ થી આજનો દિવસ સામાન્ય રહેશે. તમે પોતાના બાળકોની સાથે સારો સમય પસાર કરશો. ભાગીદારીમાં વેપાર કરતાં જાતકો માટે આજનો દિવસ મુશ્કેલી ભરેલો રહેવાની સંભાવના છે. ઓફિસનું વાતાવરણ ખુબ જ ગરમ રહેશે અને તમારા કોઈ મહત્વપુર્ણ કાર્યમાં અડચણ આવી શકે છે. ઓફિસના કામમાં આવતી પરેશાની દુર થશે અને તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મનમાં અજાણ્યો ભય જળવાઈ રહેશે. આર્થિક બાબતમાં પરેશાની ઊભી થઈ શકે છે.