આજનું રાશિફળ ૨૨ ફેબ્રુઆરી : આજે ૪ રાશિઓ પર પ્રસન્ન થશે ગણેશજી, કંગાળ માંથી બનાવી દેશે કરોડપતિ

Posted by

મેષ રાશિ

આજે તમે પોતાના ભાગ્યને લીધે અપાર સફળતા પ્રાપ્ત કરશો. આવકના એક કરતાં વધારે સ્ત્રોત વિકસિત થઈ શકે છે. તમે પોતાના પ્રયાસો થી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો. અમુક લોકોના નોકરીમાં પરિવર્તન થવાનું છે અને તે તમારા માટે અનુકુળ સાબિત થશે. તમારે લોનની ચુકવણીમાં પરેશાની ઉભી થઈ શકે છે. આ રાશિવાળા વ્યક્તિઓને અણધારીઓ ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. સરકારી નોકરી કરતા લોકોએ અમુક અડચણનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાની પ્રતિભાનો પુર્ણ લાભ લેવામાં સક્ષમ રહેશો. અમુક નવી યોજનાઓ શરૂ થવાથી મનપસંદ રહેશે. પ્રશાસનિક સેવા સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યમાં સફળ બનશે. પ્રમોશન મળવાના યોગ છે. પૈસાનો રોકાણ કરવામાં પરિવારજનો સાથે ચર્ચા વિચારણા અવશ્ય કરવી. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણ થી તમે ઉર્જાવાન રહેશો. આજનો દિવસ સારો રહેશે. તમે પોતાના જીવનસાથી ને પુરો સમય આપશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પાછલા દિવસોની સરખામણીમાં વધારે લાભદાયક રહેશે. તેઓ પોતાના અભ્યાસમાં એકાગ્ર થવામાં સફળ રહેશે.

મિથુન રાશિ

આજે તમે પોતાને મુશ્કેલ પરિસ્થિતિમાં જકડાયેલા મહેસુસ કરશો. સ્વાસ્થ્યની સ્થિતિ મધ્યમ રહેશે, જેનાથી તમે પોતાના ઊર્જાની કમી મહેસુસ કરશો. આજના દિવસે તમને શાસન સત્તા પક્ષ તરફથી પરેશાની મળી શકે છે. પિતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો. ધાર્મિક યાત્રાની યોજના બનશે. તમારું મન પરેશાન રહેશે, પરંતુ પ્રેમ તથા સંતાનનો સાથ મળશે. તમારે પોતાના માતા પિતા સાથે અમુક મતભેદ ઊભા થઈ શકે છે. પ્રેમ સંબંધો માટે સમય શુભ છે.

કર્ક રાશિ

આજના દિવસે તમારા સ્વાસ્થ્યની સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમને પ્રેમી તથા જીવનસાથી તરફથી પુરો સાથ મળશે. અટવાયેલા કાર્ય ગતિમાં આવશે. અમુક લોકો તરફથી તમને સંપુર્ણ સમર્થન મળી શકે છે. સંબંધીઓ અથવા મિત્રોની સલાહ પર આજે વિશ્વાસ કરવો નહીં. નાના વેપારીઓને આવકના અમુક નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તે તમારા માટે બાદમાં પરેશાની નું કારણ બની શકે છે. આજે અમુક ગુપ્ત શત્રુ નુકસાન પહોંચાડી શકે છે, જેથી સાવધાન રહો.

સિંહ રાશિ

નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. આર્થિક આયોજનો પુરા થશે. નવી યોજના બનશે. પરિણામ તમારા પક્ષમાં રહેશે. તમારે પોતાના પૈસાને બજેટ બનાવીને ખર્ચ કરવા જોઈએ, ત્યારે જ તમે ભવિષ્ય માટે પૈસા એકઠા કરી શકશો. સાંજના સમયે તમને પોતાના કોઈ કાર્ય માં આવેલી અડચણને લીધે ચિંતા ઊભી થઈ શકે છે. સામાજિક કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. અટવાયેલા કાર્ય પુર્ણ થશે. જુના રોકાણ માંથી સારા પરિણામ મળશે.

કન્યા રાશિ

આજે પડકારોની વચ્ચે તમે પોતાના માટે નવો રસ્તો શોધવામાં સફળ બનશો. વિરોધીઓની સાથે વાદવિવાદને ટાળો. વૈચારિક સ્તર ઉપર નકારાત્મકતાને દુર કરીને માનસિક રૂપથી સ્વસ્થ થવાનો પ્રયાસ કરો. કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના સફળ બનશે. તમે આર્થિક મામલામાં પણ આગળ વધશો. તમારા મનની શંકા પણ દુર થઈ શકે છે. તમારે સાચું બોલવાથી ડરવું જોઈએ નહીં. તમારું અટવાયેલું કાર્ય ગતિમાં આવશે. અટવાયેલા પૈસા પરત મળવાના સંકેત મળી રહ્યા છે.

તુલા રાશિ

આજે તમને માનસિક સંતોષ મળશે.. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાનોને વિદેશથી નોકરીની ઓફર મળી શકે છે. ત્યારબાદ તમે પોતાના પરિવારમાં કોઈ પાર્ટીનું આયોજન કરી શકો છો, પરંતુ તમારા અમુક શત્રુ આજે તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. જીવનસાથી તથા પારિવારિક સદસ્યોની સાથે વધારે સમય પસાર કરવાની આવશ્યકતા પડી શકે છે. નોકરી સાથે જોડાયેલા જાતકોની પ્રશંસા થશે.

વૃશ્ચિક રાશિ

લેવડ-દેવડમાં ઉતાવળ કરવાથી નુકસાન થઈ શકે છે. કોઈપણ મોટો નિર્ણય સમજી વિચારીને લેવો. આજે ઉત્સાહમાં પૈસા ખર્ચ કરવા નહીં. ખર્ચને કાબુમાં રાખવાની જરૂરિયાત છે. ઓફિસ પર પોતાની વાણી ઉપર સંયમ જાળવી રાખવું. તમારા નજીકનાં લોકો સાથે તમારે મતભેદ થઈ શકે છે. કોઈ નવા પ્રેમ સંબંધની શરૂઆત પણ થઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં આજે તમને સફળતા મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. બાળકોનું રમતા સમયે વિશેષ ધ્યાન રાખો, ઈજા થવાની સંભાવના રહેલી છે.

ધન રાશિ

કાર્ય સફળતા અને યશ તથા કીર્તિ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ છે. વેપારમાં તમે પોતાના વ્યવહારથી વધારે સફળ રહેશો અને ગ્રાહકો સાથે સ્થાયી સંબંધ બનાવશો. મહિલાઓ રસોડામાં કામકાજને લઈને સતર્ક રહે. તમે પોતાના બધા વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. તમારું નામ અને પ્રસિદ્ધિ વધશે. કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવુ નહીં. નજીકના સંબંધીઓ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. પ્રેમી યુગલ માટે આજનો દિવસ સારો રહેશે.

મકર રાશિ

આજે તમને તમારો અધિકાર સરળતાથી મળી જશે. મહિલા અધિકારી તરફથી સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યને લઈને ધ્યાન રાખો અને યોગથી રોગ સામે લડવાની ક્ષમતા મળશે. પરિવારમાં બધા લોકો મનોરંજન પ્રત્યે રુચી લેશે, જેનાથી ઘરનું વાતાવરણ સુખમય રહેવાનું છે. પોતાની જવાબદારીઓને નજરઅંદાજ કરવી નહીં. આજે તમારે અમુક ચિજોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જોખમ ભરેલા કામ કરવાથી બચવું જોઈએ. અમુક લોકોની સાથે તમારે મતભેદ થઈ શકે છે.

કુંભ રાશિ

સામાજિક લોકપ્રિયતા પ્રાપ્ત કરવાના શુભ સંકેત છે. તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. તમે પોતાની મહેનતથી મહત્વપુર્ણ કાર્ય સફળતાપુર્વક પુર્ણ કરી લેશો. નોકરીમાં આજે અધિકારી મહત્વપુર્ણ જવાબદારી સોંપી શકે છે. ઘરમાં બદલાવની સંભાવના છે. ઘર ખરીદવાના પ્રયાસ કરી રહ્યા છો તો આજનો દિવસ આ કામ માટે શ્રેષ્ઠ રહેશે. વળી નવા અવસરનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે કોઈ મિત્ર પાસેથી મદદ માંગી શકો છો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન રાશિ

આજે નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કોઈ મોટી સમસ્યાનું નિરાકરણ મળશે. વેપારીઓનાં વ્યવહારમાં નકારાત્મક પરિવર્તન થઈ શકે છે. સાથોસાથ એક વાતનું ધ્યાન રાખો કે જરૂરિયાતથી વધારે કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે ભરોસો નહીં કરવો, નહીંતર તમારે મોટું નુકસાન સહન કરવું પડશે. પોતાને ચિંતાઓથી મુક્ત રાખવા માટે તમે પોતાના પરિયોજનો સાથે થોડો સમય પસાર કરી શકો છો. તમે નવા કામ ઉપર ચર્ચા વેચાણ કરી શકો છો. પોતાને તંદુરસ્ત રાખવા માટે તમારે વ્યાયામ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *