આજનું રાશિફળ ૨૮ ફેબ્રુઆરી : આજે ૪ રાશિવાળા જાતકો ઉપર થશે હનુમાનજીની કૃપા, મોટો ધનલાભ થવાના યોગ છે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમારા પ્રેમ સંબંધોમાં મજબુતી અને મીઠાશ આવશે. કોઈ એવું કાર્ય ન કરો, જેના લીધે તમારું અપમાન થઇ શકે. આજે તમે પોતાના નિર્ણયો પર દ્રઢ રહો અને બીજાના વિચારોથી પ્રભાવિત થવું નહીં. યોગ્ય રહેશે કે તમે પોતાના વિચારોને જ સાંભળો. કોઈ પણ વ્યક્તિ ને તમારી ઉપર તેના વિચારો લાદવા દેવા નહીં. નોકરી કરતા જાતકો માટે પ્રગતિ થવાની સંભાવના છે. નૈતિક અથવા કોઈપણ ગેરકાયદેસર કામ કરવું નહીં, નહિતર તમારે નુકસાન સહન કરવું પડશે.

વૃષભ રાશિ

ઘરેલુ મોરચા પર અટવાયેલી પરી યોજનાઓ પુર્ણ થશે. તમારે પોતાને કોઈ પણ વ્યાકુળતાથી બચવા માટે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સુચનાની સત્યતા ની તપાસ અવશ્ય કરવી. કોઈની વાતો સાંભળીને કોઈપણ નિર્ણય લેવો નહીં. યોગ્ય સમય પર તમારી મદદ કોઈને મોટી પરેશાની માંથી બચાવી શકે છે. જો તમને કોઈ વાત યોગ્ય ન લાગે તો તેને માનવાની આવશ્યકતા નથી. દિનચર્યા ની ગતિવિધિઓ માટે આમતેમ ભાગવું પડશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ નહીં કરે તો તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. મનમાં કોઈ ચીજ વારંવાર આવી શકે છે. તમે નવા સંપર્ક સ્થાપિત કરી શકશો. મિત્રોનો સહયોગ મળશે. અમુક લોકોના જીવનમાં પ્રેમનો પ્રવેશ થઈ શકે છે. તમે પોતાના જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. તમને અચાનક ધન લાભ થવાની સંભાવના છે. યાત્રા કરતા સમયે સાવધાની રાખો.

કર્ક રાશિ

આજે કોઈ પણ મામલામાં ઉતાવળ અથવા વધારે પડતો તણાવ તમારા માટે વિપરીત પરિણામ આપનાર બની શકે છે. આજનો દિવસ વધારે અનુકુળ રહેશે નહીં. થોડું સાવધાન રહીને ચાલવાની જરૂરિયાત છે. વિરોધીઓ તમારી કમજોરીનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. તેવામાં તમારે તેમનું ધ્યાન રાખવું જોઈએ. તમારે પોતાના મનના નકારાત્મક ભાવમાંથી મુક્ત થવું જોઈએ. અંગત બાબતો ઉપર નિયંત્રણ રાખવાનું રહેશે. તમારું પારિવારિક અને વહીવિક જીવન સામાન્ય રહેશે.

સિંહ રાશિ

આજે તમે કોઈ મહત્વપુર્ણ કામ સમય પહેલા જ સમાપ્ત કરી શકો છો. પરિવારજનોની સાથે આનંદ આવશે. પ્રેમ જીવનસાથી તમારી પાસે કોઈ ડિમાન્ડ કરી શકે છે. પરિવારમાં કોઈ સમસ્યાનો ઉકેલ વાતચીતના માધ્યમથી નીકળશે. ભૌતિક સુખ મેળવવા માટે ખર્ચ વધશે. નવા સંબંધ બનાવતા પહેલા વિચાર અવશ્ય કરવો. એક સમયે એક જ કામ હાથમાં લેવું. ખુબ જ જલ્દી સફળતા મળશે. ધન લાભ થવાના યોગ છે. તમે પોતાના ભાઈઓ અને બહેનોની સાથે સુમેળ ભરેલા સંબંધ જાળવી રાખશો.

કન્યા રાશિ

તમારો વ્યવહાર તમને આગળ વધવામાં સહાયતા કરશે. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્વસ્થતા વધારશે. જલ્દી પૈસા કમાવવા માટે તમારે ખોટો રસ્તો અપનાવાથી બચવું જોઈએ, નહિતર નુકસાની થઈ શકે છે. કામકાજની વાત કરવામાં આવે તો નોકરી કરતા જાતકો માટે આજનો દિવસ ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. સ્વાસ્થ્યનાં સંબંધમાં પ્રશ્ન ઊભા થશે. આજે કોઈ સમસ્યામાં પોતાને જાણી જોઈને સામેલ કરવા નહીં. પોતાની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિનો અનુભવ કરશો.

તુલા રાશિ

આજે સરળતા કામ પુર્ણ થવામાં સમસ્યા આવશે, એટલા માટે દરેક કામને ધ્યાનથી કરવાના રહેશે. સહયોગીઓની સાથે વિવાદ થઈ શકે છે. પરિવારનાં સદસ્યોની વચ્ચે મતભેદ વધી શકે છે. આજે તમારા કોઈ પ્રિય વ્યક્તિનો મુડ ખરાબ થઈ શકે છે. યોગ્ય રહેશે કે આજે તમે કોઈ નકામી ચર્ચામાં ન પડો. ધીરજ અને નમ્રતાથી કામ લેવું. જો કોઈ પરેશાની ઉભે થયેલી હોય તો પોતાનો દ્રષ્ટિકોણ બદલો, પરેશાની અવસરમાં બદલી જશે.

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં અડચણ આવશે. વાહન તથા મશીનરીના પ્રયોગમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. પારિવારિક જીવનમાં સ્થિતિ ઉતાર-ચડાવથી ભરેલી રહેશે. ઘરમાં આજે કોઈ વાતને લઈને વાદવિવાદ થઈ શકે છે. તેવામાં માનસિક રૂપથી તમે ખુબ જ દબાણ મહેસુસ કરી શકો છો. તમારા અમુક અટવાયેલા કાર્ય પુર્ણ થઈ શકે છે. અનુભવી અને વડીલોની મદદથી તમને પોતાના કામમાં લાભ મળશે.

ધન રાશિ

જે લોકો પરિણીત છે તેમના દાંપત્ય જીવનમાં સ્નેહ વધશે. પોતાની ઊર્જા અને આઇડિયા ને યોગ્ય દિશામાં લગાવો. આજે તમારા આસપાસના લોકો તમને ખોટા સમજી શકે છે, એટલા માટે પોતાના વિચારોને સ્પષ્ટતાથી અભિવ્યક્ત કરો. જે પણ બોલો તે સમજી વિચારીને બોલો. આજે કોઈ જુની બીમારી તમારી ચિંતા વધારશે. ધ્યાન રાખો અને યોગ તથા આયુર્વેદનાં ઉપચારથી અવશ્ય લાભ મળશે. અમુક વેપારીઓને સારો લાભ મળવાની સંભાવના છે.

મકર રાશિ

આજે માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેવાથી તમને કામમાં સફળતા મળશે. આળસથી દુર રહો. ભુતકાળમાં કરવામાં આવેલા પરિશ્રમના સારા પરિણામ તમને મળી શકે છે. યોગ્ય રહેશે કે તમે પોતાની સમજદારીથી કામ લો અને વાદવિવાદથી દુર રહો. નાના વેપારીઓ માટે આજનો દિવસ ખુબ જ લાભદાયક રહેવાનો છે. પ્રેમ જીવનનાં દ્રષ્ટિકોણ થી આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા પ્રિય વ્યક્તિ પોતાના દિલના રહસ્ય તમારી સામે સ્પષ્ટ કરી શકે છે.

કુંભ રાશિ

આજે તમે મનોરંજનનાં વિભિન્ન સાધનોની સાથે પોતાના જીવનનો આનંદ ઉઠાવી શકશો. તમે ઓફિસમાં કોઈ કામને લઈને થોડું દબાણ મહેસુસ કરશો. અચાનકથી તમને કોઈ મોટો લાભ મળી શકે છે. મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે છે. પિતા અને જીવનસાથી નો પુરો સહયોગ પ્રાપ્ત થશે. તમને પોતાના મિત્રો અને પ્રિયજનો તરફથી ઉપહાર મળી શકે છે કોઈ કામ પુર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

મીન રાશિ

આજે તમારે વેપારની બાબતમાં સાવધાની રાખવી જોઈએ. તમે પારિવારિક મામલામાં પણ પોતાના સ્વાર્થ ભાવ ઉપર નિયંત્રણ રાખો. તમારા વેપારમાં પણ વધારો થઈ શકે છે. આજે તમને કોઈ નવો વ્યવસાય પ્રસ્તાવ મળવાની પ્રબળ સંભાવના છે. આર્થિક દ્રષ્ટિકોણ થી આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પરિવારના બધા સદસ્યો પ્રત્યે માન સન્માન જાળવી રાખો. ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈપણ કાર્ય કરવું નહીં તમે પોતાના જીવનસાથી પ્રત્યે સંબંધોમાં મધુરતા મહેસુસ કરશો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *