આજનું રાશિફળ ૨૯ જુલાઇ : શુક્રવારનો દિવસ આ ૩ રાશિઓ માટે ખુબ જ ચમત્કારિક રહેશે, પૈસા અને પ્રેમ બંને મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે તમારે ક્રોધ ઉપર સંયમ રાખવું જોઈએ, નહિતર નકામા વિવાદમાં ફસાવી શકો છો. નકામા કામમાં સમય બરબાદ થશે. શેર બજારમાં નુકસાન થઈ શકે છે. કાયદાકીય દસ્તાવેજોમાં સાવધાની રાખો. પારિવારિક જીવનમાં જીવનસાથી તથા ભાઈ બહેનોની સાથે અમુક તકરાર થઈ શકે છે. વડીલોનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે. કોઈ ખુબ જ જુનું અટવાયેલું કાર્ય પુર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વ્યવસાય તથા નોકરીમાં અમુક પરેશાની આવી શકે છે.

વૃષભ રાશિ

જીવનસાથી ને કારણે માનસિક તણાવ વધી શકે છે. મોટું કામ કરવાની યોજના બનાવી શકો છો. અટવાયેલા કાર્ય પુર્ણ કરવા માટે દિવસ સારો છે. વેપારમાં સફળતાના યોગ બની રહ્યા છે. આજનો દિવસ ખુબ જ પ્રગતિશીલ રહેશે. સફળતા નિશ્ચિત છે. આજે તમે માતા પિતાની સાથે મંદિરમાં દર્શન માટે જઈ શકો છો. તમારા વ્યવહારથી અમુક લોકો ખુબ જ પ્રભાવિત થશે. પરિવારમાં અતિથી ના આગમનથી ખુશનુમા વાતાવરણ રહેશે. પરિવારની તમે યોગ્ય રીતે દેખભાળ કરશો.

મિથુન રાશિ

આજે તમને પોતાના જીવનમાં મોટી સફળતા મળવાના યોગ નજરાવી રહ્યા છે. નવું કાર્ય શરૂ કરતા પહેલા વડીલોની સલાહ લેવાનું ભુલવું નહીં. વિદ્યાર્થી વર્ગ રચનાત્મક કાર્ય કરે. લેખન ઉપર ધ્યાન આપે. પારિવારિક જીવન શુભ રહેશે અને તમે પોતાના જીવનસાથીની સાથે આનંદદાયક સમય પસાર કરશો. નજીકના લોકોને લઈને કોઈ શંકા છે તો દરેક ચીજ સામે આવી જશે. વડીલોની સલાહ અવશ્ય લેવી. પોતાના વિચારોથી બીજાને પ્રભાવિત કરવામાં સફળ રહેશો.

કર્ક રાશિ

રોજગાર પ્રાપ્તિ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકો ને ઉચ્ચપદ મળે તેવી સંભાવના છે. મોટા અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓના સાનિધ્યમાં લાભ મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે પરંતુ ક્રોધ વધારે રહેશે. મીડિયા અને આઇટીનાં જાતકોને સફળતા મળશે. આવકનાં નવા સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરો. વેપારીઓએ પોતાના કાર્ય પર ફોકસ કરીને આગળ વધવાનું રહેશે.

સિંહ રાશિ

આર્થિક સંદર્ભમાં આજે તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં અતિથિઓનું આગમન થઈ શકે છે. જે લોકો ની ઇલેક્ટ્રોનિક્સ સામાન્ય દુકાન છે તેમને નફો થશે. જો તમે કોઈ ઘરેથી બહાર વેપાર કરો છો તો મિત્રો તથા પત્ની તરફથી પુરો સહયોગ પ્રાપ્ત થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. આજે તમે મિત્રો પાસેથી કોઈ કામ માટે મદદ માગી શકો છો. પરિવારમાં તમારા ગુણોની પ્રશંસા થશે. વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી ઉપર ફોકસ કરવાનું રહેશે.

કન્યા રાશિ

આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વેપાર વધારવા માટે તમારે થોડા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. યુવાનોનું અભિમાન વિવાદનું કારણ બની શકે છે. જો આવી સ્થિતિ ઊભી થાય છે તો શાંત રહેવું જોઈએ. વિચારોની જાણ લગાવવાની તમારી ક્ષમતા ને પ્રોત્સાહિત કરો, પરંતુ કાલ સુધી કંઈ પણ કાર્ય શરૂ કરવા માટે રાહ જુઓ. તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે.

તુલા રાશિ

કામકાજને લઈને ભાગદોડ થવાના યોગ બની રહ્યા છે. ખર્ચની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિ થી તમારું મન પ્રસન્ન રહેશે, પરંતુ ઋતુમાં પરિવર્તન ની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય કરવાથી બચવું, નહીંતર બાદમાં તમારે પસ્તાવો કરવો પડશે. પોતાના પ્રેમીની સાથે તમે સારો સમય પસાર કરશો. અભ્યાસમાં આવી રહેલી અડચણ શિક્ષકોની મદદથી દુર થશે. તમારે એકાગ્ર બનીને પોતાના કાર્ય પુર્ણ કરવાના રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે બીજા લોકોની વાતોમાં આવીને ખોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ. આવશ્યક વસ્તુઓ સમય પર મળશે નહીં, જેનાથી મનમાં તણાવ રહેશે. જો કોઈ વિવાદમાં પડેલા છો તો ટીપ્પણી કરવાથી બચવું. નિરાશાજનક વિચારોથી બચવું. જીવનસાથીની સાથે મળીને અમુક યોજનાઓ બનાવશો. રાજકીય અથવા સામાજિક કાર્યમાં સામેલ લોકોને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ જોવા મળશે. કોઈ ગરીબ તથા અંધ વ્યક્તિને ભોજન કરાવો. તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે.

ધન રાશિ

આજે તમને પરિવારજનો તરફથી સહયોગ મળી શકે છે. સમજી વિચારીને પોતાના વિવેકથી કાર્ય કરવાની આવશ્યકતા છે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ કરવી નહીં. વિદ્યાર્થીઓને આજે શિક્ષાના ક્ષેત્રમાં નવા અવસર મળશે. વ્યસ્તતાની વચ્ચે કાર્ય તથા પરિવારમાં સંતુલન જાળવી રાખો. તમારા જીવનની અધુરી મનોકામનાઓ પુરી થશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આજે તમે નવી શરૂઆત કરવામાં સફળ બની શકો છો.

મકર રાશિ

આજે બોલવાની અપેક્ષામાં સાંભળવા ઉપર વધારે ધ્યાન આપો. દિમાગમાં અમુક સારા વિચાર આવશે. આજે ભવિષ્ય સંબંધી યોજનાઓને લઈને અમુક મહત્વપુર્ણ નીતિઓ બનાવશો. કામકાજમાં વ્યસ્તતા સિવાય તમે પરિવાર તથા મિત્રો ની સાથે મોજ મસ્તી તથા મનોરંજનમાં સમય પસાર કરશો. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય તમને પરેશાનીમાં મુકી શકે છે. એટલા માટે કોઈપણ નિર્ણય લેતા પહેલા આરામથી વિચાર કરો. કીમતી વસ્તુઓ સંભાળીને રાખવી.

કુંભ રાશિ

આજે તમારો આર્થિક પક્ષ મજબુત બનશે. આજે તમારે વૈચારિક સ્તર પર પડકારનો સામનો કરવો પડી શકે છે. તમારી સફળતાના કોઈ નવા દ્વાર ખુલવાના છે, જેનાથી લાભ પ્રાપ્તિની સાથોસાથ ઉત્સાહ તથા ઊર્જાનો સંચાર થશે. પાછલા અમુક સમયથી ચાલી રહેલી ચિંતાઓમાંથી રાહત મળશે. શારીરિક કષ્ટની સંભાવના છે. ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં. પારિવારિક મામલામાં બેચેની રહી શકે છે. અધુરા કાર્ય પુર્ણ કરવામાં પરેશાની આવી શકે છે.

મીન રાશિ

આજે તમારું મન લોકો સાથે મુલાકાત કરવામાં વધારે રહેશે. પરિવારના સદસ્યો સાથે સંબંધ મધુર બનશે. માનસિક સુખ શાંતિ રહેશે. આજે મોટાભાગનો સમય વાંચન લેખનમાં પસાર થશે. કોઈ મહત્વપુર્ણ કામ સમયસર પુર્ણ થઈ શકે છે, જેનાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઈ આનંદતસવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. જીવનસાથી અથવા પ્રેમી દ્વારા પોતાની મરજી વગર કોઈ પગલું ઉઠાવવાના સંકેત છે. કોઈ નવી ચીજ શીખવાનો અવસર મળશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.