આજનું રાશિફળ ૧૭ નવેમ્બર : આજે આ ૭ રાશિઓ માટે આજનો દિવસ ખાસ ગિફ્ટ લઈને આવશે, વાંચો રાશિફળ

મેષ રાશિ

આજે તમે પોતાના મુડમાં બદલાવ મહેસુસ કરશો અને તેના લીધે તમારા કામમાં મન લાગી શકશે નહીં. આજે તમારો દિવસ થોડો પરેશાની ભરેલો રહી શકે છે. એટલા માટે કોઈ રચનાત્મક કાર્ય કરીને દિવસને રોચક બનાવી શકો છો. ઓફિસના અટવાયેલા કાર્ય પુર્ણ કરવાની કોશિશ કરશો, જેમાં તમે સફળ પણ રહેશો. પરિવાર સાથે જોડાયેલ કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો. ઉતાવળ બિલકુલ કરવી નહીં. શિક્ષા પ્રતિયોગીતા માટે સમય અનુકુળ નથી. અમુક લોકો વિશે તમને અમુક રોચક વાતો પણ જાણવા મળી શકે છે.

વૃષભ રાશિ

નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સુખના સાધનો એકઠા કરી શકશો. પિતાનું સાનિધ્ય મળશે. વાતચીતમાં સંયમ રાખો. વાણીમાં કઠોળતાનો પ્રભાવ થઈ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વભાવમાં ચીડીયાપણું રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. ગાયને રોટલી ખવડાવો, તમારી સ્થિતિ સારી રહેશે. વેપારમાં તમને મોટો નફો મળશે. છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવા ફેલાવવા માટે અધિરા બનશે.

મિથુન રાશિ

શિક્ષા અને નોકરીના ક્ષેત્રમાં તમે ખુબ જ મોટી સફળતા પ્રાપ્ત કરશો. વાંચનમાં રુચિ રહેશે. શૈક્ષણિક કાર્ય માટે યાત્રા પર જવાનું થઈ શકે છે. કપડા ઉપર ખર્ચ વધશે. કોઈ એવા વ્યક્તિ સાથે સમય પસાર કરવો પડશે, જે તમને બિલકુલ પસંદ ન હોય. જે તમારા મનની અશાંતિનું કારણ બની શકે છે. કોઈ પૈતૃક સંપતિનો લાભ મળી શકે છે. ભૌતિકતા તરફ રુચિ વધશે. જેનાથી બાદમાં માનસિક થાક મહેસુસ કરશો. આળસમાં વધારો થઈ શકે છે.

કર્ક રાશિ

જુના બગડેલા સંબંધો સુધરી શકે છે. સંબંધોમાં સુધારો તમારા જીવનમાં નવી ખુશીઓ લઈને આવશે. વાહન સુખમાં વૃદ્ધિ થશે. મીઠી ખાણીપીણી પ્રત્યે રુચિ વધી શકે છે. વધારે ખર્ચથી પરેશાન રહેશો. શક્ય છે કે પરિવારની સાથે કોઈ નજીકના સંબંધી સાથે મળવા જવાનું થાય અને તેના માટે દિવસ યોગ્ય પણ છે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગીદાર બનશે. પોતાની પરેશાનીઓ તેમની સાથે શેર કરવામાં અટકાવું નહીં.

સિંહ રાશિ

તમારા વિચારો અને ઊર્જાને સારા પરિણામો માટે સકારાત્મક નિર્દેશો ઉપર કેન્દ્રિત કરવાના રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે, પરંતુ અમુક પરેશાનીઓ પણ આવી શકે છે. માતા તરફથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધીરજ જાળવી રાખવી. પરિવારની જવાબદારી વધી શકે છે. તમારા પ્રેમ ભરેલા જીવનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. કોઈપણ કારણથી પોતાના સાથી ને પોતાના દુશ્મન માનવા નહીં. તમારે પોતાના ઘરના વાતાવરણમાં અમુક સકારાત્મક બદલાવ કરવા પડશે.

કન્યા રાશિ

આજે તમારે આલોચના નો સામનો કરવો પડી શકે છે. પોતાના વૈવાહિક જીવન વિશે નિર્ણય લેતા સમય તમે ભ્રમિત બની શકો છો. વિદ્યાર્થીઓએ આજે આત્મવિશ્વાસથી બચવું જોઈએ. કારકિર્દી ઉપર ફોકસ કરો. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો દાંતના દુખાવાને લઈને સાવધાન રહો. ધન સંબંધિત મામલામાં સમજદારી રાખવી જોઈએ. વકીલની પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટે દિવસ સારો છે.

તુલા રાશિ

તમારું પારિવારિક જીવન થોડું સમસ્યાગ્રસ્ત બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. પોતાને સકારાત્મક જાળવી રાખો. મન હળવું થશે અને અમુક રચનાત્મક કાર્ય કરવાનો વિચાર આવશે. કાર્યસ્થળ ઉપર બોસ કામનું ભારણ વધારી શકે છે. આજે સોશિયલ મીડિયા પર નવા લોકો સાથે સંપર્ક થશે, જેનો ફાયદો તમને ભવિષ્યમાં મળશે.

વૃશ્ચિક રાશિ

આજે કાર્યમાં અડચણ ઉત્પન્ન થશે, જેનાથી તમે દુઃખી બની શકો છો. પોતાના બાળકોને લીધે તમે ચિંતિત રહેશો. બીજાના વિવાદિત મામલામાં દખલઅંદાજી ન કરવી, નહીતર ચિંતા અને પરેશાની સહન કરવી પડશે. કર્મ ક્ષેત્રના કામકાજમાં મહેનત કરવાથી તમને સન્માન મળશે. પ્રેમ પ્રસંગમાં અનુકુળતા રહેશે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા અનુસાર સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક મામલામાં કોઈ વાતને લઈને જીવનસાથી સાથે વાતચીત થઈ શકે છે.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે એક સુખદ અહેસાસ રહેશે. જોખમ તથા જામીનના કાર્ય આજે ટાળવા. તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના બધા સદસ્યોનો સન્માન કરીને તેમની સાથે તાલમેલ રાખીને ચાલવાનું રહેશે. તમારા સારા પ્રદર્શનનો પ્રભાવ તમારી કારકિર્દી ઉપર સ્પષ્ટરૂપ જોવા મળશે. કાર્યસ્થળ ઉપર વિવાદની સ્થિતિ બની શકે છે, પરંતુ નવી જવાબદારીની સાથે કામના નવા અવસર પણ મળશે. તમે સારા સ્વાસ્થ્યનો આનંદ લેશો અને તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

મકર રાશિ

જે લોકો લાંબા સમયથી કોઈની સાથે રિલેશનશિપમાં છે, તેઓ લગ્નની વાત આગળ વધારી શકે છે. આજના દિવસે લગભગ બધું તમારી ઈચ્છા અનુસાર થશે અને તેનાથી તમને લાભ મળશે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા આજે પરત મળી શકે છે. પીઝા તથા દુર્ઘટનાથી શારીરિક હાનિ થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારી રુચિ વધારે રહેશે. તમે પરિવારજનોની સાથે ધાર્મિક કાર્યોમાં મન લગાવશો.

કુંભ રાશિ

આજે કોઈ કામ કરતાં સમયે મનમાં ઈર્ષાની ભાવના બિલકુલ લાવવી નહીં. આજે બપોર સુધી તમારો વિખરાયેલો વેપાર યોગ્ય રીતે કાર્ય કરવા લાગશે, જેનાથી તમારી પરેશાનીમાં ઘટાડો થશે. શત્રુ પક્ષ તમારી ઉપર હાવી થવાની કોશિશ કરશે, પરંતુ તમે પોતાની સુજબુજ થી તેમને અસફળ બનાવી દેશો. વિદેશી સંપર્ક વાળા લોકોને અચાનક અમુક લાભ મળશે અને યાત્રા પણ થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે.

મીન રાશિ

ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. અચાનક લગ્નના શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. કોઈ જાણકાર મિત્રોની સલાહ પર તમે પોતાના બગડેલા કામને સુધારી શકો છો. વળી પરિવારજનોની મદદથી પોતાના કામમાં આવતી અડચણને દુર કરી શકો છો. શાંત અને તણાવરહિત રહેવાની કોશિશ કરો. તેનાથી તમારા વિચારવાની ક્ષમતા વધશે. દાંપત્યજીવન સુખદ રહેશે. આજે તમે પોતાના બનાવેલા પ્લાનમાં બદલાવ કરશો, જેનાથી તમને લાભ મળશે.