આજનું રાશિફળ ૬ ઓગસ્ટ : આજે આ ૭ રાશિવાળા લોકોના ગ્રહો બતાવશે પોતાનું જોર, સમય બદલાઈ રહ્યો છે

Posted by

મેષ રાશિ

આજે નવા વ્યવસાયિક અનુબંધ થઈ શકે છે. પારિવારિક યાત્રાના યોગ છે. સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમે પોતાના આત્મવિશ્વાસ તથા સકારાત્મક વિચારસરણી થી પોતાની આસપાસના લોકોને પ્રભાવિત કરશો. માન કીર્તિમાં વૃદ્ધિ થશે. પોતાના ભાવ અને વિચારો નાં સંબંધમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. કારણ કે તે તમારું કામ બગાડી શકે છે. ધર્મ કર્મમાં રુચિ વધશે. આર્થિક પક્ષ મજબુત થઈ શકે છે.

વૃષભ રાશિ

પ્રેમ સંબંધોમાં નિરાશા પ્રાપ્ત થશે. તમારી સાથે આજે અમુક અનિચ્છનીય સ્થિતિ ઊભી થઈ શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. સરકારી લાભ મળી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મહત્વપુર્ણ જવાબદારી મળી શકે છે. સ્વાસ્થ્ય માટે દિવસ સારો છે. સાંજના સમયે વોક કરવા જવાથી તમે પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત મહેસુસ કરશો. સુખના સાધનો પર ખર્ચ થશે. બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે.

મિથુન રાશિ

તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. તમને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. આજે કોઈ એક કાર્ય કરવામાં તમને સમસ્યા ઊભી થઈ શકે છે. આજે નાના મોટા કાર્ય પુર્ણ કરવામાં સમય પસાર થઈ શકે છે. તમારા ઘરમાં ચાલી રહેલ કલેશ દુર થઈ જશે. જો તમે કોઈ મુખ્ય યોજનાને લાગુ કરવાની રાહ જોઈ રહ્યા છો તો તેના માટે સમય યોગ્ય છે. તમારે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું જોઈએ. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમે યોજના બનાવવા માટે શ્રેષ્ઠ વિચાર કરી શકો છો. જો તમે બીજા ઉપર વિશ્વાસ રાખશો તો તમે સરળતાથી પોતાનું કાર્ય પુર્ણ કરી લેશો. અમુક કાર્ય પ્રત્યે તમારે થોડો સમાધાન કરવું પડશે. તમારા ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે. આજે બીજામાં પરિવર્તન લાવવા માટે પોતાની અંદરની ખામીઓ દુર કરવાની કોશિશ કરો.

સિંહ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં શત્રુઓ અડચણ ઊભી કરી શકે છે. પૈસાનો રોકાણ કરવામાં સારું લાભ મળશે. પ્રેમની સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. પરિવારજનોની સાથે સંબંધોમાં સુધારો થશે. પ્રેમ અને વેપારની સ્થિતિ ખુબ જ સારી જોવા મળી રહી છે. વાદવિવાદમાં સમય બગાડવો નહીં. કોઈ સામાજિક અને ધાર્મિક સમારોહમાં ભાગ લઈ શકો છો. લવમેટની સાથે કોઈ શોપિંગ મોલમાં જઈ શકો છો. આજીવિકાનાં નવા સ્ત્રોત સ્થાપિત થશે.

કન્યા રાશિ

રોજિંદા જીવનમાં કંઈક નવીનતા આવી શકે છે. નાની મોટી વાતો ઉપર ગુસ્સો કરવાથી બચવાનું રહેશે. ભૌતિક સુખ સંપતિમાં વૃદ્ધિ થશે, પરંતુ કલેશથી બચવું. સ્વાસ્થ્યની સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. વ્યાપારિક દૃષ્ટિકોણથી સમય સારો છે. સ્વાસ્થ્યની સ્થિતિ માં સુધારો જોવા મળશે. કામકાજની સાથે તમારી જવાબદારી પણ વધી શકે છે. હનુમાન ચાલીસાનાં પાઠ કરો. કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

તુલા રાશિ

આજે વિદ્યાર્થીઓને મોટી સફળતા મળી શકે છે. તમારી વાત અને કામની અસર લોકો ઉપર થઈ શકે છે. પરિવારજનોનું પુરું સમર્થન અને સહયોગ મળશે. આજે એવી યાત્રા થઈ શકે છે, જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. આર્થિક મામલામાં સતત સમય પ્રતિકુળ રહેલો છે, જેથી વધારે સાવધાની રાખો અને કોઈની વાતોમાં આવીને ખોટો નિર્ણય લેવો નહીં.

વૃશ્ચિક રાશિ

આજે જીવનસાથી તરફથી ઉપહાર મળી શકે છે. સાથે રહેતા લોકો તરફથી સમય સમય પર મદદ મળશે. દુશ્મનો ઉપર જીત મેળવી શકો છો. ઓફિસમાં મહેનત વધારે રહેશે. તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે. મોટા ભાગના મામલામાં તમે નુકસાનથી બચી જશો. પોતાના સાથી અથવા આસપાસના અમુક લોકોની સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે. તમે પોતાને ખુબ જ ઉત્સાહિત મહેસુસ કરી શકો છો. નોકરીમાં ઓફિસરો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

ધન રાશિ

નવા રિલેશનશિપની શરૂઆત કરવા માટે સમય અનુકુળ છે. વિદ્યાર્થી વર્ગ પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે. જે લોકો વેપારમાં પાર્ટનરશીપ કરે છે અને કોઈ મોટું રોકાણ કરવા માંગે છે, તો બંને પાર્ટનરે એકબીજાની પરવાનગી લઈને રોકાણ કરવું જોઈએ. સ્વાસ્થ્ય માટે દિવસ સારો નથી. તણાવને લીધે સ્વાસ્થ્યમાં નરમાઈ આવી શકે છે. સંગીત વગેરેમાં રુચિ રહેશે. માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

મકર રાશિ

આજે તમારી અમુક મહત્વકાંક્ષાઓ પુરી થશે અને તમારા દ્વારા અમુક નવા અધિક ગ્રહણ થઈ શકે છે. આજના દિવસે મન આનંદિત રહેશે, તો વળી બીજી તરફ મિત્રો સાથે વાતચીત થી મુશ્કેલી ઉભી થશે. અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં. ઓફિશિયલ કાર્ય માટે બોસનો સહયોગ અનિવાર્ય છે. યાત્રા દરમિયાન થાક અને તણાવ રહેશે, પરંતુ આર્થિક રૂપથી યાત્રા ફાયદાકારક રહેશે. વધારે પડતો ગુસ્સો કરવો નહીં, તેનાથી તમારું કાર્ય બગડી શકે છે.

કુંભ રાશિ

આજે પોતાના જ કોઈ વ્યક્તિ સાથે ટકરાર થઈ શકે છે. તમે બાળકો તથા પરિવારને પુરો સમય આપશો. વેપાર સાથે જોડાયેલા જાતકોએ આજે યાત્રા કરવી પડી શકે છે. આજના દિવસે તમારે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. પૈસાની બાબતમાં ભાગ્યનો સાથ મળશે. આજે અટવાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. ઘરમાં બધા ખુશ રહેશે. તમારા દાંપત્ય જીવનમાં સંબંધો મધુર બનશે. તમારાથી આજે અમુક ભુલ થઈ શકે છે.

મીન રાશિ

પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. આજે પૈસાની બાબતમાં સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારે ઉધાર લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. નોકરી કરતા જાતકોએ પોતાની ઊર્જાનો પ્રયોગ સારા કામમાં કરવાની જરૂરિયાત છે. તમારે પોતાના વ્યવસાયની બાબતમાં દુર યાત્રા કરવી પડી શકે છે, પરંતુ યાત્રા ફળદાયક સાબિત થશે. પ્રોપર્ટી ખરીદવા માટે આજે તમે કોઈ જરૂરી નિર્ણય લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *