ટોઇલેટનાં ફ્લશમાં શા માટે હોય છે ૨ બટન? ખુબ જ કમની વાસ્તુ છે પણ મોટાભાગનાં લોકો જાણતા જ નથી

ભારતમાં આજથી ઘણા વર્ષ પહેલાંથી જ વેસ્ટર્ન સ્ટાઇલ નાં ટોયલેટનું આગમન થઈ ચુક્યું છે. ભારતનાં ઘણા હિસ્સામાં લોકો વેસ્ટર્ન સીટને ઇંગ્લિશ સીટનાં નામથી પણ ઓળખે છે. તેની સાથે જ આપણા દેશમાં આજના સમયમાં મોટા સ્તર પર ભારતીય શૈલીના ટોઇલેટ સીટ નો ઉપયોગ પણ કરવામાં આવે છે. ભારતીય શૈલીનાં ટોયલેટ અને પશ્ચિમી શૈલી નાં ટોયલેટમાં ખુબ જ અસમાનતા છે. જેમાં ટોયલેટ નો ઉપયોગ કરવા જઈ રહેલ વ્યક્તિને કમ્ફર્ટ અને પાણી ની બરબાદી માં ઘટાડો થાય છે.

પરંતુ આજના સમયમાં વેસ્ટર્ન સ્ટાઇલનાં ટોઇલેટ સીટ નાં પ્રયોગ માં સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં આપણે બધા વેસ્ટર્ન ટોયલેટ નો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ શું તમે વેસ્ટર્ન ટોયલેટ નાં ફ્લશ બટન ઉપર ધ્યાન આપેલ છે કે આખરે તેમાં બે બટન શા માટે હોય છે? વળી ફ્લશ કરવા માટે તો એક જ બટન ની જરૂરિયાત રહે છે. તે સિવાય બન્ને ફ્લશ બટન નો આકાર પણ અલગ અલગ હોય છે. એક બટન નાનું હોય છે, તો બીજું બટન મોટું હોય છે.

જો તમને ટોઇલેટ ફ્લશ નાં આ બંને નાના-મોટા બટન વિશે જાણ છે, તો ખુબ જ સારી બાબત કહેવાય અને જો તમે તેના વિશે નથી જાણતા તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને વેસ્ટર્ન ટોયલેટ નાં ફ્લશ માં લગાવવામાં આવેલ બે બટન નું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ. હકીકતમાં દુનિયા આજથી ઘણા વર્ષો પહેલાથી જ પાણીની સમસ્યા સામે ઝઝુમી રહી છે. પાણીને બચાવવા માટે તમામ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટોયલેટ જતાં સમયે ખુબ જ પાણી નો ખર્ચ થાય છે. હવે ઘણી વખત લોકો પેશાબ કરવા માટે જાય છે, તો ઘણી વખત ટોઇલેટ કરવા માટે જતા હોય છે, પરંતુ પાણીનો ખર્ચ એક સરખો જ થતો હોય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમેરિકાના ઉદ્યોગિક ડિઝાઇનર પાપાનેક દ્વારા ટોયલેટમાં ડ્યુઅલ ફ્લશ નો આઈડિયા આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને નાના સ્તર ઉપર ટેસ્ટ કરવામાં આવેલ, પરંતુ તેની સફળતા બાદ તેને વર્લ્ડવાઇડ પ્રસિદ્ધિ મળી ગઈ. જણાવી દઈએ કે વેસ્ટર્ન ટોયલેટનાં ફ્લશ માં મોટું બટન સોલીડ રિમુવલ માટે હોય છે, જેને દબાવવાથી ૬ લિટર થી ૯ લિટર પાણી નીકળે છે, જ્યારે નાનું બટન દબાવવાથી માત્ર ૩ થી ૪ લીટર પાણી નીકળે છે.

એટલા માટે જો તમે હવે ક્યારેય પણ ટોયલેટ જાઓ તો તે વાતનું ખાસ ધ્યાન રાખો કે પેશાબ ગયા બાદ નાનું બટન દબાવવાનું છે. વળી ટોયલેટ ગયા બાદ મોટા બટનનો ઉપયોગ કરવાનો હોય છે.