ટોલ ટેક્ષમાં મળશે મોટી રાહત, સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, જાણો શું મળશે ફાયદો

Posted by

શું તમે પણ નેશનલ હાઈવે ઉપર અવાર-નવાર મુસાફરી કરતા રહો છો અને ત્યાં ટોલટેક્સ આપીને પરેશાન થઈ ગયા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. હવે હાઇવે પર મુસાફરી કરવી પહેલાં કરતાં વધારે સસ્તી બની શકે છે. સાથોસાથ તમારે હાઇવે પર વારંવાર ટોલ આપવા માટે ની પરેશાનીમાંથી પણ છુટકારો મળી શકે છે. હકીકતમાં સરકાર હવે નેશનલ હાઈવે ઉપર ઘણા બધા ટોલ પ્લાઝા હટાવવાનો નિર્ણય કરી ચુકેલ છે.

હવે ૬૦ કિલોમીટરનાં અંતરમાં એક જ ટોલટેક્સ હશે

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હવે ૬૦ કિલોમીટરના અંતરમાં ફક્ત એક જ ટોલ પ્લાઝા હોવાની ઘોષણા કરેલ છે. તે સિવાય બાકીના બધા ટોલ પ્લાઝા હટાવી દેવામાં આવશે અને લોકોએ એક જ વખત આ રેન્જમાં ટોલ ટેક્સ આપવો પડશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હાલમાં આ પ્રકારની યોજના બનાવી રહ્યો છે.

હાલમાં ૧૦ કિલોમીટર એક ટોલ આવે છે

નીતિન ગડકરીએ જાતે આ વાતની જાણકારી સંસદમાં આપેલી છે. મંગળવારનાં રોજ નીતિન ગડકરીએ લોકસભામાં સરકાર ની ઘણી મહત્વની યોજનાઓની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે હવે નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા ની સંખ્યા સિમિત કરી દેવામાં આવશે.

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી એ આગળ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એવી ઘણી ફરિયાદો મળી છે, જેમાં ૧૦ કિલોમીટરની રેન્જમાં જ બીજી વખત ટોલ ટેક્સ આપવો પડે છે, જે બિલકુલ ખોટું છે અને ગેરકાનુંની છે. હવે લોકોએ ૬૦ કિલોમીટરની અંતરમાં ફક્ત એક જ વખત ટોલ આપવો પડશે. એટલે કે હવે આટલા કિલોમીટરના અંતરમાં ફક્ત એક જ ટોલ પ્લાઝા કામ કરશે.

૯૦ દિવસમાં પુરું થશે કામ

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ કામને પુરું કરવા માટે આવતા ૩ મહિના એટલે કે ૯૦ દિવસ નો ટાર્ગેટ રાખવામાં આવેલ છે. આશા છે કે આ સમયમાં આ કાર્યને પુર્ણ કરી લેવામાં આવશે અને લોકોને આ સુવિધાનો લાભ મળવાનો શરૂ થઈ જશે.

હાઈ-વેનાં કિનારે રહેતા લોકો માટે રાખવામાં આવશે પાસ

નીતિન ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે ઘણી વખત હાઈ-વે નાં કિનારે રહેતા લોકોની ફરિયાદ હોય છે કે તેમણે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે પણ ટોલ આપવો પડે છે. વળી તેઓ ટોલ ની આસપાસ જ રહેતા હોય છે. ખુબ જ જલ્દી આવા લોકોને સમસ્યાનો પણ સમાધાન થઇ જશે. હવે સ્થાનીય લોકોએ ટોલ આપવો પડશે નહીં. તેમને એક પાસ આપવામાં આવશે, જેને બતાવીને તેવો હાઈવે ઉપરથી ફ્રી માં મુસાફરી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *