ટ્રેનમાં આ બાળકે અરિજિત સિંહનું “સનમ રે” ગીત ગાયું, મુસાફરો વખાણ કરીને થાકતાં નહોતા, ઇન્ટરનેટ પર છવાયો આ વિડીયો

Posted by

આધુનિક સમયમાં સોશિયલ મીડિયાનાં વધતા ક્રેઝને લઈને દરરોજ કોઈને કોઈ વિડીયો વાયરલ થતો રહે છે. આ વિડીયોનાં વાયરલ થયા બાદ લોકો પણ ક્યારે સ્ટાર બની જાય કોઈને ખબર નથી રહેતી. આવો વિડીયો થોડા દિવસો પહેલાં એક સ્કુલનાં બાળકનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તે સોશિયલ મીડિયા પર એવો છવાઇ ગયો કે તેને રેપ સિંગર બાદશાહે પોતાની સાથે ગીત ગાવા માટે બોલાવી લીધો. આ રીતે એકબીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક ટ્રેનમાં ગીત ગાતો નજર આવી રહ્યો છે.

“બચપન કા પ્યાર મેરા ભુલ નહિ જાના રે” આ ગીત તો તમને યાદ જ હશે. કારણ કે આજકાલ બસ દરેક જગ્યાએ આ જ ગીત સાંભળવા મળી રહ્યું છે અને તેની પાછળ વાઇરલ થવાનું કારણ છે એક બાળક, જેનું નામ છે સહદેવ ડર્ડો. આ બાળકે આ ગીતને જે અંદાજમાં ગાયું છે કે હવે તે દરેક જગ્યાએ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને ગાયા બાદ સહદેવ એટલો ફેમસ થઇ ગયો છે કે હવે દરેક જગ્યાએ તેનો સ્વાગત-સત્કાર કરવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર હવે સહદેવની જેમ અન્ય એક બાળકનો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. આ બાળક સ્કુલનાં કોઈ પ્રોગ્રામમાં નથી ગાઈ રહ્યો પરંતુ ટ્રેનમાં ગાતા નજર આવી રહ્યો છે. બાળક ‘બારીસો કિ તરહ” સોંગ ગાઈ રહેલો નજર આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જ તે ખુબ જ ચર્ચામાં પણ રહેલો છે. લગભગ ૩૦ સેકન્ડનાં વીડિયોમાં બાળકે મધુર અવાજમાં ગાતા જોઈ તેને પ્રોત્સાહન આપવા માટે લોકો તાળીઓથી સ્વાગત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

આ વીડિયોમાં જોઈ શકો છો કે ટ્રેન પોતાના પાટા પર દોડી રહી છે. બાળક “બારિશો કી તરહ” ગીત ગાઈ ને યાત્રીઓનું મનોરંજન કરતા નજર આવી રહ્યો છે. આ વિડીયો સાંભળીને ટ્રેનમાં સફર કરી રહેલા યાત્રી પણ તેનું સ્વાગત કરવા થી અટકી શક્યા નહીં અને તાળીઓથી તેનું પ્રોત્સાહન કર્યું. હાલનાં સમયે બાળકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. એટલું જ નહીં આ વીડિયોને જોયા બાદ લોકો દ્વારા અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે.

મહત્વપુર્ણ છે કે બચપન કા પ્યાર ગીત ગાવા વાળા સહદેવને ઇન્ડિયન આઇડલ સીઝન-12 નાં મંચ પર બોલાવવામાં આવ્યો છે. સહદેવ છત્તીસગઢનો રહેવાસી છે. જે બચપન કા પ્યાર ગીત ગાઈને ખુબ જ ફેમસ થઇ ગયો છે. ત્યારબાદ હવે તે ઇન્ડિયન આઇડલનાં સેમિફાઇનલમાં નજર આવવાનો છે. સહદેવને મળીને બધા પ્રતિયોગી ઘણા ઉત્સાહિત થયા હતા. તેઓ તેના ગીતને લઈને ઘણા એક્સાઇટેડ છે.

હવે આ બાળકનો વિડિઓ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ આ બાળકના વખાણ કરતાં કહ્યું કે તેનો અવાજ સહદેવ થી પણ સારો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *