ટ્રેનનાં ટોઇલેટ માંથી આવી રહ્યો હતો જોર-જોરથી અવાજ અને પછી જે સામે આવ્યું તે જોઈને બધા હેરાન થઈ ગયા

Posted by

ભારતીય રેલ્વેમાં જોવા જઈએ તો સમગ્ર ભારતભર માં હજારો લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે અને આ જ કારણોસર દરેક ટ્રેનની અંદર દરેક સમયે ભીડ રહેતી હોય છે. આવી લોકોની ભીડ ની અંદર કેટલીક ઘટનાઓ બનવી સામાન્ય છે, પરંતુ આપણા ભારતીય રેલ્વેની અંદર કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને જોઈને આપણે આશ્ચર્યચક્તિ થઈ જતા હોઈએ છીએ. તો આજે આ આર્ટિક્લમાં અમે તમને જણાવીશું એવી જ એક રેલ્વેની ઘટના કે જેને જોઇને તમે પણ આશ્ચર્યચક્તિ થઈ જશો.

Advertisement

એક સમય પર એક મહિલા ટ્રેનનાં ટોઇલેટમાં જાય છે અને ટ્રેનનાં ટોઇલેટ માંથી અવાજ લાગે છે અને ત્યારબાદ લોકો દરવાજો તોડી અને જોવે છે તો તેની નજર સામે જે આવે છે તે જોઈને ટ્રેન માં બેઠેલા બધા જ લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના ભોજીપુર જિલ્લાના રેલ્વે સ્ટેશન ઉપર બની હતી. સોમવારનો દિવસ હતો. ભોજીપુર રેલ્વે સ્ટેશન પર કનકપુર પેસેન્જર ટ્રેન ઉભી હતી અને આ સમયે એક મહિલા સીતાપુર જવા માટે ટ્રેનની અંદર બેસે છે. ત્યારબાદ ધીમે-ધીમે ટ્રેન ચાલતી થાય છે અને તેની અંદર બધા જ લોકો વાતો કરતાં કરતાં પોતાનો સમય પસાર કરતા હોય છે અને આવા જ સમય પર ટ્રેન માં બેઠેલી મહિલા ટોયલેટ કરવા માટે ટ્રેનનાં ટોઇલેટમાં જાય છે અને થોડા સમય પછી ટ્રેનના ટોયલેટમાંથી જોર જોર થી અવાજ આવવા લાગે છે.

આ બધું જ જોતા ટ્રેન માં બેઠેલા બધા જ લોકો ડરી જાય છે અને તે લોકોને એ પણ સમજાતું નથી કે ટૉઇલેટમાં મહિલા સાથે શું થઇ રહ્યું છે અને આ બધું જોતાં લોકો દ્વારા ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેન ને ઉભી રાખી દેવામાં આવે છે. ત્યારબાદ બધા જ લોકો ટોઇલેટના દરવાજા ને ખોલવાની ખુબ જ કોશિશ કરે છે, પરંતુ તેનો દરવાજો ખુલતો નથી. જેના લીધે લોકો ટ્રેન નો દરવાજો તોડે છે અને ત્યારબાદ લોકોની નજર સામે જે આવે છે તે જોયા અને બધા જ લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.

ટ્રેન નો દરવાજો તોડતા જ લોકોને જોવા મળે છે કે ટ્રેનનાં ટોઇલેટમાં મહિલા ટોઇલેટમાં બેસી અને રડી રહી હતી અને તેને દર્દ થઇ રહયું હતું અને તે મહિલા જોર-જોર થી અવાજ કરી રહી હતી અને પોતાના હાથ વડે નીચે ઈશારો કરી રહી હતી. લોકોએ નીચે જઈને જોયું તો એક બાળક રેલ્વેના ટ્રેક પર પડ્યું હતું અને આ જોતાં ખબર પડી કે મહિલાએ ટોયલેટમાં બાળકને જન્મ આપ્યો છે અને તે બાળક ટોયલેટમાંથી નીચે રેલ્વે ટ્રેક પર પડ્યું હતું.

આ ઘટના જોઈ બધા જ લોકો ચોંકી ગયા અને ગભરાઈ ગયા. ત્યારબાદ ત્યાં પોલીસને બોલાવવામાં આવી અને તાત્કાલિક સારવાર અર્થે મહિલા અને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા બાળકીનો જીવ બચાવી લેવામાં આવ્યો અને સુરક્ષિત રીતે માં અને બાળકીને પોતાના ઘરે મોકલી દેવામાં આવેલ.

થોડા સમય બાદ આ સમગ્ર ઘટના વિશે મહિલાને પુછતાં જાણવા મળ્યું કે તે પોતાની આંખોની તપાસ કરાવવા માટે ટ્રેનમાં જઈ રહી હતી અને તે ૯ મહિનાથી ગર્ભવતી હતી અને તે જ્યારે તે ટોયલેટમાં ગઈ હતી ત્યારે તેને અસહ્ય પીડા થવા લાગી હતી. ત્યારબાદ તેણે તે બાળકીને ટોયલેટમાં જ જન્મ આપેલો હતો અને તે બાળકી ટોયલેટના પાઇપ દ્વારા ટોયલેટનાં ટ્રેક પર પડી જાય છે. પરંતુ મહિલાનું કહેવાનું હતું કે તે આજના સમયમાં એકદમ સુરક્ષિત છે અને તેણે પોલીસ પ્રશાસન અને ટ્રેનમાં બેસેલા બધા જ મુસાફરી આભાર માન્યો હતો.

આ ઘટના જોતાં એક કહેવત છે કે જે જન્મ લેનારી બાળકી માટે સાર્થક થઇ છે, “રામ રાખે તેને કોણ ચાખે”. કહેવત પ્રમાણે જેની પર કુદરત નો હાથ હોય છે તેને કોઈ મારી શકતું નથી. તો આ હતી એક વિચિત્ર પ્રકારની ટ્રેન માં બનેલી ઘટના કે જેને જોઈને આપણે બે ઘડી વિચારતા થઈ જઈએ. તો દોસ્તો આ ઘટના જોતાં હવે તમારું ઘટના વિશે શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્ષમાં જરૂરથી જણાવજો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.